Amla Shots: સ્કિન અને વાળ માટે લાભકારી છે આમળા શોટ્સ, 10 મિનિટમાં ઘરે કરો તૈયાર
Amla Shots: આજે તમને ડાયટમાં આમળાનો સમાવેશ કરવાની એક નવી રીત જણાવીએ. તમે આમળાના શોટ્સ બનાવીને તેનું સેવન કરી શકો છો.
Trending Photos
Amla Shots:આમળા આપણા માટે ખૂબ જ ફાયદાકારક વસ્તુ છે. ખાસ કરીને સ્કીન અને વાળ માટે આમળા વરદાન સમાન છે. કેટલીક વસ્તુઓ સાથે ઉમેરીને તમે આમળાને સ્કીન અને વાળ પર લગાડી પણ શકો છો. આ સિવાય આમળાને તમે ડાયટમાં સામેલ કરો છો તો તેનાથી પણ વાળ અને સ્કીનની હેલ્થ સુધરે છે. આજે તમને ડાયટમાં આમળાનો સમાવેશ કરવાની એક નવી રીત જણાવીએ. તમે આમળાના શોટ્સ બનાવીને તેનું સેવન કરી શકો છો.
આમળા આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો કરે છે. શિયાળામાં જો તમે રોજ એક આમળાનું પણ સેવન કરો છો તો તેનાથી ત્વચા, વાળ અને આંખ સ્વસ્થ રહે છે. આજે તમને આવા ફાયદા કરતાં આમળાના હેલ્થ શોર્ટ્સ બનાવવાની રીત જણાવીએ. તમે પાંચથી દસ મિનિટમાં જ આ હેલ્થ શોર્ટ્સ ઘરે બનાવી શકો છો.
આમળાના શોટ્સ બનાવવાની સામગ્રી
બે આમળા
મીઠા લીમડાના પાન
એક ટુકડો આદુ
1 ચમચી ગોળ
પાંચ થી છ મરીના દાણા
અડધો ગ્લાસ પાણી
આમળા શોટ્સ બનાવવાની રીત
સૌથી પહેલા આમળાને પાણીથી ધોઈ અને તેના નાના નાના ટુકડા કરી તેનો ઠળિયો અલગ કરી દો. હવે ઉપર જણાવેલી બધી જ સામગ્રીને આમળાની સાથે મિક્સર જારમાં ઉમેરી તેને ગ્રાઇન્ડ કરી લો. હવે આ મિશ્રણને ગાળી અને કપમાં કાઢી લો. આ મિશ્રણને તમે ગાળ્યા વિના પણ પી શકો છો.
આમળા શોર્ટ્સ પીવાથી થતા ફાયદા
જો તમે શિયાળા દરમિયાન આ રીતે આમળાનું સેવન કરો છો તો તેનાથી શરીરને જરૂરી મિનરલ્સ મળે છે અને શરીરમાં બ્લડ સર્ક્યુલેશન પણ સારી રીતે થાય છે. આમળાનું સેવન કરવાથી વાળ ખરતા અટકે છે અને સફેદ થવાનું પ્રમાણ પણ ઘટી જાય છે.
ત્વચાની વાત કરીએ તો આમળાનું સેવન કરવાથી ત્વચા પર પિગ્મેંટેશન ઓછું થાય છે. આમળામાં રહેલા એન્ટિઓક્સિડન્ટ અને વિટામિન ત્વચાને જરૂરી પોષણ પૂરું પાડે છે જેનાથી ત્વચાની સમસ્યાઓ દૂર થવા લાગે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે