Skin Care: બ્લેકહેડ્સને 10 મિનિટમાં દુર કરશે આ ઘરગથ્થુ ઉપાય, ટ્રાય કરો આ 4 માંથી કોઈ એક ઉપાય
Skin Care: જો ચહેરા પર વધારે પ્રમાણમાં બ્લેકહેડ્સ થતા હોય તો ચહેરાની સુંદરતા ઘટી જાય છે. બ્લેકહેડ્સથી છુટકારો મેળવવા મોટાભાગે મહિલાઓને પાર્લર જ જવું પડે છે. પરંતુ કેટલાક ઘરગથ્થુ ઉપાયો એવા છે જેને કરીને તમે ઘરે બેઠા પણ બ્લેકહેડ્સથી છુટકારો મેળવી શકો છો. અહીં દર્શાવેલા ચારમાંથી તમારી ત્વચાને માફક આવે તેવા ઉપાય કરી તમે બ્લેકહેડ્સને દુર કરી શકો છો.
Trending Photos
Skin Care: ચેહરા પર જો બ્લેકહેડ્સ દેખાતા હોય તો તે ચેહરાની સુંદરતાને ઝાંખી કરી નાખે છે. ધીરે ધીરે સ્કીન ઉપર ખીલ પણ વધવા લાગે છે. મોટાભાગે બ્લેકહેડ્સ દાઢી પર કે નાકની આજુબાજુ વધારે જોવા મળે છે. તેમાં પણ નાકની આસપાસ જે બ્લેક હેડ હોય તેને દૂર કરવા ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે.
જ્યારે સ્કીન પર ડેડ સ્કીન વધે અને તેની નીચે ઓઇલ જમા થવા લાગે તો ત્વચા ઉપર કાળા દાણા દેખાવા લાગે છે. બ્લેકહેડ્સ જો વધારે પ્રમાણમાં થતા હોય તો તેને દૂર કરવા પાર્લર જવું પડે છે. પરંતુ કેટલાક ઘરેલુ નુસખા એવા પણ છે જેની મદદથી તમે ઘર બેઠા લેખિતથી છુટકારો મેળવી શકો છો.
આ રીતે દુર કરો બ્લેકહેડ્સ
આ પણ વાંચો:
બેકિંગ સોડા
બ્લેકહેડ્સ દૂર કરવા માટે તમે બેકિંગ સોડા નો ઉપયોગ કરી શકો છો તેના માટે એક ચમચી બેકિંગ સોડામાં બે ચમચી પાણી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો આ પેસ્ટને હોય તે જગ્યા પર લગાવી દસ મિનિટ પછી મસાજ કરીને ચહેરો સાફ કરો.
હળદર
હળદર એન્ટિક ઓક્સીડન્ટથી ભરપૂર હોય છે જે ત્વચાના બ્લેકહેડ્સને દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે હળદરમાં નાળિયેર તેલ ઉમેરી આ મિશ્રણને 10 મિનિટ માટે ચહેરા પર લગાડો. ત્યાર પછી મસાજ કરતાં કરતાં ચહેરો સાફ કરો.
કેળાની છાલ
કેળાની છાલ પણ બ્લેકહેડ્સ દૂર કરવામાં મદદ કરી શકે છે તેના માટે કેળાની છાલનો ટુકડો કરી બ્લેકહેડ્સ હોય તે જગ્યા પર પાંચ મિનિટ સુધી મસાજ કરો.
ઈંડું
ઈંડું પણ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે ઈંડાનો સફેદ ભાગ લઈ તેમાં એક ચમચી મધ મિક્સ કરી આ મિશ્રણને બ્લેકહેડ્સ પર લગાડી 20 મિનિટ માટે સુકાવા દો ત્યાર પછી હુંફાળું ગરમ પાણી લઈ તેના વડે ચહેરો સાફ કરો. અઠવાડિયામાં બે વખત આ નુસખો અજમાવશો તો બ્લેકહેડ્સ દૂર થઈ જશે
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે