Shiny Hair: શાઈની વાળ માટે ટ્રાઈ કરો આ 4 માંથી કોઈ 1 હેર માસ્ક, કંડિશ્નર કરવાની પણ જરૂર નહીં પડે

Shiny Hair:આજે તમને 4 હેર માસ્ક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી વાળમાં નવા પ્રાણ ફુંકાઈ જશે. આ હેર માસ્ક વાળની સુંદરતામાં વધારો કરશે. જો તમે આ હેર માસ્કનો ઉપયોગ કરો છો તો કંડિશ્નર કર્યા વિના પણ તમારા વાળ સુંદર અને શાઈની દેખાશે.

Shiny Hair: શાઈની વાળ માટે ટ્રાઈ કરો આ 4 માંથી કોઈ 1 હેર માસ્ક, કંડિશ્નર કરવાની પણ જરૂર નહીં પડે

Shiny Hair: પ્રદૂષણ, ગરમી અને તડકાના કારણે વાળ ડ્રાય અને બેજાન દેખાય છે. સાથે જ વાળના મૂળ પણ નબળા પડી જાય છે અને વાળ ખરવા લાગે છે. આ સ્થિતિમાં વાળને શાઈની અને મજબૂત બનાવવા માટે મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ કરવાને બદલે તમે ઘરે તૈયાર કરેલા કેટલાક હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો. આ હેર માસ્કને લગાડી તમે વાળની માવજત કરી શકો છો અને સાથે જ વાળને સુંદર અને શાઈની બનાવી શકો છો. 

આજે તમને 4 હેર માસ્ક વિશે જણાવીએ જેનો ઉપયોગ કરવાથી વાળમાં નવા પ્રાણ ફુંકાઈ જશે. આ હેર માસ્ક વાળની સુંદરતામાં વધારો કરશે. જો તમે આ હેર માસ્કનો ઉપયોગ કરો છો તો કંડિશ્નર કર્યા વિના પણ તમારા વાળ સુંદર અને શાઈની દેખાશે.

લીંબુ અને મધ

મધ અને લીંબુમાં એવા ગુણ હોય છે જે સ્કિન અને વાળને ફાયદો કરે છે. તેનાથી બનેલું હેર માસ્ક લગાડવાથી વાળ સુંદર દેખાશે. તેના માટે એક ચમચી મધમાં થોડું લીંબુ મિક્સ કરી અને વાળમાં લગાડો. 20 મિનિટ પછી વાળને પાણીથી સાફ કરી લો.

ઈંડા અને ઓલિવ ઓઈલ

વાળ માટે ઈંડાનો અલગ અલગ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તમે ઈંડામાં ઓલિવ ઓઈલ ઉમેરીને પણ લગાડી શકો છો. તેના માટે એક બાઉલમાં 2 ઈંડાની જર્દી કાઢી તેમાં ઓલિવ ઓઈલ મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાવો અને 20 મિનિટ પછી વાળ ધોઈ લો.

કેળા અને દહીં

કેળા અને દહીને મિક્સ કરીને હેર માસ્ક બનાવી શકાય છે. તેનાથી વાળ મજબૂત અને શાઈની બને છે. તેના માટે એક વાસણમાં કેળાને મેશ કરી તેમાં 1 ચમચી દહીં મિક્સ કરો. આ મિશ્રણને વાળમાં લગાડો અને પછી વાળ સારી રીતે ધોઈ લો.

નાળિયેરનું દૂધ અને મધ

નાળિયેરનું દૂધ કાઢી તેમાં મધ ઉમેરી અને વાળમાં સારી રીતે અપ્લાય કરો. તેમાં નાળિયેરનું દૂધ અને મધ સમાન માત્રામાં લેવું. વાળની લંબાઈ અનુસાર મિશ્રણ તૈયાર કરવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news