Skin Care: સ્કીન માટે ખતરનાક છે આ 4 આદત, તેના કારણે નાની ઉંમરમાં ચહેરા પર પડી જાય છે કરચલીઓ

Skin Care: વધતી ઉંમરની સાથે ચહેરા પર કરચલીઓ પડવી એ સામાન્ય વાત છે પરંતુ જો નાની ઉંમરમાં જ તમારા ચહેરા પર કરચલીઓ જોવા મળે તો સમજી લો કે તેની પાછળ તમારી કેટલીક ખરાબ ટેવ જવાબદાર છે. 

Skin Care: સ્કીન માટે ખતરનાક છે આ 4 આદત, તેના કારણે નાની ઉંમરમાં ચહેરા પર પડી જાય છે કરચલીઓ

Skin Care: વધતી ઉંમરની સાથે ચહેરા પર કરચલીઓ પડવી એ સામાન્ય વાત છે પરંતુ જો નાની ઉંમરમાં જ તમારા ચહેરા પર કરચલીઓ જોવા મળે તો સમજી લો કે તેની પાછળ તમારી કેટલીક ખરાબ ટેવ જવાબદાર છે. તેથી જ કહેવામાં આવે છે કે જ્યારે પણ તમે ઘરની બહાર જાવ ત્યારે સનસ્ક્રીન લગાવો. કારણ કે તડકામાં બહાર જવાથી ચહેરા પર કરચલીઓ ઝડપથી દેખાવા લાગે છે. આ સિવાય એવી ઘણી આદતો છે જેના કારણે ત્વચા પર યુવાવયમાં કરચલીઓ પડવા લાગે છે. 

ત્વચા માટે ખતરનાક આદતો

ધૂમ્રપાન અને દારૂ 

ધૂમ્રપાન અને આલ્કોહોલ રક્ત પરિભ્રમણને ધીમું કરે છે જે ત્વચાની વૃદ્ધત્વની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. જો તમે આલ્કોહોલ અથવા ધૂમ્રપાન કરો છો તો તેનાથી ત્વચામાં લોહીનો પ્રવાહ ઓછો થાય છે અને વૃદ્ધત્વ ઝડપથી શરૂ થાય છે.  

સ્ટ્રેસમાં રહેવું

સ્ટ્રેસ ત્વચાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક છે. તેનું કારણ એ છે કે સ્ટ્રેસના કારણે કોર્ટિસોલ નામનું હોર્મોન રિલિઝ થાય છે જેના કારણે કોલેજન વધવા લાગે છે. જેના કારણે તમારી ત્વચા નિસ્તેજ અને નિર્જીવ બની જાય છે. 

બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ

બ્યુટી પ્રોડક્ટ્સ ત્વચા માટે હાનિકારક છે. જો તમે તેનો વધુ ઉપયોગ કરો છો તો તમારી ત્વચાને શુષ્ક અને નિર્જીવ બનાવે છે. તેથી વધુ પડતા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરવાનું ટાળો.

ડ્રાય સ્કીન

જો તમારી ત્વચા ડ્રાય રહેતી હોય તો ત્વચા પર ઝડપથી કરચલીઓ પડવા લાગે છે. ડ્રાય સ્કીનને મોઈશ્ચરાઈઝ કરવામાં ન આવે તો કરચલીઓ વધી જાય છે. તેથી તમારી ત્વચાને હંમેશા મોઇશ્ચરાઇઝ્ડ રાખો. આમ કરવાથી તમે તમારી ત્વચાને સ્વસ્થ અને સુંદર રાખી શકો છો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news