10મું ધોરણ પાસ હોવ તો પણ સરકારી નોકરીની છે અનેક તક, જાણો કયા વિભાગો માટે નીકળતી હોય છે ભરતી

Sarkari Naukri: જો તમે 10મું ધોરણ પાસ હોવ અને સરકારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમારા માટે આ તક સામે ચાલીને આવી છે. અનેક એવા વિભાગ છે જ્યાં 10માં ધોરણ પાસ યુવાઓ માટે નોકરીઓ નીકળતી હોય છે.

10મું ધોરણ પાસ હોવ તો પણ સરકારી નોકરીની છે અનેક તક, જાણો કયા વિભાગો માટે નીકળતી હોય છે ભરતી

Sarkari Naukri: જો તમે 10મું ધોરણ પાસ હોવ અને સરકારી નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોવ તો તમારા માટે આ તક સામે ચાલીને આવી છે. અનેક એવા વિભાગ છે જ્યાં 10માં ધોરણ પાસ યુવાઓ માટે નોકરીઓ નીકળતી હોય છે. કેટલાક વિભાગો તો એવા પણ છે જે પરીક્ષા વગર જ મેટ્રિક પાસ વ્યક્તિને સરકારી નોકરી આપે છે. આ વિભાગોમાં પસંદગી ધોરણ મેટ્રિક પરીક્ષામાં મેળવેલા માર્ક્સના આધાર પર મેરિટ દ્વારા કરવામાં આવ્યા છે. આ માટે જો કે  ધોરણ 10માં સારા માર્ક્સ આવ્યા હોય તે જરૂરી છે. 10મી પાસ યુવાઓ કઈ કઈ સરકારી નોકરી માટે તૈયારી કરી શકે છે તે જાણો. 

ભારતીય પોસ્ટ વિભાગ ગ્રામીણ પોસ્ટ સેવકના પદો માટે ભરતી કાઢે છે. આ પદો પર ભરતી માટે તમામ રાજ્યોની ભરતી નીકળતી હોય છે. જીડીએસના પદો પર અરજીકર્તાઓને પસંદગી મેરિટના આધારે કરવામાં આવે છે. મેરિટ હાઈસ્કૂલમાં પ્રાપ્ત કરેલા નંબરોના આધારે તૈયાર  કરવામાં આવશે. આવામાં જે વિદ્યાર્થીઓ હાલ 10માં ધોરણમાં છે અને ભારતીય પોસ્ટ વિભાગમાં નોકરી મેળવવા માંગે છે તેઓ અત્યારથી શરૂઆત કરી શકે છે. 

SSC એમટીએસ ભરતી 2023
Staff Selection Commission (SSC) દર વર્ષે ધોરણ 10 પાસ યુવાઓ માટે મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને હવલદારના પદો પર ભરતી કાઢે છે. પસંદગી લેખિત પરીક્ષા વગેરે પ્રક્રિયા દ્વારા  કરવામાં આવે છે. પરીક્ષાનું સ્તર 10મું ધોરણ હોય છે. જે વિદ્યાર્થીઓ આ કેન્દ્રીય વિભાગોમાં એમટીએસના પદો પર નોકરી મેળવવા માંગતા હોયતેઓ અત્યારથી તેની તૈયારીઓ શરૂ કરી શકે છે. 

ભારતીય રેલવે ભરતી 2023
ભારતીય રેલવે પણ વિવિધ પદો પર દરેક ડિવિઝનમાં ધોરણ 10 પાસ માટે ભરતી કાઢે છે. તેમાં કાર્યાલય સહાયક જેવા અનેક પદો સામેલ ચે.  કેટલાક પદો પર તો રેલવે સીધી ભરતી પણ કરે છે. તેના માટે વિદ્યાર્થીઓના હાઈસ્કૂલમાં 60 ટકા ઉપર માર્ક હોવા જરૂરી છે. તો મેરિટમાં નામ આવી શકે છે. 

સેના ભરતી 2023
ભારતીય સેનામાં પણ વિવિધ પદો પર ધોરણ 10 પાસ માટે ભરતી નીકળે છે. તેમાં નાઈ જેવા અનેક પદો માટે અરજી મંગાવવામાં આવે છે. ટેક્નિશિયન પદો ઉપર પણ સેના ભરતી કરે છે. આ માટે ધોરણ 10 પાસ માટે આઈટીઆઈની ડિગ્રી જરૂરી છે. 

સ્ટેનો ભરતી 2023
મધ્ય પ્રદેશ લોક સેવા આયોગ સ્ટેનોગ્રાફરના અનેક પદો પર નોકરીઓ કાઢે છે. આ માટે ધોરણ 10 પાસ યુવાઓ અરજી કરી શકે છે. આ ઉપરાંત પણ અનેક રાજ્યો અને વિભાગોમાં ધોરણ 10 પાસ માટે ભરતી નીકળતી રહે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news