ISRO Recruitment 2023: 10 પાસ, ITI નું છે સર્ટિફિકેટ તો ISRO માં મેળવો નોકરી, મળશે 69000 પગાર
Sarkari Naukri ISRO Recruitment 2023: ઈસરો વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રમાં નોકરી શોધી રહેલા યુવાનો માટે સારી તક છે. જે પણ ઉમેદવાર આ પદ (ISRO Recruitment) માટે અરજી કરવા ઈચ્છે છે, તે આ વાતો ધ્યાનમાં રાખે.
Trending Photos
નવી દિલ્હીઃ ISRO Recruitment 2023: ઇસરો વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્ર (VSSC) એ ટેકનીશિયન-એ, ડ્રાફ્ટ્સમેન-બી અને રેડિયોગ્રાફર-એના પદો (ISRO Recruitment 2023) ભરવા માટે અરજી મંગાવી છે. ઈચ્છુક તથા યોગ્ય ઉમેદવારો જે પણ આ પદ પર અરજી કરવા ઈચ્છે છે તે ISRO ની સત્તાવાર વેબસાઇટ vssc.gov.in કે isro.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ પદ માટે અરજી પ્રક્રિયા 4 મેથી શરૂ થશે અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 18 મે છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 49 પદ ભરવામાં આવશે. જે પણ ઉમેદવાર ઈસરોમાં નોકરી કરવા ઈચ્છે છે, તેની પાસે શાનદાર તક છે.
ISRO Recruitment હેઠળ ભરવાની જગ્યા
આ ભરતી 49 જગ્યાઓ ભરવા માટે હાથ ધરવામાં આવી રહી છે, જેમાંથી 43 ખાલી જગ્યાઓ ટેકનિશિયન-Aની જગ્યા માટે છે, 5 ખાલી જગ્યાઓ ડ્રાફ્ટ્સમેન-બીની જગ્યા માટે છે અને 1 ખાલી જગ્યા રેડિયોગ્રાફરની પોસ્ટ માટે છે.
ISRO Bharti માટે જરૂરી તારીખ
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ- 4 મે
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ- 18 મે
ISRO Recruitment માટે અરજી ફી
યૂઆર/ઓબીસી ઉમેદવારો માટે અરજી ફી- 100 રૂપિયા
એસસી/એસટી/પીડબ્લ્યૂડી અને મહિલા ઉમેદવારો માટે- શૂન્ય
ISRO Bharti હેઠળ મળનાર પગાર
ટેકનીશિયન-બી- લેવલ 03, 21700 રૂપિયાથી 69100 રૂપિયા
ડ્રાફ્ટ્સમેન-બી - લેવલ 03, 21700 રૂપિયાથી 69100 રૂપિયા
રેડિયોગ્રાફર-એ લેવલ-4, 25500 રૂપિયાથી 81100 રૂપિયા
ISRO Recruitment માટે ઉંમર મર્યાદા
ઉમેદવારો જે પદ માટે અરજી કરવા ઈચ્છે છે, તેની ઉંમર 35 વર્ષથી ઓછી હોવી જોઈએ
ISRO Bharti માટે યોગ્યતા માપદંડ
ઉમેદવારોની પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડ કે સંસ્થામાંથી ધોરણ 10 પાસ તવાની સાથે સંબંધિત ટ્રેડમાં ITI નું સર્ટિફિકેટ હોવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે