આ મહિલાઓથી સાવધાન ભંગાર સમજી જેની ચોરી કરી એ નીકળ્યા કરોડો રૂપિયાના ઉપકરણો

શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન ની હદમાં કરચિયા ગામની સીમમાં GR એન્જીનીયરીંગ કંપની આવેલી છે. જે કંપનીની અંદરના ભાગે મુંબઈની ઇન્ડસ્ટ્રીયલ એક્સ રે એન્ડ એલાઈડ રેડિયો ગ્રાફર્સ ઇન્ડિયા કંપનીના સર્વિસ રૂમ આવેલા છે.

આ મહિલાઓથી સાવધાન ભંગાર સમજી જેની ચોરી કરી એ નીકળ્યા કરોડો રૂપિયાના ઉપકરણો

હાર્દિક દીક્ષિત/વડોદરા: શહેરમાં મહિલા તસ્કર ટોળકીએ જીવનમાં પ્રથમ વખત ચોરી કરી એમાંય ભલીવાર ન આવતા આ ટોળકીની મેહનત માથે પડી છે. પોલીસની સતર્કતાએ માત્ર 48 કલાકમાં જ કરોડો રૂપિયાના મેડિકલ ઉપકરણોની થયેલી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. 

શહેરના જવાહર નગર પોલીસ સ્ટેશન ની હદમાં કરચિયા ગામની સીમમાં GR એન્જીનીયરીંગ કંપની આવેલી છે. જે કંપનીની અંદરના ભાગે મુંબઈની ઇન્ડસ્ટ્રીયલ એક્સ રે એન્ડ એલાઈડ રેડિયો ગ્રાફર્સ ઇન્ડિયા કંપનીના સર્વિસ રૂમ આવેલા છે. પતરાના શેડમાં બનાવેલા સર્વિસ રૂમમાં કેટલાક મોંઘા ઉપકરણો મુકવામાં આવેલા હતા. જે સર્વિસ રૂમના પતરાને ઊંચા કરીને નાના પણ કિંમતી સાધનોની ચોરી કરવામાં આવી હતી. આ અંગે કંપનીના સિનિયર એક્ઝિક્યુટિવ ઓફિસરે જવાહર નગર પોલીસ મથકે કુલ 1 કરોડ 44 લાખના કિંમતી સાધનોની ચોરી થયાની ફરિયાદ આપી હતી. 

ફરિયાદના આધારે એક્શનમાં આવેલી પોલીસે GR એન્જીનીયરીંગ કંપનીમાં જઈને તપાસતા રેલવે ટ્રેક પાસે આવેલા કંપનીના સર્વિસ રૂમમાં પતરા ઊંચા કરીને સાધનોની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. જ્યાં પોલીસે આ ચોરીની તપાસ કરતા કંપની પરીસર પાસે ભંગાર વિણતી મહિલાઓ દ્વારા પતરા ઊંચા કરીને સાધનોની ચોરી કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું.

વિસ્તારમાં કેટલીક મહિલાઓ રેલવે ટ્રેકની આસપાસથી ભંગાર ભેગુ કરીને તેનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવે છે. જે મહિલાઓ આ મોંઘા ઉપકરણોને ભંગાર સમજીને ઉઠાવી ગઈ હતી. પોલીસે ભંગાર વિણનાર મુખ્ય આરોપી પારુલબેન ચૌહાણની પૂછપરછ કરતા ચોરી થયેલા તમામ ઉપકરણો તેમજ તેના પાર્ટ મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે પોલીસ ના હાથે ઝડપાયેલી મહિલાઓ ની આ ટોળકી ભંગાર વેચીને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.ઓછા સમય માં વધુ રૂપિયા કમાવવાની લાલચ માં આ ટોળકી એ ચોરી નો રસ્તો અજમાવ્યો હતો.પ્રથમ વખત કરેલા મોટા હાથફેરા માં પોલીસ ના હાથે ઝડપાઈ ગઈ હતી ત્યારે આ મહિલાઓ ને એ અંદાજો પણ નહોતો કે તેમણે જે ભંગાર સમજી ચોરી કરેલી તેની કિંમત કેટલી છે. ત્યારે જવાહરનગર પોલીસે 1 કરોડ 44 લાખની કિંમતના મેડિકલ ઉપકરણો તેમજ સ્પેરપાર્ટ કબ્જે લઈને 8 જેટલી મહિલાઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news