Sarkari Jobs: દર મહિને જોઇએ છે 1.49 લાખ પગાર, ભારત સરકારના આ બોર્ડમાં બનો ગ્રેડ A ના ઓફિસર

SEBI Grade A jobs and Salary: ભારત સરકારના તમામ વિભાબોમાં ગ્રેડ એ ની નોકરી નિકળતી રહે છે. આજે અમે તમને જણાવી દઇએ કે ધ સિક્યોરિટી એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડીયા (Securities and Exchange Board of India, SEBI)ના એ ગ્રેડ ઓફિસરની નોકરી વિશે. આવો જાણીએ સેબીમાં ગ્રેડ એના ઓફિસરને કેટલી સેલરી મળે છે. 

Sarkari Jobs: દર મહિને જોઇએ છે 1.49 લાખ પગાર, ભારત સરકારના આ બોર્ડમાં બનો ગ્રેડ A ના ઓફિસર

SEBI Grade A jobs and Salary: ભારતમાં શેર માર્કેટ સંચાલિત કરનાર બોર્ડ ધ સિક્યોરિટી એન્ડ એક્સચેંજ બોર્ડ ઓફ ઇન્ડીયા (Securities and Exchange Board of India, SEBI) માં તમે ગ્રેડ એ ઓફિસર બની ગયા, તો તમે 1.49 લાખ રૂપિયાનો દર મહિને પગાર મેળવી શકો છો. અત્યારે સેબીએ તાજેતરમાં જ આસિસ્ટન્ટ મેનેજરના પદ પર સિલેક્ટ થનારનું પેકેજ નક્કી કર્યું છે, જેના અંતગર્ત આ પદો પર સિલેક્ટ થનાર ઉમેદવારને (without accommodation) એકોમડેશન વિના 1.49 લાખ રૂપિયાનો માસિક પગાર મળશે. જ્યારે આવાસ (with accommodation) લેતા ઉમેદવારોને 1.11 લાખ રૂપિયાનો પગાર મળશે. તમને જણાવી દઈએ કે આ પોસ્ટ હેઠળ મૂળ પગાર 44500 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ પોસ્ટ્સ પર વારંવાર ભરતીઓ થઈ રહી છે. આ માહિતી માટ, રસ ધરાવતા ઉમેદવારોએ SEBIની અધિકૃત વેબસાઇટ sebi.gov.in ની મુલાકાત લેતા રહેવું જોઈએ.

Grade A officer jobs: ગ્રેડ એ ઓફિસર બનનારનું શું હોય છે કામ
સેબીમાં ગ્રેડ એ ઓફિસરને ઘણા બધા કામ જોવાના હોય છે. તેમની પ્રોફાઇલમાં કાનૂની કેસથી લઇને કેપિટલ ફંડ્સ, મ્યૂચ્યૂઅલ ફંફ્સ વગેરેને મેનેજ કરવાનું પણ કામ સામેલ હોય છે. આ ઉપરાંત આઇટી ડિપાર્ટમેન્ટ અને ઓર્ગેનાઇઝેશનના એક્યૂઝિશન અને મર્જનું કામ પણ જોવા મળે છે. તમને જણાવી દઇએ કે આ પદ પર સિલેક્ટ થનાર ઉમેદવારોનું પ્રોવિઝન પીરિયડ બે વર્ષનો હોય છે. 

SEBI Grade A Salary 2024 Overview: શું છે સેલરી સ્ટ્રક્ચર
સેબીમાં આસિસ્ટેટ મેનેજરનું પદ ગ્રેડ એ ઓફિસરનું હોય છે. તેના અંતગર્ત બેસિક પે 44500 આપવામાં આવે છે. તેમાં પે સ્કેલ 44500 થી શરૂ થાય છે, જે 89150 સુધી જાય છે. આ સેલેરીમાં મોંઘવારી ભથ્થું બેસિક પેના 30.38% ઉમેરાય છે. આ પ્રકારે સ્પેશિયલ એલાઉન્સ બેસિક પેના 16.4% (ઓછામાં ઓછા 11000), ફેમિલી એલાઉન્સ 2850 રૂપિયા, સિટી કંપેનસ્ટરી બેસિક પેના 5% લોકલ, એલાઉન્સ 33450, લર્નિંગ એલાઉન્સ 2500, સ્પેશિયલ પે 3300, પીએએફ 3850, ગ્રેડ એલાઉન્સ પે સ્કેલના 14%, સ્પેશિયલ કંપેંસટરી એલાઉન્સ 500 થી 625 રૂપિયા મળશે. 

SEBI Grade A Job Profile: કેવી રીતે મળે છે કેરિયર ગ્રોથ
સેબીમાં કરિયર ગ્રોથ માટે ઘણા પ્રકારની ઇન્ટરનલ એક્ઝામ આપવી પડે છે. જેના આધારે પ્રમોશન્સ થતા રહે છે. અહીં આસિસ્ટેન્ટ મેનેજર (ગ્રેડ એ), મેનેજર (ગ્રેડ બી), આસિસ્ટન્ટ જનરલ મેનેજર (ગ્રેડ સી), જનર્લ મેનેજર (ગ્રેડ ઇ), ચીફ જનરલ મેનેજર (ગ્રેડ એફ), એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર્સની પોસ્ટ હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news