Job Recruitment: નોકરીની શોધમાં છો? આ રહી જનરલ ઇન્શ્યોરન્સના 4 અલગ-અલગ વિભાગમાં જોડાવવાની ઉત્તમ તક
જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના 4 અલગ-અલગ વિભાગમાં કુલ 44 પદ માટે ભરતી.ઓછી લાયકાતના આધારે કરવામાં આવી ભરતી કરાઈ. જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશનમાં મહારાષ્ટ્રના મુંબઈમાં જગ્યા પર ભરતી કરવામાં આવી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ કોરોના મહામારીના સમયમાં ભારતના અલગ-અલગ વિભાગમાં સતતપણે ભરતી પ્રકિયામાં ઘટાડો થયો હતો. જેથી યુવાઓને રોજગાર મળવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ ઘણાં લાબા સમય પછી જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં ભરતી કરવામાં આવી.
શૈક્ષણિક લાયકાત
જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં એકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં જનરલ અને OBCના ઉમેદવારને સ્નાતકમાં 60%થી વધુ ધરાવતા હોવા જોઈએ. અને SC/STના ઉમેદવારને 55%થી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. અન્ય 3 વિભાગ માટે પણ સ્નાતકની પદવી ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે. ઉમેદવારને કુલ 4 જગ્યાઓ માંથી 2 જગ્યાઓ પર અરજી કરવાની રહેશે.
પગાર ધોરણ
ઉમેદવારને ચારેય જગ્યાઓ પર પદના અનુસાર પગાર આપવામાં આવશે. ઉમેદવારને 32 હજારથી લઈને 65 હજાર સુધી પગાર આપવામાં આવશે. તેમાં પદના અનુસાર ભથ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
ઉમેદવારની પસંદગી પ્રકિયા
સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે. ઉમેદવાર કુલ ભારતના ગુજરાત સહિત અન્ય 8 રાજ્યોમાંથી અરજી કરી શકશે.
વય મર્યાદા
ઉમેદવારને જનરલ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં જોડાવવા માટે OBC અને જનરલના ઉમેદવારને 30 વર્ષ સુધીની વય માન્ય ગણાશે. જ્યારે ST અને SCના ઉમેદવારને 30 વર્ષ સુધીની વય માન્ય ગણાશે.
ઉમેદવાર અરજી કેવી રીતે કરી શકશે
ઉમેદવારને અરજી કરવા માટે https://gicofindia.in/ ની સાઈટ પરથી અરજી કરવાની રહેશે. ઉમેદવારને તારીખ 11થી 30 માર્ચ સુધીમાં અરજી કરવાની રહેશે. ઉમેદવારને 9 મેએ પરીક્ષા આપવાની રહેશે.
નોંધઃ
ઉમેદવારને સાઈટ પરથી ફોર્મ ડાઉનલોડ કરીને અરજી કરવાની રહેશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે