SBI Recruitment 2023: એસબીઆઈમાં પ્રોગ્રામ મેનેજર સહિત અન્ય પદો પર ભરતી, જલદી કરો અરજી
SBIએ પ્રોગ્રામ મેનેજર સહિત અન્ય વિવિધ પદ માટે ભરતી કરી છે. ભરતીમાં લાયક ઉમેદવારો કરી શકશે અરજી. રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવા માટે SBIની અધિકૃત વેબસાઇટ sbi.co.in પરથી કરવાની રહેશે અરજી.
Trending Photos
નવી દિલ્હીઃ SBIની ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ઉમેદવારો આની માટે 9 ફેબ્રુઆરી 2023 સુધી અરજી કરી શકશે. કુલ 9 જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવી છે.
SBIમાં ભરતી
વાઈસ પ્રેસીડેન્ટના પદ માટે 1 જગ્યા
પ્રોગ્રામ મેનેજર માટે 4 જગ્યા
મેનેજર ક્વાલિટી એન્ડ ટ્રેનિંગના પદ માટે 1 જગ્યા
કમાન્ડ સેન્ટર મેનેજરના પદ માટે 3 જગ્યા
SBIમાં ભરતી માટેની લાયકાત
વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રોગ્રામ મેનેજરના પદ માટે કોઈ પણ માન્ય યુનિવર્સિટીમાંથી BCA અથવા B.Sc ડિગ્રી કમ્પ્યુટર સાયન્સમાં અથવા B.Tech ડિગ્રી કમ્પ્યુટર સાયન્સનો કોર્સ કરેલો હોવો જોઈએ.
મેનેજરના પદ માટેની લાયકાત
મેનેજરના પદ માટે બેચલર અથવા માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. HR માં માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
કમાન્ડ સેન્ટર મેનેજર: બેચલર ડિગ્રી અથવા માસ્ટર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ. . ટેકનિકલ ક્ષેત્રમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
SBI ભરતી 2023: વય મર્યાદા
મેનેજર ક્વોલિટી એન્ડ ટ્રેનિંગ અને કમાન્ડ સેન્ટર મેનેજરની પોસ્ટ માટે મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ. વાઇસ પ્રેસિડેન્ટના પદ માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 50 વર્ષ અને પ્રોગ્રામ મેનેજરના પદ માટે 35 વર્ષ હોવી જોઈએ.
આ પણ વાંચોઃ Army Recruitment 2023: ભારતીય સેનામાં છે નોકરી, દર મહિને રૂ. 2.50 લાખ મળશે પગાર
SBI ભરતી 2023: પસંદગી પ્રક્રિયા
SBI આ ભરતી માટે શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવશે.
SBI ભરતી 2023: અરજી ફી
SBI ભરતી જનરલ કેટેગરી, EWS અને OBC કેટેગરીના ઉમેદવારોએ 750 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. બીજી તરફ, SC, ST અને દિવ્યાંગ વર્ગના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની રહેશે નહીં. એપ્લિકેશન ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા ચૂકવવાની રહેશે.
SBI ભરતી 2023: આ રીતે અરજી કરો
1. સૌપ્રથમ ઉમેદવારો SBI ની bank.sbi/web/careers પર જાય છે. ત્યાર બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની સૂચનાને વાંચી લો. ત્યાર બાદ છેલ્લે અરજી ફોર્મ ભરો અને ફી ચૂકવો અને સબમિટ બટન પર ક્લિક કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે