રાણી એલિઝાબેથના બકિંગહામ પેલેસમાં સોશિયલ મીડિયા મેનેજર તરીકે કરવી છે નોકરી?
Trending Photos
નવી દિલ્હી; આજકાલની જીંદગીમાં સોશિયલ મીડિયા જરૂરી ભાગ બની ગયો છે. જો તમને પણ સોશિયલ મીડિયા માટે કંન્ટેટ લખવું પસંદ છે અને જો તમને લાગે છે કે તમે એવી ઇંસ્ટાગ્રામ પોસ્ટ અથવા ટ્વિટ કરો છો જે વાયરલ થઇ શકે છે. તો તમે રાણી એલિઝાબેથ-2 માટે સોશિયલ મીડિયા મેનેજર બનીને કામ કરી શકો છો. જોકે રાણી એલિઝાબેથ-2 સોશિયલ મીડિયા મેનેજરની વેકેન્સી બહાર પાડી છે. તેમને આ પદ માટે એવો વ્યક્તિ જોઇએ જે તેમના મીડિયા એકાઉન્ટ પર એક્ટિવ રહે અને તેમની એક્ટિવિટીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપડેટ કરે છે.
સારા સેલેરી પેકેજની સાથે તમામ સુવિધાઓ પણ
તમે વિચારી રહ્યા હશો કે જો તમે આ પદ માટે અરજી કરું તો પસંદગી થતા શું મળશે. અમે તમને જણાવી દઇએ કે રાણી એલિઝાબેથની માફક સોશિયલ મીડિયા મેનેજરને સારા સેલેરી પેકેજની સાથે જ તમામ સુવિધાઓ પણ આપવામાં આવશે. અંતિમરૂપથી પસંદગી પામેલા સોશિયલ મીડિયા મેનેજરને રોયલ ફેમિલીનું સોશિયલ મીડિયા હેંડલ કરવું પડશે અને તમારે બકિંઘમ પેલેસમાં કામ કરવું પડશે. છે ને શાનાદરા નોકરી. ધ રોયલ હાઉસહોલ્ડ વેબસાઇટ પર ખાલી પદને 'ડિજિટલ કોમ્યુનિકેશન્સ ઓફિસર' તરીકે લિસ્ટેડ કરવામાં આવી છે.
દર અઠવાડિયે 37.5 કલાક નોકરી કરવી પડશે
પદ વિશે આપવામાં આવેલી જાણકારીમાં જણાવવામાં આવ્યું છે કે સંબંધિત પદ માટે દર અઠવાડિયે 37.5 કલાકની નોકરી પડશે. આ એક કાયમી નોકરી છે. સાથે જ જણાવવામાં આવ્યું છે કે સંબંધિત પદ માટે વાર્ષિક પદ માટે વાર્ષિક લગભગ 26.5 લાખ રૂપિયા ((30 હજાર યૂરો)ની ચૂકવણી કરવામાં આવશે. સેલરી પેકેજ અરજીના અનુભવના આધારે નક્કી કરવામાં આવશે. આ જોબમાં બીજી ઘણી સુવિધાઓ આપવામાં આવશે. આ સુવિધાઓમાં 15 ટકા પેંશન સ્કીમ (6 મહિના બાદ) દર વર્ષે 33 રજાઓ અને ફ્રી લંચ પણ સામેલ છે.
નોકરી માટે જાહેર કરવામાં આવેલી જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે સંબંધિત પદ માટે તે વ્યક્તિની પસંદગી કરવામાં આવશે. જેના કન્ટેંટને મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા હોય. નોકરી 'સાર્વજનિક દ્વષ્ટિએ વિશ્વ મંચ પર રાણીની ઉપસ્થિતિ બનાવી રાખવા નવી રીત શોધવા વિશે પણ છે. નોકરીના વિસ્તાર વિશે જણાવ્વામાં આવ્યું છે કે કે તમને સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ માટે કન્ટેંટ તૈયાર કરવું પડશે. તેમાં અમારી નવી લોન્ચ થયેલી વેબસાઇટ પણ સામેલ છે. આ ઉપરાંત રિસર્ચ અને ફીચર આર્ટિકલ પણ લખવા પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે