IOCL Jobs: ઈન્ડિયન ઓઈલમાં નીકળી 106 પોસ્ટ માટે ભરતી, જાણો યોગ્યતા અન પગાર ધોરણ

ઈન્ડિયન ઓઈલે કોન્ટ્રાક્ટના આધારે કુલ 106 એક્ઝિક્યુટીવ લેવલના પદ પર ભરતી બહાર પાડી છે. તેના માટે અરજી પ્રક્રિયા ચાલુ છે. ઈચ્છુક ઉમેદવાર 22 માર્ચ સુધી આ પદ માટે ઓનલાઈન અરજી કરી શકે છે.

IOCL Jobs: ઈન્ડિયન ઓઈલમાં નીકળી 106 પોસ્ટ માટે ભરતી, જાણો યોગ્યતા અન પગાર ધોરણ

નવી દિલ્લી: ઈન્ડિયન ઓઈલમાં વિવિધ જગ્યા માટે ભરતી છે. એવામાં યુવાઓની પાસે IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક છે. જોકે IOCLએ કોન્ટ્રાક્ટના આધારે કુલ 106 એક્ઝિક્યુટીવ લેવલના પદ પર ભરતી બહાર પાડી છે. તેના માટે માટે અરજી પ્રક્રિયા ચાલુ છે. ઈચ્છુક ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ iocl.comના માધ્યમથી આ પદ માટે ઓનલાઈન અરજી કરી શકે છે. 

અરજી કરવાની છેલ્લી તારીખ:
એક્ઝિક્યુટીવ પદ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 22 માર્ચ 2023 છે.

ભરતીની ડિટેઈલ:
આ ભરતી અભિયાન 106 જગ્યાને ભરવા માટે આયોજિત કરવામાં આવી રહ્યું છે. તેમાંથી એક્ઝિક્યુટીવ લેવલ 1ની કુલ 96 જગ્યા ખાલી છે. જ્યારે એક્ઝિક્યુટીવ લેવલ 2ની 10 જગ્યા ભરવામાં આવશે.

ઉંમર મર્યાદા:
એક્ઝિક્યુટીવ લેવલ 1 પદ માટે અરજી કરનારા ઉંમેદવારોની મહત્તમ ઉમર 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. જ્યારે એક્ઝિક્યુટીવ લેવલ 2 પદ માટે મહત્તમ મર્યાદા વર્ષ 45 વર્ષ  હોવી જોઈએ.

આવી રીતે અરજી કરો:
સૌથી પહેલાં ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ iocl.com પર જાઓ.
તેના પછી કેરિયર ટેબ પર ક્લિક કરો
ઉમેદવાર ભરતી માટે પોતાનું અરજી ફોર્મ ભરી દો
હવે બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દો
તેના પછી અરજી ફીની ચૂકવણી કરો
અરજી ફોર્મંને ચેક કરો અને સબમિટ કરી દો
ભવિષ્યના સંદર્ભ માટે એક કોપી પ્રિન્ટ કરી લો.

આ સરનામા પર મોકલવું પડશે અરજી ફોર્મ:
ઉમેદવારે ઓનલાઈન અરજીની પ્રિન્ટઆઉટ કાઢી લેવાની રહેશે. તેની સાથે મહત્વપૂર્ણ દસ્તાવેજોની પ્રમાણિત કોપી અને હાલમાં જ રંગીન પાસપોર્ટ સાઈઝનો ફોટો ચોંટાડવાનો રહેશે. અરજી ફોર્મમાં આપવામાં આવેલ જગ્યા પર સહી કરવાનું ન ભૂલશો. હવે તેને નીચેના લખેલા સરનામા પર મોકલી આપો.

સરનામું: વિજ્ઞાપનદાતા, લોધી રોડ, નવી દિલ્લી, 110003, પોસ્ટ બોક્સ નંબર 3096, મુખ્ય પોસ્ટ ઓફિસ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news