12મું પાસ છો તો ભારતીય વાયુસેનામાં નોકરીની શાનદાર તક, 3500 જગ્યાઓ પર થશે ભરતી
Indian Air Force Agniveer Vayu Recruitment 2023 : જો તમારામાં સરકારી નોકરીની સાથે દેશની સેવા કરવાનો જુસ્સો છે, તો તમારા માટે આ એક મોટી તક હોઈ શકે છે. કારણ કે ભારતીય વાયુસેનાએ અગ્નિવીર વાયુની જગ્યાઓ પર ભરતી માટે અરજીઓ માંગી છે.
Trending Photos
Indian Air Force Agniveer Vayu Recruitment 2023: 12મું પાસ કરી ચૂકેલા અને ઈન્ડિયન એરફોર્સમાં જોડાવા ઈચ્છતા યુવાનો માટે આ એક મોટી તક છે. કારણ કે ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુ ભરતીની જગ્યાઓ પર નોકરી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સૂચના અનુસાર, આ ભરતી દ્વારા, વિભાગ કુલ 3500 પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી કરશે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો વિભાગની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા 27 જુલાઈ 2023થી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 ઓગસ્ટ 2023 છે. એ પણ જાણી લો કે આ અરજી પ્રક્રિયા ઓનલાઈન છે. ઑફલાઇન અથવા અન્ય કોઈપણ માધ્યમથી કરવામાં આવેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં અને આવી અરજીઓને નકારી કાઢવામાં આવશે. એપ્લિકેશન સંબંધિત અન્ય માહિતી નીચે આપેલ છે.
શૈક્ષણિક લાયકાત
ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુની જગ્યાઓ પર ભરતી માટે, ઉમેદવાર માટે કોઈપણ માન્ય સંસ્થા/બોર્ડ/યુનિવર્સિટીમાંથી 12મું પાસ હોવું ફરજિયાત છે.
વય મર્યાદા
ભારતીય વાયુસેના અગ્નિવીર ભારતી માટે, ઉમેદવારની ઉંમર લઘુત્તમ 17 વર્ષ અને મહત્તમ 19 વર્ષ હોવી જોઈએ એટલે કે 27 જૂન 2003 થી 27 ડિસેમ્બર 2006 ની વચ્ચે જન્મેલો હોવો જોઈએ. બીજી તરફ અનામત વર્ગના ઉમેદવારોને સરકારના નિયમો મુજબ મહત્તમ વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
અરજી ફી
ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે અરજી કરનાર તમામ કેટેગરીના ઉમેદવારોએ 250 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે.
ઉમેદવારોની પસંદગી કેવી રીતે થશે
ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, શારીરિક કસોટી, દસ્તાવેજની ચકાસણી અને તબીબી પરીક્ષાના આધારે કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે વાયુસેનામાં અગ્નિવીર વાયુની પોસ્ટ માટે લેખિત પરીક્ષામાં તમામ પ્રશ્નો માટે એક માર્ક આપવામાં આવશે. આ પરીક્ષામાં 0.25 માર્ક્સનું નેગેટિવ માર્કિંગ હશે.
કેવી રીતે અરજી કરવી
ભારતીય વાયુસેનામાં અગ્નિવીર વાયુની જગ્યાઓ માટે અરજી કરવા માટે, સૌ પ્રથમ વિભાગની સત્તાવાર વેબસાઇટ, careerairforce.nic.in પર જાઓ. જ્યાં ભરતી લિંક પર ક્લિક કરો તે પછી વ્યક્તિગત વિગતો દાખલ કરો અને સબમિટ કરો. ત્યાર બાદ યુઝર આઈડી અને પાસવર્ડ બનાવીને લોગઈન કરો. આ પછી ફોર્મ ભરો અને સબમિટ કરો. ત્યાર બાદ ફોર્મની ફી અને માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો અને છેલ્લે સબમિટ કરો. સબમિશન માટે ફોર્મની નકલ લેવાનું ભૂલશો નહીં.
આ પણ વાંચો:
તથ્ય પટેલ જેવા વધુ એક નબીરાએ અકસ્માત સર્જયો, મણિનગરમાં દારૂ પીને ગાડી હંકારી
Tomato Price: બસ હવે આટલા દિવસ જોઈ લો રાહ, આ દિવસથી મળશે 30 રૂપિયે કિલો ટમેટા
મારી ડ્યુટી પૂરી, હુ પ્લેન નહિ ઉડાડું : પાયલોટની હઠને કારણે રાજકોટથી ફ્લાઈટ ન ઉડી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે