government jobs: UPSC Notification 2020 યુપીએસસી સેવા આયોગનું નોટિફિકેશન જારી, 796 જગ્યા માટે થશે ભરતી

government jobs: સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવાર યૂપીએસસી આઈએએસ નોટિફિકેશન 2020 પંચની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પરથી ડાઉનલોડ કરી શકે છે. 

government jobs: UPSC Notification 2020 યુપીએસસી સેવા આયોગનું નોટિફિકેશન જારી, 796 જગ્યા માટે થશે ભરતી

નવી દિલ્હીઃ UPSC IAS Notification 2020: સંઘ લોક સેવા આયોગ (UPSC)એ ભારતીય સિવિલ સેવા (IAS) અને ભારતીય વન સેવા (IFS) માટે આયોજીત થનારી સિવિલ સેવા (પ્રારંભિક) પરીક્ષા, 2020 માટે સંયુક્ત સૂચના (સં. 05/2020- સીએસપી) આજે, 12 ફેબ્રુઆરીએ જાહેરાત કરી દીધી છે. નોટિફિકેશન જારી થવાની સાથે સિવિલ સેવા પ્રિલિમ પરીક્ષા 2020 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયાનો પણ પ્રારંભ થઈ ગયો છે. સિવિલ સેવા પ્રિલિમ પરીક્ષા માટે 3 માર્ચ 2020ના સાંજે 6 કલાક સુધી અરજી કરી શકાય છે. 

સિવિલ સેવા પરીક્ષાની તૈયારી કરી રહેલા ઉમેદવાર યૂપીએસસી આઈએએસ નોટિફિકેશન 2020 પંચની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પરથી ડાઉનલોડ કરી શકે છે. તો ઓનલાઇન અરજી માટે ઉમેદવારો સત્તાવાર એપ્લીકેશન પોર્ટલ, upsconline.nic.in પર વિઝિટ કરી શકે છે. 

સિવિલ સેવા પરીક્ષા અંતર્ગત બે તબક્કા- પ્રારંભિક પરીક્ષા તથા મુખ્ય પરીક્ષામાં પસંદગીની પ્રક્રિયા પૂરી કરવાની છે. પ્રથમ તબક્કાની પ્રારંભિક પરીક્ષામાં એમસીક્યૂ ટાઇપ બહુવિકલ્પ પ્રશ્નો હશે. પ્રિલિમ પાસ કરનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકશે. મુખ્ય પરીક્ષામાં આયોગ દ્વારા ફરજીયાક અને વૈકલ્પિક વિષયોના પશ્ન પત્રો હશે અને ત્યારબાદ ઉમેદવારને ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. સિવિલ સેવા મુખ્ય પરીક્ષા (લેખિત તથા ઈન્ટરવ્યૂ)ના માર્ક્સના આધાર પર બનેલા રેન્ક લિસ્ટ અનુસાર ઉમેદવારોનું અંતિમ પરિણામ જાહેર કરવામાં આવશે.

યૂપીએસસી દ્વારા વર્ષ 2020 માટે પૂર્વમાં જારી પરીક્ષા કાર્યક્રમ અનુસાર, યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષા 2020 નોટિફિકેશન જારી થવાની સાથે અરજી પ્રક્રિયા પણ શરૂ થવાનું નક્કી થયું છે. 

યૂપીએસસી કેલેન્ડર અનુસાર બંન્ને પરીક્ષાઓ માટે સંયુક્ત રૂપથી અરજી કરવાની અંતિમ તારીખ 3 માર્ચ 2020 છે. યૂપીએસસી દ્વારા 31 મે, 2020ના પ્રિલિમ પરીક્ષા લેવાશે. સિવિલ સેવા મુખ્ય પરીક્ષાનું આયોજન 18 સપ્ટેમ્બર 2020ના રોજ થશે. 

સંઘ લોક સેવા આયોગ દર વર્ષે વિભિન્ન અખિલ ભારતીય સેવાઓ માટે ઉમેદવારોની પસંદગી સિવિલ સેવા પરીક્ષાના માધ્યમથી કરે છે. જે સેવાઓ માટે યૂપીએસસી સિવિલ સેવા પરીક્ષા દ્વારા પસંદગી કરવામાં આવે છે. તેમાંથી નીચેની પરીક્ષાઓ મુખ્ય છે. 

ભારતીય વહીવટી સેવા
ભારતીય વિદેશી સેવા
ભારતીય પોલીસ સેવા

ભારતીય મહેસૂલ સેવા
ભારતીય ટપાલ સેવા
ભારતીય ટપાલ અને વાયર એકાઉન્ટિંગ સેવા

ભારતીય રેલ્વે ટ્રાફિક સેવા
ભારતીય રેલ્વે એકાઉન્ટિંગ સેવા
ભારતીય રેલ્વે કર્મચારી સેવા

ભારતીય સિવિલ એકાઉન્ટ્સ સેવા
ભારતીય માહિતી સેવા
ભારતીય વેપાર સેવા

ભારતીય સંરક્ષણ એકાઉન્ટ્સ સેવા
ભારતીય સંરક્ષણ એસ્ટેટ સેવા
ભારતીય કોર્પોરેટ કાયદા સેવા

ભારતીય ઓર્ડનન્સ ફેક્ટરી સેવા
સશસ્ત્ર દળનું મુખ્ય મથક સિવિલ સર્વિસ
અન્ય

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news