GAIL Recruitment 2023: ગેઈલ ઈન્ડિયામાં નીકળી ભરતી, પગાર 60,000 રૂપિયાથી વધુ, જાણો વિગતો

GAIL Recruitment 2023: નોકરીની શોધ કરી રહેલા યુવાઓ માટે મોટા સમાચાર છે. ગેઈલ ઈન્ડિયા લિમિટેડ (GAIL) તરફથી એક્ઝીક્યુટિવ ટ્રેઈનીના પદો પર ભરતી કરવામાં આવી રહી છે. ભરતી માટે અરજી કરનારા અભ્યર્થીઓની વધુમાં વધુ ઉંમર 26 વર્ષ હોવી જોઈએ. એટલે કે 26 વર્ષ સુધીના યુવાઓ અરજી કરી શકશે. જો કે ભારત સરકારના નિયમો મુજબ અનામત વર્ગના અભ્યર્થીઓને ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે. 

GAIL Recruitment 2023: ગેઈલ ઈન્ડિયામાં નીકળી ભરતી, પગાર 60,000 રૂપિયાથી વધુ, જાણો વિગતો

GAIL Recruitment 2023: નોકરીની શોધ કરી રહેલા યુવાઓ માટે મોટા સમાચાર છે. ગેઈલ ઈન્ડિયા લિમિટેડ (GAIL) તરફથી એક્ઝીક્યુટિવ ટ્રેઈનીના પદો પર ભરતી કરવામાં આવી રહી છે. આ ભરતી માટે ઈચ્છુક અને યોગ્ય અભ્યર્થી ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકે છે. 

અરજી કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે. આવામાં સલાહ આપવામાં આવે છે કે અરજી નિર્ધારિત તારીખ સુધીમાં કરી દેવી જેથી કરીને કોઈ મહત્વપૂર્ણ સૂચના છૂટી ન જાય. બહાર પડેલા નોટિફિકેશન મુજબ આ ભરતી દ્વારા ગેઈલ ઈન્ડિયામાં ટ્રેઈની એક્ઝીક્યુટિવના કુલ 47 પદો માટે નિયુક્તિ કરવામાં આવશે. વધુ જાણકારી અભ્યર્થી નોટિફિકેશનમાં જઈને મેળવી શકે છે. આ સાથે જ અભ્યર્થીને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી નિર્ધારિત તારીખ સુધીમાં કરી નાખે. કારણ કે ત્યારબાદ અરજી વિન્ડો બંધ કરી દેવામાં આવશે. આ ઉપરાંત એવી પણ સલાહ છે કે અરજી ફોર્મમાં કોઈ જાણકારી અધૂરી ન આપો અને ખોટી ન આપો. કારણ કે ખોટી રીતે ભરેલા ફોર્મ પણ કંપની તરફથી રિજેક્ટ કરી દેવામાં આવશે. 

મહત્વપૂર્ણ તારીખ
- ભરતી માટે અરજી 14 ફેબ્રુઆરી 2023થી કરવામાં આવી રહી છે. 
- અરજી કરવા માટેની છેલ્લી તારીખ 15 માર્ચ 2023 છે. 

ઉંમર મર્યાદા
ભરતી માટે અરજી કરનારા અભ્યર્થીઓની વધુમાં વધુ ઉંમર 26 વર્ષ હોવી જોઈએ. એટલે કે 26 વર્ષ સુધીના યુવાઓ અરજી કરી શકશે. જો કે ભારત સરકારના નિયમો મુજબ અનામત વર્ગના અભ્યર્થીઓને ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે. 

પસંદગી પ્રક્રિયા
અભ્યર્થીની પસંદગી ગેટ સ્કોરના આધાર પર કરવામાં આવશે. વધુ જાણકારી અભ્યર્થી ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પ્રાપ્ત કરી શકે છે. 

સેલરી
પસંદગી પામેલા અભ્યર્થીઓને 60,000-180000 રૂપિયા સુધીનો પગાર આપવામાં આવશે. અલગથી અન્ય ભથ્થા પણ આપવામાં આવશે. 

આ રીતે કરો અરજી
- સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ gailonline.com પર જાઓ. 
- ત્યારબાદ કરિયર ઓપ્શન લિંક પર જાઓ. 
- પર્સનલ ડિટેલ્સ દાખલ કરીને રજિસ્ટ્રેશન કરો અને સબમિટ કરો. 
- ગેઈલ ટ્રેઈની એક્ઝીક્યુટિવનું ફોર્મ ભરો.
- ફી જમા કરો અને ફાઈનલ સબમિટ કરો. 
- ફોર્મની એક કોપી ડાઉનલોડ કરીને તમારી પાસે રાખો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news