BOB Jobs: બેંક ઓફ બરોડામાં નિકળી વેકન્સી, 10 મે સુધી છે તક, આ રીતે થશે પસંદગી

BOB Jobs 2024: બેંક ઓફ બરોડામાં સુપરવાઇઝરના પદો ભરતી નિકળી છે. જો તમે પણ અહીં નોકરી કરવા માંગો છો અને સંબંધિત યોગ્યતા ધરાવો છો, મોડું કર્યા વિના તાત્કાલિક એપ્લાય કરો. તમારા માટે સરકારી નોકરીની સારી તક છે. 

BOB Jobs: બેંક ઓફ બરોડામાં નિકળી વેકન્સી, 10 મે સુધી છે તક, આ રીતે થશે પસંદગી

Bank of Baroda Recruitment 2024: બેંકમાં સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે સારી તક છે. બેંક ઓફ બરોડાએ વેકેન્સી નિકાળી છે. આ ભરતી અંતર્ગત બેંક ઓફ બરોડામાં સુપરવાઇઝરની ઘણી ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા ચાલુ છે. ઇચ્છુક ઉમેદવારોની બેંકની ઓફિશિયલ વેબસાઇટ bankofbaroda.in પર જઇને ઓનલાઇન અરજી કરી શકે છે. અહી6 અમે તમને આ વેકેન્સી સાથે જોડાયેલી તમામ જરૂરી ડિટેલ્સ આપવા જઇ રહ્યા છીએ. 

અરજી કરવાની છેલ્લી તારીખ
જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ 10 મે પહેલા અરજી કરી શકે છે. ત્યારબાદ અરજી પ્રક્રિયા બંધ થઈ જશે. અરજી પ્રક્રિયા પૂરી થવામાં માત્ર થોડા દિવસો બાકી છે, એવામાં ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તાત્કાલિક તેમના ફોર્મ ભરી દે. 

વય મર્યાદા
ઉમેદવાર જે પણ બેંક ઓફ બરોડામાં આ પદો પર અરજી કરવા માંગે છે. તેમની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઇએ, જ્યારે વધુમાં વધુ ઉંમર 65 વર્ષ નક્કી કરવામાં આવી છે. 

અરજી કરવા માટે યોગ્યતા
બેંક ઓફ બરોડામાં સુપરવાઈઝરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા સ્નાતક હોવા જોઈએ. આ સંબંધમાં વધુ વિગતો જાણવા માટે, કૃપા કરીને અરજી કરતા પહેલા એકવાર ઓફિશિયલ નોટિફિકેશન જરૂર ચેક કરી લો. 

આ રીતે થશે પસંદગી
બેંક ઓફ બરોડાની આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યુંના આધાર પર કરવામાં આવશે. 

આટલી મળશે સેલરી
સત્તાવાર નોટિફિકેશનના અનુસાર આ પદો પર પસંદગી પામેલા ઉમેદવારોને સેલરી તરીકે દર મહિને 25,000 રૂપિયા આપવામાં આવશે. 
 
Bank of Baroda Recruitment 2024 નોટિફિકેશન લિંક જોવા માટે અહીં ક્લિક કરો
Bank of Baroda Recruitment 2024 અરજી લિંક જોવા માટે અહીં ક્લિક કરો. 

આ રીતે કરો અરજી
ભરતી નોટિફિકેશનના અનુસાર ઉમેદવારને અરજી ફોર્મને ભરીને સંબંધિત ડોક્યુમેન્ટ્સ સાથે આપવામાં આવેલા અડ્રેસ પર મોકલવું પડશે. 
એડ્રેસ છે- આસિસ્ટન્ટ જનરલ મેનેજર, બેંક ઓફ બરોડા, ક્ષેત્રીય કાર્યાલય, બરોડ સિટી રીઝન II, ગ્રાઉન્ડ ફ્લોર, સૂરજ પ્લાઝા 1, સયાજીગંજ, બરોડા-  390005

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news