Zee Sammelan: અગ્નિપથ યોજના વિશે યુવાઓમાં આશંકા મુદ્દે જાણો રાજનાથ સિંહે શું કહ્યું?

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઝી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ Zee Sammelan 2022 માં અગ્નિપથ યોજના વિશે પણ વાત  કરી. હાલના દિવસોમાં અગ્નિપથ યોજના અંગે દેશના અનેક રાજ્યોમાં હિંસા ભડકી હતી. 
Zee Sammelan: અગ્નિપથ યોજના વિશે યુવાઓમાં આશંકા મુદ્દે જાણો રાજનાથ સિંહે શું કહ્યું?

Rajnath Singh on Agnipath Scheme: રક્ષામંત્રી રાજનાથ સિંહે ઝી ન્યૂઝના વિશેષ કાર્યક્રમ Zee Sammelan 2022 માં અગ્નિપથ યોજના વિશે પણ વાત  કરી. હાલના દિવસોમાં અગ્નિપથ યોજના અંગે દેશના અનેક રાજ્યોમાં હિંસા ભડકી હતી. 

રક્ષામંત્રી રાજનાથ સિંહે કહ્યું કે અગ્નિવીરો પર જે કહેવાઈ રહ્યું છે કે ચાર વર્ષ બાદ તેમનું શું થશે? તે અંગે આશ્વાસન આપવા માંગીએ છીએ કે ચાર વર્ષ બાદ તેમને એડજસ્ટ કરવાની કોશિશ થશે. અગ્નિવીરોની નિયુક્તિ પર બે વર્ષ સુધી  ચર્ચા થઈ છે. જ્યારે પણ દશમાં કોઈ નવી યોજના આવે છે તો લોકોના મનમાં અનેક પ્રકારની આશંકાઓ હોય છે. પરંતુ જે પણ મુશ્કેલીઓ તેમા આવશે તેના પર ચર્ચા કરવામાં આવી છે. જો કે આ સાથે એવું પણ કહેવા માંગીશકે શું લાખો ખર્ચ કર્યા બાદ જ્યારે આપણે બીટેક કે મેડિકલમાં ડિગ્રી લઈએ છીએ ત્યારબાદ જોબની ગેરંટી હોય છે? તેનો જવાબ છે ના નથી હોતી. 

તેમણે  કહ્યું કે આમ છતાં સરકારે એ સુનિશ્ચિત  કરવાની કોશિશ કરી રહી છે કે ચાર વર્ષની સેવા બાદ નોકરી માટે ઈચ્છુક અગ્નિવીરોને યોગ્ય રીતે એડજસ્ટ કરવામાં આવે. આવનારા સમયમાં આ અંગે તમને જોવા મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news