પોલીસની નોકરી માટે ઘેલુ યુવાધન: LRDની 9000 જગ્યા માટે 9 લાખ ઉમેદવાર! કારણ છે ચોંકાવનારૂ

આજનાં યુવાનોમાં દબંગ, ચુલબુલ પાંડે કે સિંઘમ બનાવી આટલી તીવ્ર ઇચ્છા પાછળનું કારણ છે મનોવૈજ્ઞાનિક

પોલીસની નોકરી માટે ઘેલુ યુવાધન: LRDની 9000 જગ્યા માટે 9 લાખ ઉમેદવાર! કારણ છે ચોંકાવનારૂ

અમદાવાદ : રાજ્યનાં દરેક નોકરી ઇત્છુકો માટે સરકારી નોકરી મેળવવાની એક અલગ ચાહના હોય છે. સરકારી મોભો અને સુખ સુવિધાથી  અંજાયેલો આજનો યુવા વર્ગ સ્ટ્રગલ લાઈફ નથી જીવવા માંગતો. જેનું ઉત્તમ ઉદાહરણ  છે હાલમાં લોકરક્ષક દલની પરીક્ષા માટે ભરયેલા ફોર્મની સંખ્યા. માત્ર 9 હજાર ની ભરતી માટે 8 લાખથી વધુ લોકોએ ભરેલા ફોર્મ પરથી જ સરકારી નોકરી માટેની ચાહનાનો અંદાજ લગાવી શકાય છે. આ બેરોજગારીનો આંકડો નહિ પણ સરકારી નોકરી મેળવવા માટેની યુવાનોમાં લાગેલી હોળ ચોક્કસ કહી શકાય. શા માટે યુવાનો સરકારી નોકરી માટે લગાવી રહ્યા છે.

સ્પર્ધાત્મક પરીક્ષા આપવા યુવાવર્ગમાં પડાપડી 
ગણતરીની ભરતી માટે પણ ભરી રહ્યા છે લાખો લોકો ફોર્મ સરકારી નોકરી માટે કેમ યુવાવર્ગ લગાવી રહ્યો છે હોળ. ઉચ્ચ અભ્યાસુઓ પણ મેળવવા ઈચ્છી રહ્યા છે સરકારી નોકરી દરેક ને બનવું છે. દબંગ સિંઘમ  અને ચુલબુલ પાંડે. તાજેતરમાજ  લોકરક્ષક દળની પરીક્ષા માટે  8 લાખ ૭૬ હજાર યુવક યુવતીઓએ ફોર્મ ભર્યા હતા.

જોકે ભરતી માત્ર ૯૭૧૩ લોકો માટે જ કરવાની જાહેરાત રાજ્યસરકાર દ્વારા કરવામાં આવી હતી. પણ કોણ જાને કેમ સરકારી નોકરી મેળવવાની  ઈચ્છા દરેક ને હોય છે. કેમ કે સરકારી તો સરકારી છે. સરકારી લાભો લેવા કોને નાં ગમે ?  કદાચ એટલા માટે જ યુવાનોમાં સરકારી નોકરી મેળવવાની ઘેલછા હોય છે. સરકારી નોકરી માટે લોકો કેમ પડાપડી કરી રહ્યા છે તે જાણવા અમારી ટીમે પ્રયાસ કર્યો અને સંપર્ક કર્યો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા એક એકેડમીનો અને જાણવા મળ્યું કે  માત્ર બેરોજગાર નહી પણ સુખ સુવિધાવાળી લાઈફ મેળવવા ઈચ્છતા લોકો પણ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે. 

તો યુવા વર્ગની પણ ઈચ્છા એવા એવા સન્માન સાથે નોકરી મેળવવાની છે કે જ્યાં મોભો અને માન મળે. સુખ સુવિધા મળે અને સતત પોતાની પ્રગતી પણ થતી હોય. એટલા માટે જ કદાચ પોલીસ ખાતાની ભરતી વખતે સૌથી વધુ લોકોએ ફોર્મ ભર્યા હોય તેવું જોવા મળતું  હોય છે. બેંક કે અન્ય ક્લાર્કની નોકરી સરકારી જ નોકરી હોય છે પણ તેમાં કામનાં કલાકો અને સતત વધતું પ્રેસરનાં કારણે લોકો પોલીસ ખાતામાં નોકરી કરવા વધુ પસદ કરતા હોય છે.

સરકારી નોકરી કરી ચુકેલા અને હાલમાં રીટાયર્ડ પોલીસ અધિકારીનો પણ આ અંગે અભીપ્રાય જાણવા પ્રયાસ કર્યો તો સામે આવ્યું કે પોલીસકર્મીની નોકરીમાં એટલી સુખ સુવિધાઓ નોહતી જેટલી હાલમાં મળે છે જેને લઇ યુવાઓમાં સરકારી નોકરીનો ક્રેઝ  જોબ સેફટી માટે પણ હોઈ શકે એટલે હવે એ વાત સ્પસ્ટ થઇ ગઈ કે સરકારી નોકરી માટે અભ્યાસનું સામાન્ય સ્તર એક માત્ર સરકારી નોકરી મેળવવાનું કારણ હોઈ શકે છે ત્યારે સૌથી વધુ સરકારી નોકરીમાં પ્રમોશન મળે તે પણ સરકારી ખાતા માં તે સૌ કોઈને ગમે. તો બીજી તરફ ભરતી પ્રકિયાનો ગેપ પણ હવે પુરાઈ રહ્યો છે એપણ વાસ્તવિકતા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news