આઝાદ ભારતના પહેલા PM ને તો જાણતા જ હશો, પરંતુ શું તમને ખબર છે કેબિનેટ મંત્રી કોણ હતા?

India after Independence: આવો યાદ કરીએ તે ભારતને જેણે આઝાદીની આ હવા નવી-નવી જોઈ હતી. ભારત 15 ઓગસ્ટ 1947 ના આઝાદ તો થયો હતો, પરંતુ કોઈપણ દેશને ચલાવવા માટે એક સરકારની જરૂરીયાત હોય છે જે દેશહિત અને જનતાના હિતમાં નિર્ણય લઈ શકે.

આઝાદ ભારતના પહેલા PM ને તો જાણતા જ હશો, પરંતુ શું તમને ખબર છે કેબિનેટ મંત્રી કોણ હતા?

India after Independence: ભારતને આઝાદી મળ્યાને 75 વર્ષ થવા જઈ રહ્યા છે. આ વર્ષે 15 ઓગસ્ટના ભારત પોતાની આઝાદીનો 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવશે. આ વખતે સ્વતંત્રતા દિવસ ઘણો ખાસ થવા જઈ રહ્યો છે. સરકાર આ દિવસને ખાસ બનાવવા માટે ઘણો પ્રયાસ પણ કરી રહી છે. એક વર્ષ પહેલા આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.

આવો યાદ કરીએ તે ભારતને જેણે આઝાદીની આ હવા નવી-નવી જોઈ હતી. ભારત 15 ઓગસ્ટ 1947 ના આઝાદ તો થયો હતો, પરંતુ કોઈપણ દેશને ચલાવવા માટે એક સરકારની જરૂરીયાત હોય છે જે દેશહિત અને જનતાના હિતમાં નિર્ણય લઈ શકે. 1947 માં જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો તે ભારતના પ્રથમ પ્રધાનમંત્રી તરીકે પંડિત જવાહરલાલ નહેરૂને પસંદ કરવામાં આવ્યા. પરંતુ શું તમે જાણો છો કે આઝાદ ભારતનું પહેલા મંત્રીમડળ કેવું હતું? આવો તમને આ વિશે વિસ્તારમાં જણાવીએ છીએ...

આ હતા આઝાદ ભારતના પહેલા કેબિનેટ મંત્રી
આ તો બધા જ જાણે છે કે પહેલા પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરુ બન્યા હતા, પરંતુ તે દોરમાં સરદાર વલ્લભ ભાઈ પટેલનો પણ મહત્વનો રોલ હતો. તેથી તેમને ડેપ્યુટી પ્રધાનમંત્રી બનાવવાની સાથે ગૃહ મંત્રાલયની પણ જવાબદારી સોંપવામાં આવી હતી. તેમની ઉપરાંત ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને ખાદ્ય અને કૃષિ મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. ત્યારે રેલ અને પરિવહન વિભાગ ડોક્ટર જોન મથાઈને સોંપવામાં આવ્યું હતું. સરદાર બલદેવ સિંહને રક્ષા મંત્રી બનાવવામાં આવ્યા હતા.

નાણા મંત્રાલયની જવાબદારી આર. કે. શનમુખમ શેટ્ટીને સોંપવામાં આવી હતી. આ ઉપરાંત ભીમરાવ આંબેડકરને કાયદા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. રાજકુમારી અમૃત કોરને સ્વાસ્થ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. જનસંઘના સંસ્થાપક ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને પુરવઠા વિભાગ સોંપવામાં આવ્યું હતું. જગજીવન રામને શ્રમ મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. સંચાર મંત્રી તરીકે રફી અહમદ કિદવઈને પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારે ખાણ અને ઉર્જા મંત્રાલય વી એન ગાડગીલને સોંપવામાં આવ્યું હતું.

જ્યારે નબળા પડ્યા અંગ્રેજો
તમને જણાવી દઈએ કે, બીજા વિશ્વ યુદ્ધ બાદ અંગ્રેજો ઘણા નબળા થઈ ગયા હતા. તે ભારતને ગુલામ બનાવવા માટે સક્ષમ ન હતા. આ તે દોર હતો જ્યારે ભારતના લોકોમાં આઝાદીની આગ પણ ઝડપથી સળગી રહી હતી. તે મુશ્કેલ સમયને જોતા અંગ્રેજોએ ભારતને છોડવાનો નિર્ણય કર્યો હતો.

આઝાદી પહેલા જ બની ગઈ હતી વચગાળાની સરકાર
વર્ષ 1946 માં ભારતને આઝાદ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ સંપૂર્ણ રીતે આપણો દેશ આઝાદ થયો નહીં. જોકે, ભારતને આઝાદી મળ્યા પહેલા 2 સપ્ટેમ્બર 1946 ના વચગાળાની સરકાર પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા બનાવવામાં આવી હતી. આ વચગાળાની સરકારમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, રામગોપાલચારી, આસફ અલી, શરદ ચંદ્ર બોઝ, જોન મથાઈ, જગજીવન રામ, અલી ઝાહિર અને સીએચ ભાભા સામેલ હતા. પરંતુ તે સમયે દેશમાં એક તરફ કોમી રમખાણો જગ્યા જગ્યાએ થઈ રહ્યા હતા.

અલગ દેશની માંગ
દેશમાં મુસ્લિમ લીગે એક અલગ આગ લગાવી હતી. મુસ્લિમ લીગે નવો દેશ બનાવવાની માંગ કરી અને આ સાથે જ મુસ્લિમોએ નવો દેશ બનાવવા માટે અભિયાન ચલાવવાની જાહેરાત કરી. જે બાદ દેશના દરેક ખુણે હિન્દુ- મુસ્લિમ પરસપર એકબીજાને કાપતા રહ્યા. ત્યારે બીજી તરફ ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધી આ તમામ કોમી રમખાણોને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ જિન્નાહ અલગ જ રોટલા શેકી રહ્યા હતા. તેમની માંગ હતી કે મુસ્લિમોને અલગ દેશ મળે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news