વડોદરામાં લોકો કેમ નથી લઈ રહ્યા કોરોનાનો બૂસ્ટર ડોઝ! આ રહી સૌથી મોટી હકીકત

COVID-19 Booster Dose: કોરોના વાયરસથી બચવા મોટાભાગના લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા છે, પરંતુ વેક્સિનનો પ્રીકોશન ડોઝ લેવામાં લોકો આળસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે 15 જુલાઈ થી 30 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસનો વેક્સિનનો પ્રીકોશન ડોઝ મફતમાં આપવાની જાહેરાત કરી છે.

વડોદરામાં લોકો કેમ નથી લઈ રહ્યા કોરોનાનો બૂસ્ટર ડોઝ! આ રહી સૌથી મોટી હકીકત

રવિ અગ્રવાલ/વડોદરા: કોરોના વાયરસનાં કેસ સતત વધી રહ્યા છે, ત્યારે લોકો જાગૃત થવાના બદલે આળસુ બની રહ્યા છે. કારણ કે શહેરમાં કોરોના વેક્સિનનો પ્રીકોશન ડોઝ માત્ર 28 ટકા લોકોએ લીધો છે. જેને લઇ આરોગ્ય વિભાગ ચિંતિત બન્યું છે.

કોરોના વાયરસથી બચવા મોટાભાગના લોકોએ વેક્સિનના બે ડોઝ લીધા છે, પરંતુ વેક્સિનનો પ્રીકોશન ડોઝ લેવામાં લોકો આળસ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે 15 જુલાઈ થી 30 સપ્ટેમ્બર સુધી કોરોના વાયરસનો વેક્સિનનો પ્રીકોશન ડોઝ મફતમાં આપવાની જાહેરાત કરી છે. તેમ છતાં લોકો પ્રીકોશન ડોઝ લેવા નથી જઈ રહ્યા. વડોદરામાં પાલિકા રોજ 65 થી 70 કેન્દ્રો પર કોરોના વેક્સિનનો પ્રીકોશન ડોઝ લોકોને આપી રહી છે. પરંતુ વેક્સિન સેન્ટર પર કાગડા ઉડી રહ્યા છે. શહેરમાં 15 લાખ લોકોમાંથી માત્ર 4 લાખ એટલે કે 28 ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રીકોશન ડોઝ અત્યારસુધી લીધો છે. જેને લઇ આરોગ્ય વિભાગ પણ ચિંતિત બન્યું છે.

વડોદરા પાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન ડોકટર રાજેશ શાહ લોકોને પ્રીકોશન ડોઝ લેવા માટે અપીલ કરી રહ્યા છે. સાથે જ કોરોના વાયરસથી બચવા, પરિવારને સુરક્ષિત રાખવા અને ફરીથી કોરોના વાયરસનાં કેસમાં ઉછાળો ન આવે તે માટે પ્રીકોશન ડોઝ લેવું ખૂબ જરૂરી છે તેમ પણ કહી રહ્યા છે.

વડોદરામાં કોરોના વેક્સિનનો પ્રીકોશન ડોઝના સ્થિતિની વાત કરીએ તો પ્રિકોશન ડોઝ બાકી છે તેવા લોકો 60 વર્ષથી વધુમાં કોવેક્સિન 5956, અને કોવિશિલ્ડ 1,18,824 લોકો બાકી છે. 18-59 વર્ષમાં કોવેક્સિન 1,08,211 અને કોવિશિલ્ડ 8,75,873 લોકો બાકી છે. કુલ 11,08,864 લોકોએ હજી કોરોના વેક્સિનનો પ્રિકોશન ડોઝ લીધો નથી, જેમની ડયુડેટ પણ નીકળી ગઈ છે. કુલ 15,09,801 લોકોમાંથી માત્ર 4,27,799 લોકોએ પ્રીકોશન ડોઝ લીધો એટલે કે માત્ર 28.33 ટકા લોકોએ જ પ્રીકોશન ડોઝ લીધો છે.

પાલિકાના વેક્સિન સેન્ટર પર અમુક જ લોકો પ્રીકોશન ડોઝ લેવા આવી રહ્યા છે. વેક્સિનનો પ્રીકોશન ડોઝ લેનારા લોકો પણ જેમને પ્રીકોશન ડોઝ નથી લીધો તેવા લોકોને લઈ લેવા વિનંતી કરી રહ્યા છે. મહત્વની વાત છે કે લોકોનું માનવું છે લોકો પ્રીકોશન ડોઝ નહિ લે તો ફરીથી કોરોના વાયરસનાં કેસમાં ઉછાળો મારી શકે છે.

મહત્વની વાત છે કે સરકાર અને પાલિકાએ વેક્સિનના પ્રથમ અને દ્વિતીય ડોઝ લેવા માટે જે જાગૃતિ લોકોમાં ફેલાવી હતી, તેટલી જાગૃતિ પ્રીકોશન ડોઝ સમયે નથી ફેલાવી. જેના કારણે લોકો પ્રીકોશન ડોઝ મામલે બિલકુલ ગંભીર નથી દેખાઈ રહ્યા..ત્યારે પાલિકા અને સરકારે લોકો જાગૃત થાય અને વહેલીતકે પ્રીકોશન ડોઝ લેવા સેન્ટર પર જાય તેવું કોઈ આયોજન કરવું જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news