દેશહિતમાં ઝડપથી અયોધ્યા વિવાદનો ચુકાદો આવશે : યોગી આદિત્યનાથ

જુનો ચુકાદો તે સમયના તથ્યો અનુસાર હતો મસ્જિદમાં નમાજ પઢવી ઇસ્લામનો અતુટ હિસ્સો નથી, સમગ્ર કેસ મોટી બેંચને નહી સોંપાય

દેશહિતમાં ઝડપથી અયોધ્યા વિવાદનો ચુકાદો આવશે : યોગી આદિત્યનાથ

નવી દિલ્હી : અયોધ્યાના રામ મંદિર-બાબરી મસ્જીદ વિવાદ સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપતા કહ્યું કે, જુનો નિર્ણય તે સમયના તથ્યો અનુસાર હતું. મસ્જિદ નમાઝ પઠવા ઇસ્લામનો અતુટ હિસ્સો છે. સમગ્ર મુદ્દે એક મોટી બેંચમાં નહી મોકલવામાં આવે. આ ચુકાદા અંગે પ્રતિક્રિયા આપતા યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, શ્રીરામ જન્મભુમિ અંગે જોડાયેલા વિવાદનો ઉકેલ ઝડપતી લાવવો જોઇએ, આ દેશહિતમાં થશે. આ દેશનાં મોટા બાગના લોકો ઇચ્છે છે કે આ વિવાદને ઝડપથી ઉકેલવામાં આવે. અમે અપીલ કરીએ છીએ કે આ મુદ્દાનો ઝડપથી ઉકેલવામાં આવે.

કણ કણમાં વસેલા છે રામ માટે કોઇ વિશેષ તો નિશ્ચિત કરવામાં આવી શકે છે- રામદેવ
અયોધ્યા વિવાદ સાથે જોડાયેલા એક કિસ્સાનોચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે 27 સપ્ટેમ્બબરે કહ્યું કે, મસ્જિદમાં નમાઝ પઢવી ઇસ્લામનો અતુટ હિસ્સો નથી. સુપ્રીમ કોર્ટના ચુકાદા અંગે યોગ ગુરૂ બાબા રામદેવે ઐતિહાસિક ગણાવ્યો હતો. તેમણે મીડિયા કર્મચારીઓને કહ્યું કે ભગવાન રામ સૃષ્ટિના કણ કણમાં છે. જ્યારે મુસ્લિમો પણ કહે છે કે ખુદા સૃષ્ટિના કણ-કણમાં છે. એવામાં જે સૃષ્ટીનાં કણે-કણમાં છે, તેમના બેસવા માટે કોઇ જગ્યા કે સ્થળની વિશેષતા માપી શકાય નહી. 

— ANI UP (@ANINewsUP) September 27, 2018

ઇસ્માઇલ ફારુકીના ચુકાદા અંગે હવે પુન:વિચાર નહી
આજના ચુકાદામાં કોર્ટે સ્પષ્ટતા કરીને કહ્યું કે, ઇસ્માઇલ ફારુખી (1994)ના ચુકાદા અંગે હવે કોઇ જ પુન: વિચાર નહી થાય. આ સાથે જ કોર્ટે તેમ પણ કહ્યું કે, આ ચુકાદા સંબંધિત જુના ચુકાદા મોટી બેન્ચને નહી મોકલવામાં આવે. આ મુદ્દે ચુકાદો આવતાની સાથે જ અયોધ્યા મુદ્દે ઝડપથી ચુકાદાનો રસ્તો સ્પષ્ટ તઇ ચુક્યો છે. કોર્ટે આ અંગે કહ્યું કે, 29 ઓક્ટોબરથી અયોધ્યા રામ મંદિર વિવાદ પર સુનવણી થશે. 

ત્રણ જજોની બેંચમાં બે મત્ત
આજના ચુકાદામાં કોર્ટે તેમ પણ કહ્યું કે, ઇસ્માઇલ ફારુકી મુદ્દે (1994)નો ચુકાદો મસ્જિદની જમીન મુદ્દે હતો. જુનો ચુકાદો તે સમયના તથ્યો અનુસાર હતું. ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ ચુકાદામાં બે મંતવ્યો છે. ત્રણ સભ્યોની બેંચમાં ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ અશોક ભૂષણનું એક મંતવ્ય હતું અને બીજુ મંતવ્ય અબ્દુલ નઝીરનું છે. જસ્ટિસ અબ્દુલ નઝીરે પોતાનાં ચુકાદામાં કહ્યું કે, આ મુદ્દે મોટી બેંચ પાસે મોકલવામાં આવવો જોઇએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news