યોગ અભ્યાસ માટે PM મોદીએ ઝારખંડની જ પસંદગી કેમ કરી? આ રહ્યાં 3 કારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોગ અભ્યાસ માટે ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યાં. અહીં ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદાનમાં આયોજિત મુખ્ય કાર્યક્રમને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે શાં માટે તેમણે યોગ અભ્યાસ માટે ઝારખંડની પસંદગી કરી. પીએમ મોદીએ કહ્યું કે તેમણે ત્રણ કારણોસર યોગ  અભ્યાસ માટે ઝારખંડની પસંદગી કરી. 
યોગ અભ્યાસ માટે PM મોદીએ ઝારખંડની જ પસંદગી કેમ કરી? આ રહ્યાં 3 કારણ

રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોગ અભ્યાસ માટે ઝારખંડની રાજધાની રાંચી પહોંચ્યાં. અહીં ધુર્વા સ્થિત પ્રભાત તારા મેદાનમાં આયોજિત મુખ્ય કાર્યક્રમને સંબોધન કરતા પીએમ મોદીએ જણાવ્યું કે શાં માટે તેમણે યોગ અભ્યાસ માટે ઝારખંડની પસંદગી કરી. પીએમ મોદીએ કહ્યું કે તેમણે ત્રણ કારણોસર યોગ  અભ્યાસ માટે ઝારખંડની પસંદગી કરી. 

પહેલુ કારણ: પીએમ મોદીએ કહ્યું કે ઝારખંડ નામ જ એવું છે, જેનાથી પ્રકૃતિનો બોધ હોય છે. આ એક એવું નામ છે જે આપણને પ્રકૃતિની નીકટતાનો અનુભવ કરાવે છે. યોગ પણ પ્રકૃતિની જ દેણ છે. 

બીજુ કારણ: પીએમ મોદીએ જણાવ્યું કે 23 સપ્ટેમ્બર 2018ના રોજ ઝારખંડથી જ આયુષ્યમાન ભારત યોજનાની શરૂઆત કરાઈ હતી. આ યોજના દુનિયાની સૌથી મોટી સ્વાસ્થ્ય યોજના છે. ગરીબો માટે શરૂ કરાયેલી આ યોજનાથી લોકો રોગમુક્ત થશે અને યોગ પણ લોકોને નિરોગી બનાવે છે. પીએમ મોદીએ  કહ્યું કે ભારતીયોને આયુષ્યમાન બનાવવામાં યોગનું મહત્વ છે, આથી આજે આ રાજ્યમાં આવવું મારા માટે ખાસ છે. 

ત્રીજુ કારણ: પીએમ મોદીએ કહ્યું કે તેમને ઝારખંડ પ્રત્યે ખાસ લગાવ છે. આથી અહીંથી દુનિયાને યોગ દ્વારા નિરોગી રહેવાનો સંદેશ આપવા માટે ઝારખંડની પસંદગી કરી છે. 

જુઓ LIVE TV

કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે આપણા માટે ગર્વની વાત છે કે સમગ્ર દુનિયામાં યોગ થઈ રહ્યાં છે. યોગ ગરીબી અમીરીથી દૂર છે. તેમણે કહ્યું કે ઝારખંડના છઉ નૃત્યમાં યોગ ક્રિયા જેવા સ્ટેપ છે. તેમણે એમ પણ કહ્યું કે યોગ આજે ભલે આખી દુનિયામાં થતો હોય પરંતુ ગ્રામીણ ભારતમાં હજુ તે આજે પણ એટલો લોકપ્રિય નથી. આપણે કોશિશ કરવી જોઈએ કે તે દરેક જણ સુધી પહોંચે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news