રેસલરોના સમર્થનમાં મહાપંચાયત, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને મળશે ખાપ નેતા, લેવાયા મહત્વના નિર્ણય

Wrestlers Protest: કુસ્તીબાજોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર અનેક મહિલા રેસલર્સનું યૌન ઉત્પીડન કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મુઝફ્ફરનગરના શોરમ ગામમાં ખાપ મહાપંચાયત બોલાવવામાં આવી હતી.
 

રેસલરોના સમર્થનમાં મહાપંચાયત, રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને મળશે ખાપ નેતા, લેવાયા મહત્વના નિર્ણય

નવી દિલ્હીઃ Wrestlers Protest Mahapanchayat: રેસલરો અને ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વચ્ચે જારી ટકરાવને લઈને ગુરૂવાર (1 જૂન) એ મુઝફ્ફરનગરના શોરમ ગામમાં ખાપ મહાપંચાયત યોજાઈ હતી. આ દરમિયાન કિસાન નેતા રાકેશ ટિકૈત (Rakesh Tikait)એ કહ્યુ- શાંતિપૂર્ણ રીતે આંદોલન કરતા બાળકોને ઉઠાવવામાં આવ્યા છે. નિર્ણય અહીં સુરક્ષિત છે, પરંતુ ખાપ પ્રતિનિધિ રાષ્ટ્રપતિને મળશે. 

રાકેશ ટિકૈતે કહ્યુ, 'આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે આ બાળકો જૂઠ બોલી રહ્યાં છે. સરકારની ચાલ છે કે યુપીમાં હિન્દુ મુસ્લિમ કર્યું, બિહારમાં લાલૂના પરિવારને તોડ્યો, હરિયાણામાં ચૌટાલા પરિવારને તોડ્યો. ગુજરાતમાં પણ આ કર્યું. રેસલરો કોઈ જાતિના નથી, તેની જાતિ તિરંગો છો. અમે પણ વિદેશમાં પોતાની પાર્ટીનો નહીં દેશનો ઝંડો લઈને જઈએ છીએ. જો ન્યાય નહીં મળે તો દેશભરમાં લડાઈ લડીશું.'

રાષ્ટ્રપતિ અને ગૃહ મંત્રીને મળીશું
કિસાન નેતાએ આગળ કહ્યુ- યોદ્ધાઓની કોઈ જાતિ હોતી નથી. પાંચ તારીખે તે મીટિંગ કરી રહ્યાં છે તો કરે, અમે પણ કરીશું. દરેક ખાપ દરેક સમાજની મીટિંગ કરીશું. અમે ઈન્ટરનેશનલ ફેડરેશનમાં પણ જઈશું. ખાપ ચૌધરીઓની એક કમિટી હનશે જે રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રીને મળશે. હરિયાણાના કુરૂક્ષેત્રમાં કાલે ખાપ પંચાયતની બેઠક થશે, જેમાં આજના નિર્ણયને રાખવામાં આવશે અને ત્યારબાદ સર્વસંમત્તિથી ચુકાદો સંભળાવવામાં આવશે. 

તેમણે કહ્યું- હવે આ બાળકોનું નામ નથી, આ અમારૂ કામ છે. તમારી સાથે સરકારની પાર્ટીના લોકો પણ છે, પરંતુ અત્યારે કહી રહ્યાં છે કે બેઠકમાં ન આવી શકીએ કારણ કે તેનું સરકાર નુકસાન કરી દેશે. આ દરમિયાન નરેશ ટિકૈતે કહ્યુ- એક વ્યક્તિ જે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીમાં કામ કરે છે તેણે પોતાનું આઈ કાર્ડ મને સોંપી દીધુ છે કે વિરોધમાં હું નોકરી છોડી રહ્યો છું. 

નરેશ ટિકૈતે બોલાવી ખાપ પંચાયત
રેસલરોના સમર્થનમાં બાલ્યાન ખાપના પ્રમુખ અને ભારતીય કિસાન યુનિયનના નેતા નરેશ ટિકૈતે ખાસ મહાપંચાયત બોલાવી હતી. જેમાં પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીથી ખાપોના પ્રમુખ ભાગ લેવા પહોંચ્યા હતા. આ પહેલા મંગળવારે આ મામલામાં કોઈ કાર્યવાહી ન થવાનો આરોપ લગાવતા રેસલરો ગંગામાં મેડલ વહાવવા પહોંચ્યા હતા. ત્યારે નરેશ ટિકૈતે તેમને મનાવી લીધા અને પાંચ દિવસનો સમય માંગ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news