આ એક તસવીરથી પાકિસ્તાનના જૂઠ્ઠાણાનો આખી દુનિયામાં પર્દાફાશ, ભારતના સત્યનો વિજય
ભારતીય એરસ્પેસમાં ઘૂસી ગયેલા પાકિસ્તાનના વિમાનોમાંથી એક એફ-16ને ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરની લામ ઘાટીમાં જ તોડી પાડ્યું હતું. જો કે તોડી પાડ્યા બાદ તે વિમાન પીઓકેમાં જઈને પડ્યું અને વિમાનનો પાઈલટ પણ પેરાશૂટથી કૂદતો જોવા મળ્યો હતો. આ વિમાન જાંબાઝ ભારતીય પાઈલટ કે જે હાલ પાકિસ્તાનના કબ્જામાં છે તે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને તોડ્યું હતું
Trending Photos
નવી દિલ્હી: ભારતની કાર્યવાહી બાદ બુધવારે પાકિસ્તાની એરફોર્સે નાપાક હરકત કરી અને ભારતીય સરહદમાં ઘૂસવાની કોશિશ કરી. ભારતે પણ જડબાતોડ જવાબ આપીને તેમને પીછેહટ કરવા મજબુર કર્યાં હતાં. એટલું જ નહીં ભારતીય એરસ્પેસમાં ઘૂસી ગયેલા પાકિસ્તાનના વિમાનોમાંથી એક એફ-16ને ભારતીય વાયુસેનાએ નૌશેરા સેક્ટરની લામ ઘાટીમાં જ તોડી પાડ્યું હતું. જો કે તોડી પાડ્યા બાદ તે વિમાન પીઓકેમાં જઈને પડ્યું અને વિમાનનો પાઈલટ પણ પેરાશૂટથી કૂદતો જોવા મળ્યો હતો. આ વિમાન જાંબાઝ ભારતીય પાઈલટ કે જે હાલ પાકિસ્તાનના કબ્જામાં છે તે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાને તોડ્યું હતું. આજે આ વાત સાબિત પણ થઈ કે પાકિસ્તાની વિમાન ભારતે તોડ્યું હતું. કારણ કે પાકિસ્તાન તો હંમેશાની જેમ ના ના કરતું રહ્યું કે તેને કોઈ નુકસાન થયું જ નથી. તસવીરથી એ વાત બિલકુલ સ્પષ્ટ થઈ ગઈ કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જે ફાઈટર જેટ વિમાનનો કાટમાળ મળ્યો છે તે એફ-16નો જ છે.
એએનઆઈ દ્વારા એક તસવીર જારી કરાઈ છે જેમાં પાકિસ્તાનના એફ-16 વિમાનનો કાટમાળ જોવા મળી રહ્યો છે જેને ગઈ કાલે પીઓકેમાં તોડી પડાયુ હતું. વાયુસેનાના સૂત્રોએ કન્ફર્મ પણ કર્યું છે કે આ તસવીર પાકિસ્તાની એફ-16ના કાટમાળની છે. બુધવારે ભારતીય વાયુસેના દ્વારા પાકિસ્તાની વાયુસેનાના એક વિમાનને તોડી પાડવાના અને એક ભારતીય વિમાન મિગ 21 પાઈલટ સાથે લાપત્તા થવાની તસવીર સોશિયલ મીડિયા પર સતત વાઈરલ થઈ રહી હતી.
ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા એક અહેવાલમાં જણવાયું છે કે ઓછામાં ઓછા 10 પાક એર ફોર્સના વિમાનો એલઓસી પાસે ભારતીય સૈન્ય ઠેકાણાઓ તરફ આગળ વધતા જોવા મળ્યાં. ભારત તરફથી 2 મિગ 21 અને સુખોઈ 30 ફાઈટર જેટ્સવાળા કોમ્બેટ એર પેટ્રોલને લોન્ચ કરાયું.
અભિનંદન પાકિસ્તાન તરફથી ઘૂસણખોરી કરી રહેલા એફ16 વિમાન પર શોર્ટ રેન્જ આર73 મિસાઈલ છોડવામાં સફળ રહ્યાં. જેના કારણે વિમાન તૂટી પડ્યું. આ ભિડંત દરમિયાન મિગ 21 પાકિસ્તાનની સરહદમાં પ્રવેશી ગયું અને પાકિસ્તાન દ્વારા તોડી પડાયું. સૂત્રના જણાવ્યાં મુજબ પાકિસ્તાની જેટ બે સીટર હતું અને તેમણે 3 અલગ અલગ એરબેઝથી ઉડાણ ભરી હતી.
પાકિસ્તાન જેટ્સ ભારતને કોઈ પણ નુકસાન પહોંચાડી શક્યા નહીં. એક અધિકારીએ જણાવ્યું છે કે એ વાતના પાકા પુરાવા છે કે એફ 16 વિમાન તોડી પડાયું હતું અને તેને મિગ 21એ એન્ગેજ કર્યું હતું. જમીન પર હાજર સૈનિકોએ પાકિસ્તાની જેટને પડતા પણ જોયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે