જો પાકિસ્તાન સાથે યુદ્ધ થાય, તો ભારત પર પડશે આ 6 મોટી અસર
Trending Photos
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઇ રહી છે. એવામાં જો જંગ થશે તો તે ગત 5 યુદ્ધથી 5 બિલકુલ અલગ હશે, કારણ કે આ વખતે યુદ્ધ બે ન્યૂક્લિયર દેશો વચ્ચે લડવામાં આવશે જે ખૂબ ખતરનાક થઇ શકે છે. જોકે રક્ષા વિશેષજ્ઞ ગોબિંદ સિસોદિયાનું માનીએ, તો બંને દેશો વચ્ચે મોટું યુદ્ધ ન થાય અને નાનકડી જંગ થઇ શકે છે, કારણ કે પાકિસ્તાનમાં ચીને ખૂબ રોકાણ કર્યું છે. એવામાં ચીન ઇચ્છશે નહી કે પાકિસ્તાન યુદ્ધમાં જાય.
કારગિલ યુદ્ધથી 7 ગણો વધુ ખર્ચ
આ વખતે ભારત-પાક વચ્ચે યુદ્ધ થયું, તો તે વર્ષ 1999ના કારગિલ યુદ્ધથી વધુ ખતરનાક હશે. સાથે જ કારગિલ વોરથી સાત ગણો વધુ ખર્ચ આવશે. ધ ક્વિંટના સમાચાર અનુસાર કારગિલ યુદ્ધમાં અઠવાડિયાના યુદ્ધનો ખર્ચ 5000 કરોડ રૂપિયા હતો, પરંતુ હાલની સ્થિતિને જોતાં પાકિસ્તાન સાથે અત્યારે યુદ્ધની સ્થિતિમાં આ ખર્ચ 5000 કરોડ રૂપિયા પ્રતિદિન હશે. યુદ્ધ બે અઠવાડિયા સુધી ચાલશે તો ભારત પર 2,50,000 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે.
રોકાણ પર પડશે અસર
યુદ્ધ થતાં પ્રત્યક્ષ વિદેશ રોકાણ (FDI), વિદેશી સંસ્થાકીય રોકાણકાર (Foreign Institutional investment (FII)) બંધ થઇ શકે છે. જ્યારે કોઇ વિદેશી સંસ્થા આપણા દેશના શેર બજાર, બેકિંગ, વિમા, પેંશન વગેરેમાં રોકાણ કરે છે, તો આ પ્રકારના રોકાણને એફઆઇઆઇ રોકાણ કહેવામાં આવે છે. તો બીજી તરફ દેશના ઇંફ્રાસ્ટ્રક્ચર વગેરેમાં રોકાણ કરનાર વિદેશી સંસ્થાને એફડીઆઇ કહે છે.
ડોલરના મુકાબલે નબળો પડશે રૂપિયો
અમેરિકન ડોલરના મુકાબલે ભારતીય રૂપિયાની કિંમત ઘટીને 100 રૂપિયા પ્રતિ ડોલર થઇ શકે છે. તેની આ અસર થશે કે મોંઘવારી વધી શકે છે. ક્રૂડ ઓઇલનું ઇંપોર્ટ મોંઘુ થઇ જશે. માલ પરિવહન ખર્ચ મોંઘો થશે તો શાકભાજી અને ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી થશે. આ ઉપરાંત ડોલરમાં થનાર ચૂકવણી પણ ભારે પડશે. આ ઉપરાંત વિદેશમાં ફરવું મોંઘુ બનશે અને વિદેશોમાં બાળકોનો અભ્યાસ પણ મોંઘો બનશે.
ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવા પર લાગશે આંચકો
ભારત-પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થવાની સ્થિતિમાં ભારતનું દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનવાનું સપનું વેર-વિખેર થઇ શકે છે. નીતિ આયોગના અંદાજ અનુસાર યુદ્ધ ન થવાની સ્થિતિમાં વર્ષ 2016-17માં જીડીમાં 8% નો વધારો થયો છે.
વધી જશે નાણાકીય નુકસાન
યુદ્ધની સ્થિતિમાં સૈન્ય ખર્ચમાં વધારો થશે. તેનાથી રાષ્ટ્રીય નાણાકીય નુકસાન 2015-16 ના 5.35 લાખ કરોડથી, 50 ટકા વધીને 8 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. યુદ્ધની મંદી પર પણ જોરદાર અસર પડશે.
એક દાયકો પાછળ ધકેલાઇ જશે અર્થવ્યવસ્થા
યુદ્ધના લીધે બંને દેશોની અર્થવ્યવસ્થા એક દાયકો પાછળ ધકેલાઇ જશે. સાથે જ મોટી સંખ્યામાં જાનહાનિનું નુકસાન થઇ શકે છે. ભારતનું ડબલ ડિજિટ ગ્રોથનું સપનું તૂટી શકે છે. સાથે જ નુકસાનની ભરપાઇ માટે થનાર ખર્ચ દેશની અર્થવ્યવસ્થા પર વધુ દબાણ નાખશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે