દુનિયા ભારતને નેતૃત્વ કરતું જોવા માગે છેઃ પીએમ મોદી

વડા પ્રધાને જણાવ્યું કે, સરકાર ગમે તેટલી પહેલ કરે, ગમે તેટલી યોજનાઓ બનાવે, બજેટ ફાળવે પરંતુ કોઈ પણ પહેલની સફળતાનો આધાર લોકોની ભાગીદારીમાં રહેલો છે

દુનિયા ભારતને નેતૃત્વ કરતું જોવા માગે છેઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ બુધવારે જણાવ્યું કે, દુનિયા હવે ભારતને દુનિયાનું નેતૃત્વ કરતો દેશ જોવા માગે છે. દેશે દુનિયાની અપેક્ષાઓ પર સાચા સાબિત થવાનું છે. વડા પ્રધાન 'સેલ્ફ 4 સોસાયટી'ના મંચ દ્વારા આઈટી વ્યવસાયિકો અને બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોનો સંબોધિત કરી રહ્યા હતા.

વડા પ્રધાને જણાવ્યું કે, રામાયણમાં એ બાબતનો ઉલ્લેખ છે કે કેવી રીતે એક ખિસકોલીએ રામસેતુના નિર્માણમાં યોગદાન આપ્યું હતું. તેનો બીજો પક્ષ એવો છે કે, ભગવાનને પણ એક ખિસકોલીના યોગદાનની જરૂર પડી હતી. 

કોઈ પણ પહેલમાં લોકભાગીદારી જરૂરી
મોદીએ જણાવ્યું કે, "સરકાર ગમે તેટલી પહેલ કરે, ગમે તેટલી યોજનાઓ બનાવે, બજેટ ફાળવે પરંતુ કોઈ પણ પહેલની સફળતાનો આધાર લોકોની ભાગીદારીમાં રહેલો છે. દુનિયા હવે ભારતને વધુ રાહ જોતો દેશ તરીકે જોવા માગતી નથી. દુનિયા ભારતને નેતૃત્વ કરતું જોવા માગે છે. આપણે દુનિયાની અપેક્ષાઓ પર સાચા સાબિત થવાનું છે."

સ્વચ્છ ભારત અભિયાનના સંદર્ભમાં એક વ્યવસાયીના સવાલના જવાબમાં મોદીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત અભિયાનના પ્રતીક સાથે જોડાયેલા ચશ્મા પણ મહાત્મા ગાંધીના છે અને તેની દૃષ્ટિ પણ ગાંધીની છે. સ્વચ્છતાનું જે કામ ચાલી રહ્યું છે તે સેવા કરતાં વધુ પ્રાયશ્ચિતનું કામ છે. 

સ્વચ્છતાનો વિષય સંસ્કાર સાથે જોડાયેલો છે
પીએમ મોદીએ જણાવ્યું કે, કેટલાક કામ સરકાર કરી શકતી નથી અને જે કામ સરકાર કરી શકતી નથી તે કામ સંસ્કાર કરે છે. સ્વચ્છતાનો વિષય સંસ્કાર સાથે જોડાયેલો છે. જો સરકાર અને સંસ્કાર મળી જાય તો ચમત્કાર થઈ શકે છે. 

મોદીએ "મૈં નહીં હમ" પોર્ટલ સંદર્ભમાં જણાવ્યું કે, તેનો અર્થ એ નથી કે 'મૈં'ને સમાપ્ત કરી રહ્યા છીએ, પરંતુ 'મૈં'નો વિસ્તાર કરાયો છે. તેનો આશય સ્વથી સમષ્ટિ તરફ આગળ વધવાનો છે, કેમ કે આખરે બૃહદ પરિવારમાં આનંદનો અનુભવ થાય છે. 

વડા પ્રધાને જણાવ્યું કે, તેઓ જૂઓ છે કે ભારતના યુવાનો ટેક્નોલોજીનો શાનદાર ઉપયોગ કરી રહ્યા છે. તેઓ તેનો માત્ર પોતાના માટે જ નહીં પરંતુ બીજા માટે પણ ઉપયોગ કરી રહ્યા છે. હું આ બાબતને એક શાનદાર સંકેત તરીકે જોઉં છું. આ દિશામાં પ્રયાસ નાનો હોય કે મોટો, તેને મહત્ત્વ આપવું જોઈએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news