Indian Railways: ભારતના આ શહેરમાં બનાવવામાં આવ્યું છે વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ

World Longest Railway Platform: શું તમે જાણો છો કે વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં છે! આ પ્લેટફોર્મ બીજે ક્યાંય નહીં પરંતુ માત્ર ભારતમાં છે. આ પ્લેટફોર્મ પર ચાલતા તમારા પગ દુખી જશે પણ તમને બીજો છેડો નહીં મળે.

Indian Railways: ભારતના આ શહેરમાં બનાવવામાં આવ્યું છે વિશ્વનું સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ

World Longest Railway Platform in India: ભારતીય રેલવે વિશ્વનું બીજું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે. જેની ઘણી ખૂબીઓ છે, જેને જોઈને આપણને ગર્વ થશે. દુનિયાનું સૌથી લાંબુ રેલ્વે પ્લેટફોર્મ કેટલું લાંબું અને ક્યાં છે તે કદાચ તમને ખબર નહીં હોય. આ પ્લેટફોર્મ બીજે ક્યાંય નહીં પરંતુ ભારતમાં છે. આ પ્લેટફોર્મની લંબાઈ 1366.4 મીટર એટલે કે લગભગ દોઢ કિમી છે. આ પ્લેટફોર્મ એટલું લાંબુ છે કે એક છેડેથી બીજા છેડે જતાં તમારા પગ થાકી જશે પણ તે ખતમ નહીં થાય. ચાલો આ પ્લેટફોર્મ વિશે વધુ વિગતવાર જાણીએ.

વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ
વિશ્વનું સૌથી લાંબુ પ્લેટફોર્મ યુપીના ગોરખપુર જંકશન પર છે. આ જંકશન ઉત્તર-પૂર્વ રેલ્વે હેઠળ આવે છે. આ પ્લેટફોર્મનું રી-મોડલિંગ કાર્ય ઓક્ટોબર 2013માં પૂર્ણ થયું હતું, ત્યારબાદ તેનું નામ લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું હતું. આ રેલવે જંકશનના પ્લેટફોર્મ નંબર 1 અને 2ની સંયુક્ત લંબાઈ 1366.4 મીટર છે. વિશ્વમાં આનાથી લાંબુ પ્લેટફોર્મ બીજે ક્યાંય નથી.

No description available.

ખડગપુરનો રેકોર્ડ તૂટ્યો
આ પહેલા પણ સૌથી લાંબા પ્લેટફોર્મનો રેકોર્ડ માત્ર ભારતના નામે જ હતો. આ પ્લેટફોર્મ પશ્ચિમ બંગાળના ખડગપુરમાં હતો. તેની લંબાઈ 1072.5 મીટર હતી. જો કે, રિ-મોડલિંગ પછી, ગોરખપુર જંકશનના પ્લેટફોર્મ નંબર-1 અને 2ની સંયુક્ત લંબાઈ આના કરતાં વધી ગઈ, જેના પછી વિશ્વના સૌથી લાંબા પ્લેટફોર્મનો તાજ તેની પાસેથી છીનવાઈ ગયો.

દરરોજ પસાર થાય છે 170 ટ્રેનો 
રિપોર્ટ અનુસાર, ગોરખપુર રેલ્વે જંક્શનના આ પ્લેટફોર્મની લંબાઈ એટલી છે કે ત્યાં એક સાથે 26 કોચવાળી 2 ટ્રેનો પાર્ક કરી શકાય છે. આ જંક્શન પર દરરોજ મોટી સંખ્યામાં ટ્રેનો આવે છે અને જાય છે. આ જંકશન પરથી દરરોજ લગભગ 170 ટ્રેનો પસાર થાય છે. જ્યારે લોકોને ખબર પડે છે કે તેમની ટ્રેન દુનિયાના સૌથી લાંબા પ્લેટફોર્મ પર ઉભી છે તો તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news