રાણી પદ્માવતીએ ક્ષત્રાણીઓ સાથે અગ્નિકુંડમાં કુદીને શા માટે કર્યું હતું જૌહર? જાણો નારી સન્માનની અમર કહાની

Womens Equality Day: 26 ઓગસ્ટ 1303ના રોજ અલાઉદ્દિન ખિલજીએ ચિત્તોડગઢ પર કબ્જો મેળવ્યો હતો. અને રાણી પદ્માવતીએ આજના જ દિવસે ક્ષત્રરાણીઓ સાથે મળીને જૌહર કર્યું હતું.

રાણી પદ્માવતીએ ક્ષત્રાણીઓ સાથે અગ્નિકુંડમાં કુદીને શા માટે કર્યું હતું જૌહર? જાણો નારી સન્માનની અમર કહાની

નિરજ ચોકસી, અમદાવાદઃ ચિત્તોડગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા રાજસ્થાન રાજ્યનું એક નગર છે. ચિત્તોડગઢએ ચિત્તોડગઢ જિલ્લાનું મુખ્યાલય છે. તે બનાસની ઉપનદી બેરાચ નદી પર આવેલું છે. 12મી અને 13મી સદીમાં  ચિત્તોડગઢ પર મહારાજા રતનસિંહનું રાજ હતું. 26 ઓગસ્ટ 1303ના રોજ અલાઉદ્દિન ખિલજીએ ચિત્તોડગઢ પર કબ્જો મેળવ્યો હતો. અને રાણી પદ્માવતીએ આજના જ દિવસે ક્ષત્રરાણીઓ સાથે મળીને જૌહર કર્યું હતું. તમને થતુ હશે કે આ ચિત્તોડગઢની વાતમાં અલાઉદ્દિન ખિલજી આવી ગયો અને ચિત્તોડગઢ જીતિ પણ ગયો આ બધુ થયું કેવી રીતે. તો આવો અલાઉદ્દિન ખિલજીએ કોણ હતો અને તેને કેમ ચિત્તોડગઢ પર ચઢાઈ કરી અને કેવી રીતે ચિત્તોડગઢ જૂત્યુ અને જીત્યા પછી એનો ઉદ્ધેશ્ય પૂર્ણ થયો કે નહીં.  

રાણી પદ્માવતી અને તેમની સુંદરતા-
રાણી પદ્માવતી સિંઘલ દેશના રાજા ગંધર્વ અને રાણી ચંપાવતીના પુત્રી હતા. તેમના લગ્ન ચિતોડના રાજા રતન સિંહ સાથે થયા હતો. ચિત્તોડગઢના મહારાજા રતનસિંહની 15 પત્નીઓમાંથી એક પત્ની હતી પદ્માવતી રાણી પદ્માવતી રૂપ રૂપનો અંબાર હતી પરંતુ તેમની તેજ સુંદરતા તેમના જીવનમાં મુશ્કેલીઓ લઈને આવતી?  કેહવાય છે કે તેઓ પાન ખાતાતો તેનો લાલ રંગ તેમના ગળામાં દેખાતો હતો. 

અલાઉદ્દીન ખિલજી-
દિલ્હીના સિંહાસન પર બેઠોલો રાજા અલાઉદ્દીન ખિલજી મેવાડ પર તેની શક્તિ વધારવા માટે હુમલા પર હુમલા કરતો હતો. મેવાડની બાજુમાં જ ચિત્તોડગઢ છે. અલાઉદ્દીન ખિલજીએ જ્યાં પડાવ નાખ્યો હતો ત્યાં જઈને કોઈએ રાણી પદ્માવતીની સુંદરતા વીશે ખિલજીને જણાવ્યું. ખિલજીને રાણી પદ્માવતીને પામવાની ઈચ્છા થઈ પરંતુ આય તે કઈ જાય તેમ ન હતા ખમીરવંતી ધરતીના રાજપૂત અને રાજપૂતાની હતા. રાણી પદ્માવતીને પામવી હોય તો યુદ્ધ કરવું પડે તે એટલું આસાન ન હતું. ખિલજી યુદ્ધ કરવા તૈયાર થયો. 

ચિત્તોડગઢ પર ચઢાઈ-
28મી જાન્યુઆરી 1303માં અલાઉદ્દીન ખિલજીએ રાણી પદ્માવતીને પામવા માટે ચિત્તોડગઢ પર ચઢાઈ કરી. ખિલજી ચિતોડગઢમાં દૂતને મોકલીને યુદ્ધની ચેતવણી આપે છે. ચિત્તોડગઢના કિલ્લાને ગેરી લે છે.  રાણી પદ્માવતીને જોવાની માંગ સાથે લગભગ  6 મહિના સુધી ઘેરા બંદી કરી. 6-7 મહિના વીતી ગયા હોવા છતા રાણી પદ્માવતીની એક પણ ઝલક જોવા ન મળતા ખિલજી હાંફળો ફાંફળો થઈ જાય છે અને રત્નસિંહને બંદી બનાવી દે છે. 

અલાઉદ્દીન ખિલજીએ કહ્યું જ્યાં સુધી રાણી પદ્માવતી તેમનું સુંદર મુખ નહીં બતાવે ત્યાં સુધી તે પોતાની રાજરત્નસિંહને નહીં છોડે. રાણીએ પદ્મવતીએ ખિલજીની વાત માની અને પોતાનું મુખારવિંદ બતાવાની હા પાડી. આય ક્ષત્રિયાણી હતા એટલી આસાનીથી ખિલજીને મુખ ના બતાવે. દાસીઓની ડોલીમાં 150 સૈનિકોને ખિલજીના પડાવમાં પહોંચાડ્યા અને સૈનિકોએ હુમલો કર્યો. આ હુમલાથી ખિલજી ભડક્યો અને ચિત્તોડગઢ જિલ્લા પર ચઢાઈકરી. 6-7 મહિનાથી ઘેરાબંધી કરી હોવાના કારણે કિલ્લામાં ખધાન પણ ખૂટી પડ્યા હતા. 

જોહર-
આ શબ્દ સાંભળતા જ રુવાડા ઉભા થઈ જાય છે. દિમાગના તાર હલવા લાગે છે કલ્પનાતો કરો એક કિલ્લામાં રાણી પદ્માવતી અને અને તેમની દાસીઓએ એક સાથે પોતાની જાતને સમર્પિત કરી દીધી હતી. ક્યારે ક્યારે તો એવું લાગે છે આ ધરતી પણ લોહી માંગે છે. આ ધર્મ આ ખુમારી લોહી રેડીને મેળવી છે. રાજા રતનસિંહ પાસે પદ્માવતીએ પહેલા જ પરવાનગી માંગી લીધી હતી કે જો જરૂર પડશે તો જોહર કરી શું  અને એવું જ થયું. ખબર આવી કે લડાઈમાં રાજા રતનસિંહ શહીદ થયા છે ત્યારે રાણી પદ્માવતીએ જોહર  કરવાનું નક્કી કર્યું અને તેમની સાથે તેમની દાસીઓ અને કિલ્લામાં રહેતી મહિલાઓએ પોતાની જાતને અગ્નીને સોંપી દીધી. આ છે ભારતીય નારી જેને પોતાની જાતને અગ્નીમાં સોંપી પરંતુ ખિલજી પાસે ના ગયા. અને એ દાસીઓને પણ સલામ છે કે જેને ખિલજી પાસે જવા કરતા રાણી સાથે પોતોનો જીવ આપવાનું વિચાર્યું. 'સર કટા સકતે હે લેકીજ સર જુકા સકતે નહીં'. જોહર કરે આટલા વર્ષો થયા હોવા છતા  આજે પણ આપણે રાણી પદ્મવતીને યાદ કરીએ છે તેમના ત્યાગ, બલિદાન અને ખુમારીની વાતો આજે પણ થાય છે. 

રાણી પદ્માવતીમા જોહર કુંડ પાસે કોઈ જઈ શકતું નથી-
રાણી પદ્માવતીએ જે કુંડમાં જોહર કર્યું તે કુંડની પાસે આજે પણ લોકો જઈ શકતા નથી. લોકોનું કહેવું છે કે આજે પણ આ કુંડમાંથી અનાજો આવે છે. આજે પણ આ દિવાલો આગથી સળગેલી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news