11 મિનિટની અંદર PM MODI પર 3 ફોન, વડાપ્રધાને કોની સાથે વાત કરી?
Trending Photos
નવી દિલ્હી : સોમવારે વડાપ્રધાન મોદી કાશીમાં હતા. કાશી વિશ્વનાથની પૂજા અર્ચના બાદ તેમણે ગંગા ઘાટ પર દેવ દિવાળીની ઉજવણી કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદી ફોન પર વાત કરતા જોવા મળ્યા હતા. તે પણ એકવાર નહી પરંતુ ત્રણ ત્રણ વાર ચર્ચામાં હતા. ગત્ત 24 કલાકથી વડાપ્રધાનનાં તે 3 ફોન ચર્ચામાં છે. આખરે વડાપ્રધાન મોદી વાત
કોની સાથે કરી રહ્યા હતા? આ સવાલ એટલા માટે કારણ કે દિલ્હીથી દુબઇ સુધી, વારાણસીથી વોશિંગ્ટન સુધી તમે વડાપ્રધાન મોદીનાં અનેક અંદાજ જોયા હશે. તેમને મોબાઇલ એપ લોન્ચ કરતા જોયા હશે, વડાપ્રધાનને સેલ્ફી લેતા પણ જોયા હસે. પરંતુ કોઇ જાહેર સ્થળ પર વારંવાર મોબાઇલમાં વાત કરતા કદાચ જ જોયા હશે.
વડાપ્રધાન મોદીના ફોન કોલ શા માટે છે ખાસ?
જો કે વડાપ્રધાન મોદી મોબાઇલ પર વાત કરી રહ્યા છે હોય તો તે ન તો સમાચાર છે ન તો ચર્ચાનો વિષય હોવો જોઇે. તો તમે પુછશો કે પછી અમે કેમ તમારી સામે આ વાતની ચર્ચા કરી. ચર્ચા એટલા માટે કારણ કે દેશમાં મોટા ભાગના લોકો પહેલીવાર વડાપ્રધાન મોદીને કોઇ જાહેર સ્થળ પર મોબાઇલમાં વાત કરતા જોયા હશે.
11 મિનિટમાં 3 કોલ
સોમવારે દેવ દિવાળી પ્રસંગની ઉજવણી કર્યા બાદ વડાપ્રધાન સંત રવિદાસ ઘાટ ગયા અને અહીં જ વડાપ્રધાને 11 મિનિટમાં 3 વખત ફોનમાં વાત કરી હતી.
પહેલો ફોન માત્ર 10 સેકન્ડ માટે
વડાપ્રધાન મોદી સંત રવિદાસ ઘાટની સીડીઓ ચડી રહ્યા હતા. તે સમયે પીળા સ્વેટરમાં રહેલા તેમના સહયોગીએ પાછળથી આવીને વડાપ્રધાન તરફ મોબાઇલ ધર્યો હતો. વડાપ્રધાને પોતાનાં ડાબા હાથથી મોબાઇલ લીધો સીડી પર રોકાઇને 10 સેકન્ડ સુધી તેમણે વાત કરી. ફોન પર વાત કર્યા બાદ વડાપ્રધાને પોતાનાં સહયોગીને ફોન આપ્યો અને સીડીઓ પર આગળ વધી ગયા.
PM જોઇ રહ્યા હતા CALL ની રાહ ?
આ કોલની 44 સેકન્ડ બાદ ફરી તે જ મોબાઇલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે જરૂરી ફોન આવ્યો. આ વખતે તેમના સહયોગી ફોન પર વાત કરતા વડાપ્રધાન તરફ આગળ વધ્યો. વડાપ્રધાને ફરી એકવાર ફોન માટે પોતાનો ડાબો હાથ આગલ વધાર્યો. કદાચ વડાપ્રધાનને આ ફોન અંગે પહેલાથી જ આભાસ હતો. સહયોગીએ આ વખતે બાજુમાંથી આવીને વડાપ્રધાનને ફોન આપ્યો. વડાપ્રધાન ફોન પર વાત કરવા લાગ્યા અને સહયોગીઓ સીડી પર ચડીને આગળ જતા રહ્યા. આ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ પણ થોડા અંતરે તેમનાથી દુર ઉભા રહ્યા. વડાપ્રધાનનો બીજો ફોન લગભગ 24 સેકન્ડ સુધી ચાલ્યો હતો. 24 સેકન્ડ સુધી ફોન પર વાત કર્યા બાદ વડાપ્રધાને સહયોગીઓને ફોન પરત આપ્યો અને આગળ વધી ગયા.
ધોરણ 10-12 ના વિદ્યાર્થીઓ સિવાય તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાય તેવી શક્યતા
ત્રીજી વખત ચાલી લાંબા સમય સુધી વાતચીત
ત્યાર બાદ વડાપ્રધાન સંત રવિદાસ ઘાટ પર હાજર સંત રવિદાસપાર્ક પહોંચ્યા જ્યાં તેમણે સંત રવિદાસની મુર્તિ પર માળાઅર્પણ કરવાની હતી. સંતરવિદાસને નમન કરીને વડાપ્રધાનને પાર્કમાંથી નિકળવાનું હતું. આ દરમિયાન 7 મિનિટને 18 સેકન્ડ બાદ તેમણે ત્રીજો ફોન એટેન્ડ કર્યો. વડાપ્રધાન મોદીના સહયોગીએ સામે આવીને તેમને ફોન આપ્યો અને એક તરફ આવીને ફોન પર વાત કરવા માટે ઇશારો કર્યો. સહયોગી વડાપ્રધાનને તે જણાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે તેઓ ક્યાં ઉભા રહીને વાત કરી શકે છે. આ દરમિયાન પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમનાથી થોડા અંતરે હાજર હતા. થોડા અંતર પર વડાપ્રધાન મોદીની ગાડી પણ આવી રહી હતી. જેમાંથી બેસીને તેઓ રવાના થવાના હતા. પરંતુ આ વખતે વાત કંઇક મહત્વપુર્ણ લાગી કારણ કે વડાપ્રધાન મોદીએ બે મિનિટ કરતા પણ વધારે સમય સુધી ત્રીજા ફોન પર વાતચીત કરી હતી.
ગુજરાતે વધારે એક રાજ્યસભા સાંસદ ગુમાવ્યા, ભાજપના દિગ્ગજ નેતા અભય ભારદ્વાજનું CORONA ને કારણે નિધન
જાહેર સ્થળ પર પહેલીવાર મોબાઇલમાં વાત કરતા જોવા મળ્યા PM મોદી
ત્યાર બાદ વડાપ્રધાન મોદી સંત રવિદાસ પાર્કનાં સારનાથ તરફ આગળ વધી ગયા. વડાપ્રધાને ફોન પર શું વાત કરી? કોની સાથે વાત કરી? કયા મુદ્દે વાત કરી તે અંગે ન તો કોઇ માહિતી મળી શકી છે પરંતુ વાત ખુબ જ મહત્વપુર્ણ જ હતી. કારણ કે સામાન્ય રીતે વડાપ્રધાન જાહેર સ્થળો પર કોઇ પણ કાર્યક્રમ દરમિયાન મોબાઇલ અને ફોન કોલ પર વાત કરવાનું ટાળે છે. સોમવારે પહેલીવાર તેમણે આ પ્રકારના જાહેર કાર્યક્રમમાં વારંવાર મોબાઇલ પર વાત કરતા જોવા મળ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે