Corona Update: લોકો તહેવારોની ઉજવણીમાં મશગૂલ, દેશમાં કોરોનાની શું છે સ્થિતિ ખાસ જાણો

 કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 29,164 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 88,74,291 પર પહોંચી છે. જેમાંથી 4,53,401 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 82,90,371 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાથી એક દિવસમાં 449 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,30,519 પર પહોંચ્યો છે. 
Corona Update: લોકો તહેવારોની ઉજવણીમાં મશગૂલ, દેશમાં કોરોનાની શું છે સ્થિતિ ખાસ જાણો

નવી દિલ્હી: કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ (Corona Virus) ના નવા 29,164 દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસની સંખ્યા 88,74,291 પર પહોંચી છે. જેમાંથી 4,53,401 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે જ્યારે 82,90,371 દર્દીઓ સાજા થઈ ગયા છે. કોરોનાથી એક દિવસમાં 449 લોકોના મૃત્યુ થયા છે. દેશમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો 1,30,519 પર પહોંચ્યો છે. 

Total active cases at 4,53,401 after a decrease of 12,077 in the last 24 hrs

Total discharged cases at 82,90,371 with 40,791 new discharges in last 24 hrs pic.twitter.com/yhSiFAw0bJ

— ANI (@ANI) November 17, 2020

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના જણાવ્યા મુજબ દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં 12,65,42,907 ટેસ્ટ હાથ ધરાયા છે. જેમાંથી 8,44,382 સેમ્પલ ગઈ કાલે ટેસ્ટ કરાયા હતા. દેશમાં કોરોનાથી રિકવરી રેટ સતત વધી રહ્યો છે. મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. 

— ANI (@ANI) November 17, 2020

પ્રથમ સ્વદેશી કોરોના વેક્સિનની થર્ડ ફેઝની ટ્રાયલ શરૂ
ભારત બાયોટેકની કોવિડ-19 (Covid-19)ની રસી 'કોવેક્સીન'ની ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. કંપનીના ચેરમેન તથા મેનેજિંગ ડાયરેક્ટર કૃષ્ણા એલા (Krishna Ela)એ સોમવારે આ જાણકારી આપી છે. ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબંધોતિ કરતા એલાએ કહ્યુ કે, કંપની કોવિડ-19 માટે અન્ય એક વેક્સિન પર કામ કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news