ચૂંટણી મેદાનમાં ગત્ત 23 વર્ષોમાં શું છે ભાજપ-કોંગ્રેસનો સફળતાનો દર !
લોકસભા ચૂંટણી 2019માં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કોંગ્રેસનાં વધારે ઉમેદવારો ઉતાર્યા છે. 2019ની ચૂંટણીમાં ભાજપનાં 437 ઉમેદવાર લોકસભા ચૂંટણી મેદાનમાં છે. બીજી તરફ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 427 સીટો પર ચૂંટણી લડી હતી અને તેમાં 282 સીટો પર તેને જીત મળી હતી. બીજી તરફ કોંગ્રેસે સમગ્ર દેશમાં કુલ 450 લોકસભા સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા.
Trending Photos
નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019માં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કોંગ્રેસનાં વધારે ઉમેદવારો ઉતાર્યા છે. 2019ની ચૂંટણીમાં ભાજપનાં 437 ઉમેદવાર લોકસભા ચૂંટણી મેદાનમાં છે. બીજી તરફ 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 427 સીટો પર ચૂંટણી લડી હતી અને તેમાં 282 સીટો પર તેને જીત મળી હતી. બીજી તરફ કોંગ્રેસે સમગ્ર દેશમાં કુલ 450 લોકસભા સીટો પર ઉમેદવાર ઉતાર્યા હતા.
કોંગ્રેસ 450થી વધારે સીટો પર ચૂંટણી લડી પરંતુ સકસેસ રેટ જોઇએ તો ઘણો ઓછો રહ્યો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસની 50 સીટો સુધી પણ નહોતી પહોંચી શકી. કોંગ્રેસને ફરારીની હારનો સામનો કરવો પડ્યો અને તેણે માત્ર 44 સીટો મળી. 2014ની ચૂંટણીમાં ભાજપની જીત માટે મોટુ કારણ હતું મોદી લહેર. 1996થી 2014 સુધીની લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપનો સકસેસ રેટ જોઇએ તો તેનો ગ્રાફ 2009માં એક જ વાર કોંગ્રેસથી નીચે રહ્યો.
રાજનીતિક જાણકારોનું માનવું છે કે ભાજપે અનેક વર્ષોથી સતત આ અંગે કામ કર્યું છે કે કઇ રીતે સીટો પર પોતાની પકડ મજબુત કરવામાં આવે. 2014 બાદ ભાજપની પકડ સમગ્ર દેશમાં ફેલાયેલી છે. પોતાનાં આ વિસ્તારનાં કારણ ભાજપ, કોંગ્રેસથી વધારે સીટો પર ચૂંટણી લડી રહ્યા છે. ભાજપ, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં એનડીએનાં સહયોગીઓનો સાથ છોડીને આ વખતે તમામ સીટો પર એકલી જ ચૂંટણી લડી રહી છે. જ્યારે કોંગ્રેસ આ વખતે ભાજપની તુલનામાં ઓછી સીટો પર ચૂંટણી લડી રહ્યા છે. કારણ કે તેણે 2014ની તુલનામાં વધારે દળોની સાથે ગઠબંધન કરેલું છે. તેને સીટો વહેંચવી પડી રહી છે.
વર્ષ | પક્ષ | લડેલી સીટ | વિજય | સફળતાનો દર |
2014 | ભાજપ | 428 | 282 | 65.88 % |
કોંગ્રેસ | 464 | 44 | 9.48 % | |
2009 | ભાજપ | 433 | 116 | 26.78 % |
કોંગ્રેસ | 440 | 206 | 46.81 % | |
2004 | ભાજપ | 364 | 138 | 37.91 % |
કોંગ્રેસ | 417 | 145 | 34.77 % | |
1999 | ભાજપ |
339 |
182 | 56.38 % |
કોંગ્રેસ | 453 | 114 | 25.16 % | |
1998 | ભાજપ | 388 | 182 | 45.90 % |
કોંગ્રેસ | 477 | 141 | 29.55 % | |
1996 | ભાજપ | 471 | 161 | 34.18 % |
કોંગ્રેસ | 529 | 140 | 26.46 % |
જ્યારે કોંગ્રેસ આ વખતે ભાજપની તુલનામાં ઓછી સીટો પર ચૂંટણી લડી રહી છે કારણ કે તેણે 2014ની તુલનાએ વધારે પક્ષો સાથે ગઠબંધન કરેલું છે. તેને સીટો વહેંચવી પડી રહી છે. કોંગ્રેસે અનેક સીટો ગઠબંધન નહી હોવા છતા પણ આંતરિક સંમતીથી સીટો છોડી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે