કેમ થયો સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ? જાણો સારી અને વિવાદાસ્પદ બાબતો

દેશના ઘણા રાજ્યોમાં અગ્નિપથ યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને યુવાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસક પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. શું છે સમગ્ર વિવાદ અને શું છે અગ્નિપથ યોજનાની સારી અને નરસી બાબતો આવો જાણીએ...

કેમ થયો સરકારની અગ્નિપથ યોજનાનો વિરોધ? જાણો સારી અને વિવાદાસ્પદ બાબતો

ઝી બ્યુરો, અમદાવાદ: ભારતીય સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. યુવાઓને સેના સાથે જોડવા અને સશસ્ત્ર સેનાઓના આધુનિકરણ માટે આ યોજના લાવવામાં આવી છે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહે આ યોજનાની જાહેરાત કરી હતી જેના અંતર્ગત યુવાઓને 4 વર્ષની સમયમર્યાદા માટે સેનામાં ભરતી કરવામાં આવશે. જોકે, દેશના ઘણા રાજ્યોમાં આ યોજનાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને યુવાઓ રસ્તા પર ઉતરી આવ્યા છે અને હિંસક પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. શું છે સમગ્ર વિવાદ અને શું છે અગ્નિપથ યોજનાની સારી અને નરસી બાબતો આવો જાણીએ...

કેન્દ્રની અગ્નિપથ સેના ભરતી યોજનાને લઇને બિહાર, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ સહિત સાત રાજ્યમાં હિંસક વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આ યોજનાના વિરોધમાં કેટલીક જગ્યાઓએ ટ્રેનોમાં આગચંપી, સાર્વજનિક અને પોલીસની ગાડીઓને આગ લગાવવાની તેમજ સાર્વજનિક સ્થળો પર તોડફોળની ઘટનાઓ પણ સામે આવી છે. તો બીજી તરફ હરિયાણાના રોહતકમાં સેના ભરતીની તૈયારી કરી રહેલા એક યુવકે આપઘાત પણ કરી લીધો. આ વિરોધ પ્રદર્શન વચ્ચે યુવાઓએ 4 વર્ષ માટે ભરતી કરવામાં આવતી આ યોજનાને બંધ કરી અગાઉની જેમ કાયમી નોકરીની માંગ કરી છે. જો કે, સરકારે કહ્યું કે, 4 વર્ષ બાદ પણ યુવાનો પાસે નોકરીની તક રહેશે. પરંતુ અટવાયેલી ભરતીની માંગને લઇને વિરોધ પ્રદર્શન હિંસક સ્વરૂપ લઈ રહ્યા છે.

કેન્દ્ર સરકારે 14 જાન્યુઆરીએ અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સેનામાં નવી ભરતી માટે ઉંમર 17.5 થી 21 વર્ષ વચ્ચે હોવી જોઇએ. પરંતુ આ યોજનાના ભારે વિરોધ પ્રદર્શન વચ્ચે ઉમેદવારની ઉંમર 21 વર્ષની જગ્યાએ 23 વર્ષ કરવામાં આવી છે. જો કે, સરકારે ઉંમરની આ સીમા માત્ર આ વર્ષ માટે જ વધારી છે અને સરકારે આ યોજના હેઠળ થતી ભરતીની ઉંમર 21 વર્ષની જગ્યાએ 23 વર્ષ કરી દીધી છે.

જાણો શું છે અગ્નિવીર યોજના અને સેનામાં કોણ થઈ શકશે ભરતી
- અગ્નિવીર બનવા માટે ઉમેદવારની ઉંમર 17.5 વર્ષથી 23 વર્ષ વચ્ચે હોવી જોઇએ.
- સેના આ માટે સ્પેશિયલ રિક્રૂટમેન્ટ રેલી આયોજીત કરશે અને કેમ્પસ ઇન્ટરવ્યૂ આયોજીત કરશે.
- ભરતી માટે કોઈપણ સ્ટ્રીમમાંથી 12 પાસ યુવાનો આદેવન કરી શકશે.
- સેનાએ સ્પષ્ટ કર્યું છે કે હવે માત્ર અગ્નિપથ યોજના હેઠળ જ સેનામાં ભરતી કરવામાં આવશે અને અગાઉ કરવામાં આવતી ભરતી પ્રક્રિયા બંધ થઈ જશે.
- ભરતી કુલ 4 વર્ષ માટે કરવામાં આવશે અને વધુમાં વધુ 25 ટકા અગ્નિવીરોને સેનામાં કાયમી કમીશન પર રાખવામાં આવશે.
- આ દરમિયાન પહેલા વર્ષે 30,000 થી લઇને ચોથા વર્ષ સુધીમાં 40,000 સુધીનું પેકેજ અગ્નિવીરોને આપવામાં આવશે. આ ઉપરાંત જોખમ, રાશન, યુનિફોર્મ અને યોગ્ય મુસાફરી ભથ્થું આપવામાં આવશે.
- 4 વર્ષ બાદ આવકવેરામાંથી મુક્ત 10.4 લાખનું સંયુક્ત ભંડોળ અને ઉપાર્જિત વ્યાજનો પણ લાભ મળશે. 4 વર્ષની અવધિ પૂર્ણ કર્યા બાદ ઉમેદવાર અન્ય સામાન્ય નોકરી કરી શકશે.
- 4 વર્ષ બાદ ઉમેદવાર રેગ્યુલર કેડર માટે વોલેન્ટિયર પણ બની શકશે. સેનામાં પદ ખાલી થવા પર મેરિટના આધારે અગ્નિવીરોને કાયમી ભરતી પણ આપવામાં આવશે.
- જો કોઈ અગ્નિવીર દેશ સેવા દરમિયાન શહીદ થઈ જાય છે, તો તેના પરિવારને સેવા ભંડોળ સહિત 1 કરોડ રૂપિયાથી વધારેની રકમ વ્યાજ સહિત મળશે. આ ઉપરાંત બાકીની નોકરીનો પગાર પણ આપવામાં આવશે. ત્યારે જો કોઈ અગ્નિવીર ડિસેબલ થઈ જાય છે તો તેને 44 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે. આ ઉપરાંત બાકીની નોકરીનો પગાર પણ મળશે.
- સેના અગ્નિવીરોની ભરતી માટે ટુંક સમયમાં નોટિફિકેશન જાહેર કરશે જે બાદ આવેદન પ્રક્રિયા શરૂ થશે.

પહેલા વર્ષે સેનામાં કેટલા અગ્નિવીર
- આગામી છ મહિનામાં થલસેના 25,000 અગ્નિવીરની ભરતી કરશે, ત્યારબાદ બાકી 15,000 અગ્નિવીરોની ભરતી કરવાની શરૂ થશે.
- નૌસેનામાં પહેલા વર્ષે 3,000 અગ્નિવીરોની ભરતી
- વાયુસેનામાં પહેલા વર્ષે આ યોજના હેઠળ 3,500 અગ્નિવીરની ભરતી કરવામાં આવશે.

અગ્નિપથ યોજનાની જાહેરાત બાદ આ 5 મુદ્દે યુવાનોમાં રોષ
- 4 વર્ષની તૈયારી બાદ 4 વર્ષની નોકરી અને પછી બેરોજગારી
- કોરોનાના નામ પર દેશમાં ભરતી પ્રક્રિયા કરવામાં ન આવી. પરંતુ આ દરમિયાન બંગાળ, UP, પંજાબ, ઉત્તરાખંડ, મણિપુર અને ગોવા જેવા રાજ્યોમાં મોટી ચૂંટણી રેલી થઈ અને ચૂંટણી પણ.
- ફિજિકલ અને મેડિકલ છતાં ઓછામાં ઓછી 10 પ્રક્રિયાને અધૂરી છોડવામાં આવી અને હવે તેમને રદ કરવામાં આવી છે.
- અગ્નિવીરોના બિલ્લા, બેજ અને ચિહ્ન સહિતનો રેન્ક પણ અલગ હશે. યુવાનોને ડર છે કે તેનાથી ભેદભાવ વધશે.
- જે 25 ટકા અગ્નિવીરોને આગામી 15 વર્ષ માટે પસંદ કરવામાં આવશે તેમના માટે પણ કોઈ સ્પષ્ટ પારદર્શક પદ્ધતિ નથી.

શું અગ્નિવીરોનું ભવિષ્ય સુરક્ષિત
- જેઓ ઉદ્યોગસાહસિક બનાવા ઇચ્છે છે તેમને નાણાકીય પેકેજ અને બેંક લોન યોજના મળશે
- આગળ અભ્યાસ કરવા ઇચ્છતા લોકોને ધોરણ 12 સમકક્ષ પ્રમાણપત્રો અને વધુ અભ્યાસ માટે બ્રિજિંગ કોર્સ આપવામાં આવશે
- નોકરી મેળવવા ઈચ્છતા લોકોને CAPF અને રાજ્ય પોલીસમાં પ્રાથમિકતા આપવામાં આવશે
- તેમના માટે અન્ય ક્ષેત્રોમાં પણ અનેક રસ્તાઓ ખોલવામાં આવી રહ્યા છે

રેગ્યુલર સૈનિક અને અગ્નિવીર વચ્ચે તફાવત
- રેગ્યુલર સૈનિકોની ટોટલ મંથલી સેલેરી 25 હજાર રૂપિયા, જેમાંથી ઇન હેન્ડ સેલેરી 21 હજાર 700 રૂપિયા પ્રાપ્ત થશે, જ્યારે અગ્નિવીર સૈનિકોની પહેલા વર્ષે ટોટલ મંથલી સેલેરી 30 હજાર રૂપિયા હશે, જેમાંથી ઇન હેન્ડ સેલેરી 21 હજાર રૂપિયા પ્રાપ્ત થશે અને ચોથા વર્ષે 40 હજાર રૂપિયા હશે, જેમાંથી ઇન હેન્ડ 28 હજાર રૂપિયા પ્રાપ્ત થશે.
- રેગ્યુલર સૈનિકો માટે નોકરીની સમયમર્યાદા 19 વર્ષ છે, જ્યારે અગ્નિવીર સૈનિકોને માત્ર 4 વર્ષ નોકરી કરવાની રહેશે.
- રેગ્યુલર સૈનિકોને 11 મહિના ટ્રેનિંગ આપવામાં આવે છે, જ્યારે અગ્નિવીર સૈનિકોને 6 મહિના ટ્રેનિંગ આપવામાં આવશે.
- રેગ્યુલર સૈનિકોને આજીવન પેન્શન મળશે, જ્યારે અગ્નિવીર સૈનિકોને પેન્શન યોજનાનો કોઈ લાભ મળશે નહીં.
- રેગ્યુલર સૈનિકોને 20 લાખ રૂપિયાની ઇન્શ્યોરન્સ સુવિધા મળશે, જ્યારે અગ્નિવીર સૈનિકોને 48 લાખ રૂપિયાની ઇન્શ્યોરન્સ સુવિધા આપવામાં આવશે.
- શહિદ થવા પર રેગ્યુલર સૈનિકોને રેન્કના હિસાબથી 25-45 લાખ રૂપિયા મળશે, જ્યારે અગ્નિવીર સૈનિકોને 44 લાખ રૂપિયા, બાકી નોકરીના પૈસા અને સેવા ભંડોળના 11.71 લાખ રૂપિયા મળશે.
- રેગ્યુલર સૈનિકોને વર્ષમાં 90 રજાઓ મળશે, જ્યારે અગ્નિવીર સૈનિકો માટે રજા અંગે કોઈ સ્પષ્ટતા નથી.
- રેગ્યુલર સૈનિકોને આજીવન આર્મી કેન્ટીનની સુવિધા મળે છે, જ્યારે આગ્નિવીર સૈનિકોને માત્ર નોકરી સુધી જ આ સુવિધા મળશે.
- રેગ્યુલર સૈનિકોના બાળકોને આર્મી સ્કૂલની સુવિધા મળે છે, જ્યારે અગ્નિવીર સૈનિકો માટે આ મામલે કોઈ સ્પષ્ટતા નથી.
- રેગ્યુલર સૈનિકોને આજીવન મેડિકલ સુવિધા આપવામાં આવે છે, જ્યારે અગ્નિવીર સૈનિકોને માત્ર નોકરી સમયમર્યાદા સુધી આ સુવિધાનો લાભ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news