Rent Agreement 11 મહિનાનો જ કેમ થાય છે? ખાસ જાણો તેની પાછળનું કારણ

Rent Agreement Period: શું તમે ક્યારેય ભાડા પર મકાન લીધુ છે? તો તમે જોયું હશે કે મકાનમાલિક તમને 11 મહિનાનો રેન્ટ એગ્રીમેન્ટ સાઈન કરવાનું કહેશે. ભારતમાં આ સામાન્ય છે. આ કરાર પછી તો અનેકવાર રિન્યૂ થઈ શકે છે. પરંતુ શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે ભાડા કરાર 11 મહિનાનો જ કેમ હોય છે. 12 મહિના કે તેનાથી વધુનો કેમ નહીં?

ભાડા કરાર એ દસ્તાવેજ છે જેમાં બંને પક્ષો માટે નિયમો અને શરતો લખેલી હોય છે. જે ભાડુઆત અને મકાનમાલિક વચ્ચે કાયદાકીય સંબંધનું કામ કરે છે. તજજ્ઞોનું કહેવું છે કે મુશ્કેલ પ્રક્રિયા અને ભાડુઆતોનું સમર્થન કરતા કાયદાના કારણે મોટાભાગે પ્રોપર્ટી ખાલી કરાવવી મકાનમાલિક માટે મુશ્કેલ બનતી હોય છે. પ્રક્રિયામાં મોડું થવાના કારણે મકાન માલિકને ન્યાય મળવામાં પણ ઘણો સમય લાગે છે. આ દરમિયાન પણ ભાડુઆત પ્રોપર્ટીનો ઉપયોગ કરતો રહે છે. 

જો ભાડુ એક વર્ષથી ઓછું હોય તો તેને રજિસ્ટર કરાવવાની કોઈ જરૂર રહેતી નથી. રજિસ્ટ્રેશન એક્ટ 1908 ની કલમ 17 મુજબ એક વર્ષથી ઓછા સમય માટે લીઝ કરારને રજિસ્ટર કરાવવાની જરૂર નથી. એટલે કે રજિસ્ટ્રેશન વગર એક વર્ષથી ઓછા સમય માટે ભાડા કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. 

જો ભાડા કરાર એક વર્ષ કરતા ઓછું હોય તો ન તો તમારે તેને રજિસ્ટર્ડ કરાવવું પડે કે ન તો સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડે. આ પ્રકારે પ્રક્રિયામાં પૈસાની પણ બચત થાય છે. 

જો કોઈ ભાડા કરારને રજિસ્ટર્ડ કરાવવાનો વિકલ્પ પસંદ કરે તો સ્ટેમ્પ ડ્યૂટીની રકમ ભાડા અને રહેવાના સમયગાળા પ્રમાણે નક્કી થાય છે. જેટલા લાંબા સમય માટે ભાડુઆત રહેશે તેટલી વધુ સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી પડશે. આથી ભલે રેન્ટ એગ્રેમેન્ટ રજિસ્ટર્ડ હોય, પણ ઓછા સમયગાળા ભાડે લેવાથી તમે એક મોટી રકમ સ્ટેમ્પ ડ્યૂટીમાં ચૂકવવાથી બચી જશો. 

આથી ભાડુઆત અને મકાનમાલિક બંને માટે 11 મહિનાનો રેન્ટ એગ્રીમેન્ટ ફાયદાકારક હોય છે અને બંને મોટાભાગે તેના પર રાજી પણ થઈ જાય છે. અનેક લોકો રેન્ટ એગ્રીમેન્ટ રજિસ્ટર્ડ કરાવવાની જગ્યાએ નોટરાઈઝ્ડ કરાવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news