રોજ 80 પૈસા જ કેમ વધી રહી છે પેટ્રોલ-ડીઝલની કિંમતો? જાણો તેના પાછળ સરકારનું શું છે ગણિત?

તમને જણાવી દઈએ કે છેલ્લા 16 દિવસમાં માત્ર બે દિવસ 24 માર્ચ અને 1 એપ્રિલે એવું બન્યું છે કે તેલની કિંમતોમાં વધારો થયો નથી. આ સિવાય દરરોજ તેલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ ડીઝલની વાત કરીએ તો તેની કિંમત 96.60 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

રોજ 80 પૈસા જ કેમ વધી રહી છે પેટ્રોલ-ડીઝલની કિંમતો? જાણો તેના પાછળ સરકારનું શું છે ગણિત?

નવી દિલ્હીઃ દેશમાં પાંચ રાજ્યોમાં ચૂંટણી પુરી થયા બાદ ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. સતત વધી રહેલા ભાવથી લોકો પરેશાન થઈ રહ્યા છે. છેલ્લા 16 દિવસમાં 14મી વખત બુધવારે પેટ્રોલિયમ કંપનીઓએ તેલના ભાવમાં પ્રતિ લિટર 80 પૈસાનો વધારો કર્યો છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં સવાલ ઉઠી રહ્યો છે કે શા માટે દરરોજ 80 પૈસાનો વધારો થઈ રહ્યો છે. એવામાં અમે આ પ્રશ્નનો ઉકેલ શોધી કાઢ્યો છે.

તેલના ભાવ આકાશને આંબી રહ્યા છે
સતત વધારાના કારણે દિલ્હીમાં પેટ્રોલ 105 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે મુંબઈમાં પેટ્રોલની કિંમત 118 રૂપિયા પ્રતિ લીટરના આંકડાને પાર કરી ગઈ છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 16 દિવસમાં માત્ર બે દિવસ 24 માર્ચ અને 1 એપ્રિલે એવું બન્યું છે કે તેલની કિંમતોમાં વધારો થયો નથી. આ સિવાય દરરોજ તેલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે. બીજી તરફ ડીઝલની વાત કરીએ તો તેની કિંમત 96.60 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે.

ધીમે ધીમે ભાવ વધ્યો
ઉલ્લેખનીય છે કે, દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 4 નવેમ્બર 2021 થી 21 માર્ચ 2022 સુધી સ્થિર હતા. 22 માર્ચથી કિંમતોમાં બમ્પર વધારો ઝીંકવાની શરૂઆત થઈ હતી. જે ધીમે ધીમે દેશના સામાન્ય લોકો પર બોજ બની રહ્યો છે. જેના કારણે લોજિસ્ટિક્સની કિંમતો પર પણ દિનપ્રતિદિન દબાણ વધવા લાગ્યું છે, જેના કારણે મોંઘવારીની સીધી અસર સામાન્ય માણસની થાળી પર જોવા મળી રહી છે.

માત્ર 80 પૈસાનો ભાવ જ કેમ વધી રહ્યો છે?
હવે અમે તમને જણાવીએ કે શા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવ માત્ર 80 પૈસાના દરે વધી રહ્યા છે અને શા માટે યોગ્ય વધારો એક જ વારમાં કરવામાં આવી રહ્યો નથી. અમારી સહયોગી વેબસાઈટ ડીએનએમાં છપાયેલા અહેવાલ મુજબ, તેનો જવાબ વાસ્તવમાં એક ગાઈડલાઈનમાં છુપાયેલો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવા માટે અગાઉ ઓઈલ કંપનીઓને એક પરિપત્ર આવ્યો હતો. તેમાં સૂચના આપવામાં આવી હતી કે તેમની કિંમતોમાં મહત્તમ વધારો માત્ર 1 રૂપિયા સુધી જ થઈ શકે છે. આવી સ્થિતિમાં, કંપનીઓએ તેના વધારાની મહત્તમ રકમ 80 પૈસા પ્રતિ લિટર નક્કી કરી છે. આ જ કારણ છે કે પેટ્રોલ અને ડીઝલમાં મહત્તમ માત્ર 80 પૈસા સુધીનો વધારો કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news