Congress new president: કોંગ્રેસને ક્યારે મળશે નવા અધ્યક્ષ? પાર્ટીએ આપ્યા મોટા અપડેટ, જાણો ક્યારે થશે જાહેરાત
Congress new president: કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. અત્યારે કોઈના નામની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે 20 સપ્ટેમ્બર સુધીમાં કોંગ્રેસના નવા અધ્યક્ષ મળી જશે.
Trending Photos
Congress new president Announcement: કોંગ્રેસ લાંબા સમયથી નવા અધ્યક્ષની રાહ જોઈ રહી છે. તેને લઇને પાર્ટીમાં ઘણા દિવસથી મંથન ચાલી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી પ્રક્રિયા ક્રમમાં રવિવારે પાર્ટીની મોટી બેઠક મળી હતી. જેમાં પાર્ટીના ચૂંટણી અધિકારીએ કહ્યું કે, 20 સપ્ટેમ્બર સુધીમાં એક નવા પાર્ટી અધ્યક્ષની ચૂંટણી કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. પાર્ટીના સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીના અધ્યક્ષ મધુસુદન મિસ્ત્રીએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટેની છેલ્લી તારીખને મંજૂરી આપવાનું કોંગ્રેસ કાર્યકારી સમિતિ પર નિર્ભર છે. જે 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બરની વચ્ચે કોઇપણ દિવસ હોઈ શકે છે.
20 સપ્ટેમ્બર સુધીમાં થઈ શકે છે મહત્વની જાહેરાત
સીડબ્લ્યૂસીએ નિર્ણય કર્યો હતો કે 16 એપ્રિલથી 31 મે, 2022 સુધી બ્લોક સમિતિઓ અને પ્રદેશ કોંગ્રેસ કમિટિના એક-એક સભ્ય માટે ચૂંટણી થાય. જિલ્લા કમિટિના અધ્યક્ષ અને કાર્યકારિણીની ચૂંટણી 1 જૂનથી 20 જુલાઈ વચ્ચે, પીસીસી પ્રમુખો અને એઆઇસીસીના સભ્યોની ચૂંટણી 21 જુલાઈથી 20 ઓગસ્ટ 2022 વચ્ચે અને એઆઇસીસીના અધ્યક્ષની ચૂંટણી 21 ઓગસ્ટથી 20 સપ્ટેમ્બર વચ્ચે યોજાય.
સામે આવી આ મોટી જાણકારી
તેના પર મિસ્ત્રીએ કહ્યું કે, અમે શિડ્યુલ સાથે જઈ રહ્યા છીએ. અમે પહેલા જ પાર્ટી નેતૃત્વને ચૂંટણી કાર્યક્રમ મોકલી ચૂક્યા છીએ અને સીડબ્લ્યૂસીની મંજૂરીની રાહ જોઈ રહ્યા છીએ. જે કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણીની છેલ્લી તારીખ નક્કી કરશે. શું બ્લોક, જિલ્લા અને રાજ્ય કોંગ્રેસ સમિતિઓના સ્તરે સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ અંગે પૂછવા પર તેમણે કહ્યું કે, પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જોકે, મિસ્ત્રીએ કહ્યું કે, ચૂંટણી સત્તા એઆઇસીસીના પ્રતિનિધિઓને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે જેઓ પક્ષના ટોચના પદ માટે નિર્ણાયક ચૂંટણીમાં મતદાન કરશે.
જી-23 નેતાઓની સંપૂર્ણ પ્રક્રિયા પર ચાંપતી નજર
તેમણે કહ્યું કે, કાર્ય સમિતિ દ્વારા ચોક્કસ તારીખને નક્કી કરવામાં આવશે. આ માટે બેઠક ટૂંક સમયમાં યોજાશે. સોનીયા ગાંધી અને પાર્ટી કહી રહી છે કે 20 સપ્ટેમ્બર સુધી કોંગ્રેસને તેમના નવા અધ્યક્ષ મળી જશે. આ વચ્ચે જાણવા મળ્યું છે કે, G-23 ચૂંટણી પ્રક્રિયા અને તેની પારદર્શિતા પર ચાંપતી નજર રાખી રહ્યા છે. રાજ્યસભામાં વિપક્ષના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદ અને તેમના ડેપ્યુટી આનંદ શર્મા ઉપરાંત ભૂપિંદર સિંહ હુડ્ડા અને મીનષ તિવારી સહિત પ્રમુખ દિગ્ગજોનો ગ્રુપ બ્લોકથી સીડબ્લ્યુસી સ્તર સુધી યોગ્ય ચૂંટણી માટે દબાણ કરી રહ્યું છે.
(ઇનપુટ એજન્સી સાથે)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે