Navratri 2020 : શક્તિની સાધનામાં આ 9 વાતોનું જરૂર રાખો ધ્યાન

શક્તિની સાધના ખૂબ જ પવિત્રતા સાથે કરવામાં આવે છે, જેના પોતાના વિશેષ નિયમ પણ છે. આવો જાણીએ કે આખરે નવરાત્રિના નવ દિવસોમાં કરવામાં આવનાર વિશેષ સાધનાની સફળતા માટે આખરે કઇ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.  

Navratri 2020 : શક્તિની સાધનામાં આ 9 વાતોનું જરૂર રાખો ધ્યાન

નવી દિલ્હી: શક્તિની સાધનાનું મહાપર્વ નવરાત્રિ 17 ઓક્ટોબરથી શરૂ થઇ ચૂકી છે અને આ 25 ઓક્ટોબર 2020 સુધી ઉજવવામાં આવે છે. જીવન સાથે જોડાયેલા તમામ દુખોને દુર કરવા અને મનોકામનાને પુરી કરવા માટે નવરાત્રિના 9 દિવસોમાં સાધક દેવી દુર્ગાના નવ રૂપોને વિશેષરૂપથી પૂજા આરાધના કરે છે. શક્તિની સાધના ખૂબ જ પવિત્રતા સાથે કરવામાં આવે છે, જેના પોતાના વિશેષ નિયમ પણ છે. આવો જાણીએ કે આખરે નવરાત્રિના નવ દિવસોમાં કરવામાં આવનાર વિશેષ સાધનાની સફળતા માટે આખરે કઇ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી છે.  

1. જો તમે શક્તિની ઉપાસના કરો છો તો તમારે નવરાત્રિમાં વ્રત અવશ્ય રાખવું જોઇએ. જો તમે પોતાના ઘરમાં અખંડ જ્યોતિ પ્રગટાવી રહ્યા છો તો ક્યારે પણ ઘરમાં તાળુ લગાવી અથવ ઘરને ખાલી મુકીને બહાર ન જાવ. 

2. શક્તિની ઉપાસના માટે જપનાર મંત્રો માટે ચંદનની માળા અત્યંત શુભ અને શીધ્ર જ ફળ આપનાર હોય છે. માં લક્ષ્મીની સાધના સ્ફટિક અથવા કમળના ગોટાની માળા કરતાં શ્રેષ્ઠ રહે છે. દેવીના મંત્રોના જાપ કરતી વખતે પોતાના શરીરના કોઇપણ અંગને હલાવશો નહી. આ એક પ્રકારનો દોષ હોય છે. 

3. મા ભગવતીને પ્રસન્ન કરવા માટે જપનાર મંત્રને એક નિશ્વિત સમય પર એક નિશ્વિત સંખ્યામાં જ જપો. ક્યારેય વધુ તો ક્યારેક ઓછા મંત્રોનો જાપ ન કરો. નવરાત્રના 9 દિવસોમાં ક્રોધ અથવા વિવાદ ન કરો.

4. નવરાત્રિના 9 દિવસોમાં દાઢી-મૂંછ અથવા બાલ કપાવવા ન જોઇએ અને ના તો ચામડાથી બનાવેલી વસ્તુને ધારણ કરવી જોઇએ. 

5. દેવીની પૂજા પોતાના આસન પર બેસીને કરો. દેવીની પૂજા માટે લાલ રંગના તે આસન અથવા કોઇ ધાબળા પર લાલ રંગનું કપડું પાથરીને કરો. કાલી માતાની આરાધના કાળા રંગના ધાબળા પર બેસીને કરો. 

6. દેવી દુર્ગાની સાધના-આરાધના કરતી વખતે સાધના કરનાર વ્યક્તિનું મોઢું હંમેશા પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવું જોઇએ. નાની બાળકીઓનું દિલ ક્યારેય દુભાવશો નહી. 

7. ઘરમાં શક્તિની ત્રણ મૂર્તિઓ વર્જિત છે. એવામાં તમારા પૂજા ઘરમાં શક્તિની ત્રણ મૂર્તિને ભૂલથી પણ સ્થાપિત ન કરો. 

8. શક્તિની 9 દિવસની સાધના દરમિયાન શૃંગાર, મોજ મસ્તી, શોખ અને કામુકતા વગેરે વિચારોથી દૂર રહ્યો. પૂજા દરમિયાન ગંદા અથવા ધોયા વિનાના વસ્ત્રો ન પહેરો. 

9. નવરાત્રિ તામસિક વસ્તુઓનું સેવન ન કરો. ફક્ત સાત્વિક ભોજન જ કરો. કોઇપણ ખાદ્ય પદાર્થ અથવા ફળનું સેવન કરતાં પહેલાં દેવીને જરૂર અર્પણ કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news