Sammed Shikharji: શું છે સમ્મેદ શિખરજી વિવાદ, ઝારખંડ સરકારના નિર્ણય પર કેમ થયો હોબાળો? જૈન સમાજમાં રોષ

Sammed Shikharji Controversy: ઝારખંડ સરકાર દ્વારા શ્રી સમ્મેદ શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરાયા બાદ સમગ્ર જૈન સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તમે પણ જાણો શ્રી સમ્મેદ શિખરજી સાથે જોડાયેલી જૈન સમાજની આસ્થા અને તેના પર શરૂ થયેલા વિવાદ વિશે...

Sammed Shikharji: શું છે સમ્મેદ શિખરજી વિવાદ, ઝારખંડ સરકારના નિર્ણય પર કેમ થયો હોબાળો? જૈન સમાજમાં રોષ

નવી દિલ્હીઃ ammed Shikharji Controversy: ઝારખંડ સરકાર દ્વારા શ્રી સમ્મેદ શિખરજીને પર્યટન સ્થળ જાહેર કરાયા બાદ દેશભરના જૈન સમાજના લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે. આવો તમને જણાવીએ શ્રી સમ્મેદ શિખરજી સાથે જોડાયેલી જૈન સમાજની આસ્થા અને તેના પર શરૂ થયેલા વિવાદ વિશે. ઝારખંડના ગિરિડીહ જિલ્લામાં સ્થિત શ્રી સમ્મેદ શિખરજીને પાશ્ચર્વનાથ પર્વત કહેવામાં આવે છે. જૈન ધાર્મિક માન્યતા અનુસાર અહીં 24માંથી 20 જૈન તીર્થકરો અને ભિક્ષુઓએ મોક્ષ પ્રાપ્ત કર્યો.

સમ્મેદ શિખરજી સાથે જોડાયેલી જૈન સમાજની આસ્થા
સમ્મેદ શિખરજી જૈનનું પવિત્ર તીર્થ છે. જૈન સમાજ અનુસાર સમ્મેદ શિખરજીનો કણ-કણ અત્યંત પવિત્ર છે. જૈન સમુદાય સમ્મેદ શિખરજીના દર્શન કરે છે અને 27 કિમીના ક્ષેત્રમાં ફેલાયેલા મંદિરોમાં જાય છે અને પૂજા કરે છે. જૈન લોકો પૂજા બાદ ભોજન કરે છે. ત્યાં કોઈ પ્રકારની અસામાજિક ગતિવિધિ તે પવિત્ર સ્થાનની પવિત્રતા અને જૈનિયોની આસ્થાને ઠેસ પહોંચી શકે છે. 

Trip to Heaven - Sammed Shikharji Yatra - Tripoto

કેમ શરૂ થયો વિવાદ
ઝારખંડ સરકારે આ સ્થળને ઈકો-સ્પોટ તરીકે જાહેર કર્યું છે અને તેને પિકનિક સ્પોટમાં ફેરવી દીધું છે. જેના કારણે ભવિષ્યમાં ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. કર્ણાટક, ઝારખંડ અને મધ્યપ્રદેશના જૈનો વિવિધ સ્થળોએ મૌન વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તાજેતરમાં ઉત્તર-પૂર્વ દિલ્હીના સાંસદ મનોજ તિવારી અને સહારનપુરના સાંસદ હાજી ફઝલુર રહેમાને સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભાને સંબોધતા સાંસદ મનોજ તિવારીએ કહ્યું, 'ઝારખંડ સરકારના નિર્ણયની સીધી અસર સમેદ શિખરની પવિત્રતા પર પડી છે. જૈનો ઈચ્છે છે કે આ આદેશ રદ કરવામાં આવે.

— ANI (@ANI) January 1, 2023

શું ઈચ્છે છે જૈન સમાજ?
મધ્ય અને દક્ષિણ ભારતમાં જ નહીં, જૈન સમાજના લોકો રાષ્ટ્રીય રાજધાનીમાં પણ વિરોધ કરી રહ્યાં છે. વિશ્વ જૈન સંગઠને ઋષભ વિહારમાં આમરણ અનશનનું આયોજન કર્યું છે. સંડે ગાર્જિયન સાથે વાત કરતા વિશ્વ જૈન સંગઠનના સંજય જૈને કહ્યુ- પાશ્ચર્વનાથ પર્વત પર કોઈ પ્રોટોકોલનું પાલન કરવામાં આવતું નથી, ઘણા લોકો ત્યાં પર્યટકના રૂપમાં જાય છે અમારા માતા વૈષ્ણો દેવી જેવા પ્રોટોકોલની જરૂર છે. કોઈ ચેક પોસ્ટ, બેરેકેડિંગ કે સીસીટીવી કેમેરા નથી અને ગમે તે પ્રવેશ કરી શકે છે. તે અમારા ધાર્મિક સ્થળને અપવિત્ર બનાવી રહ્યાં છે. પર્યટન સ્થળ જાહેર થયા બાદ અહીં માંસાહારી લોકો ફરી રહ્યાં છે, આ સિવાય મંદિરમાં જૂતા પહેરીને પહોંચી જાય છે. જેના કારણે તીર્થ સ્થળ દૂષિત થઈ જાય છે. 

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન
ઝારખંડ સરકારના નિર્ણયની વિરુદ્ધ દિલ્હીમાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. જૈન સમાજના લોકોએ માંગ કરી કે સરકાર પોતાના નિર્ણયને પરત લે બાકી દેશભરમાં ભારે વિરોધ કરવામાં આવશે. જો અમારી માંગ પૂરી થશે નહીં તો દિલ્હી જામ કરી દેવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news