Nandigram Assembly Election Result 2021: બંગાળની રાજનીતિમાં મોટો અપસેટ, મમતા સામે સુભેંદુ અધિકારીની જીત

Nandigram Assembly Election Result 2021: પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ ભારે બહુમતી સાથે સત્તામાં વાપસી કરી છે, પરંતુ મુખ્યમંત્રી મમતા બેનર્જી નંદીગ્રામ સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. 

Nandigram Assembly Election Result 2021: બંગાળની રાજનીતિમાં મોટો અપસેટ, મમતા સામે સુભેંદુ અધિકારીની જીત

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ  (West Bengal)  સહિત 4 રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશના યોજાયેલી ચૂંટણીના (Assembly Election Results 2021)  પરિણામો આવી આવી રહ્યાં છે. ટ્રેન્ડ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીને શાનદાર જીતવ મળી રહી છે. પરંતુ નંદીગ્રામ સીટ પર મમતા બેનર્જીએ હારનો સામનો કરવો પડ્યો છે. ભાજપના નેતા સુભેંદુ અધિકારીએ તેમને 1622 મતે પરાજય આપ્યો છે. 

સતત જોવા મળી ટક્કર
મત ગણતરી દરમિયાન નંદીગ્રામ સીટ (Nandigram) પર મમતા બેનર્જી અને સુભેંદુ અધિકારી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી. કાઉન્ટિંગ દરમિયાન ક્યારેક મમતા બેનર્જી તો ક્યારેક અદિકારી આગળ રહ્યા હતા. પરંતુ અંતમાં પાસુ પલટી ગયું અને મમતા બેનર્જીએ હારનો સામનો કરવો પડ્યો છે. 

મમતા બેનર્જીએ સ્વીકારી હાર
ચૂંટણીમાં પાર્ટીની શાનદાર જીત બાદ મમતા બેનર્જીએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન તેમણે બંગાળના લોકોનો આભાર માન્યો હતો. મમતા બેનર્જીએ કહ્યું કે, કોરોના કાળમાં કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં. તેમણે નંદીગ્રામમાં પોતાની હારનો સ્વીકાર કરતા કહ્યું કે, ભૂલી જાવ નંદીગ્રામમાં શું થયું છે. 

ક્યારેક મમતા બેનર્જીના નજીકના સાથી રહેલા અધિકારી ભાજપમાં જોડાયા બાદ મુખ્યમંત્રીએ તેમને નંદીગ્રામથી પડકાર આપવાનો નિર્ણય કર્યો હતો. મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી લડ્યા પરંતુ તેમણે હારનો સામનો કરવો પડ્યો છે. બન્ને નેતાઓમાં કાંટાની લડાઈ જોવા મળી પરંતુ અંતમાં જીતનો સ્વાદ અધિકારીએ ચાખ્યો છે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news