TMC માં જોડાયા ભાજપના બાગી નેતા, રાજકારણમાં વાપસીનું જણાવ્યું આ કારણ
ભાજપના પૂર્વ નેતા અને કેંદ્રીય મંત્રી રહી ચૂકેલા યશવંત સિંહા (Yashwant Sinha) તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. તે આજે કલકત્તામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના મુખ્યાલયમાં પહોંચ્યા. માનવામાં આવી રહ્યું છે કે તે બંગાળની ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજકીય સલાહકાર બનશે.
Trending Photos
કલકત્તા: ભાજપના પૂર્વ નેતા અને કેંદ્રીય મંત્રી રહી ચૂકેલા યશવંત સિંહા (Yashwant Sinha) તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઇ ગયા છે. તે આજે કલકત્તામાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના મુખ્યાલયમાં પહોંચ્યા. માનવામાં આવી રહ્યું છે કે તે બંગાળની ચૂંટણીમાં મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજકીય સલાહકાર બનશે.
સરકારને ખેડૂતોની કોઇ ચિંતા નથી- યશવંત સિંહા
TMC માં જોડાયા બાદ યશવંત સિંહા (Yashwant Sinha) એ કહ્યું કે પ્રજાતંત્રનો અર્થ છે કે સરકારના પ્રતિનિધિ 24 કલકા જનતા પ્રત્યે પોતાના કર્તવ્યોનું પાલન કરે. દેશના અન્નદાતા ગત 3 મહિનાથી દિલ્હીની સરહદ પર બેસેલા છે અને કોઇને કોઇ ચિંતા નથી. દેશમાં શિક્ષણ-સ્વાસ્થ્ય ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે પરંતુ સરકારને કોઇ ફરક પડતો નથી. તેમણે દાવો કર્યો કે 'તેમાં કોઇ શંકા નથી કે તૃણમૂલ કોંગ્રેસ ખૂબ મોટા બહુમત સાથે સત્તામાં આવશે. બંગાળમાંથે આખા દેશમાં એક સંદેશ જવો જોઇએ કે જે કંઇ મોદી અને શાહ દિલ્હી ચલાવી રહ્યા છે, હવે દેશ તેને સહન નહી કરે.
'આજની સરકાર કચડવામાં વિશ્વાસ ધરાવે છે'
તેમણે આરોપ લગાવ્યો કે દેશમાં અત્યારે રાજ કરી રહેલી રૂલિંગ પાર્ટીનો એક જ હેતુ છે કે કોઇપણ પ્રકારે ચૂંટણી જીતો અને પોતાનો વિજય ધ્વજ ફરકાવો. યશવંત સિંહા (Yashwant Sinha) એ કહ્યું કે આજની સરકાર લોકોની જરૂરિયાતો પુરી કરવાના બદલે તેને કચડવામાં વિશ્વાસ ધરાવે છે. તેમણે દાવો કર્યો કે અટલજી અને આજના સમયની ભાજપમાં જમીન આકાશનો ફરક છે. તે જમાનામાં તમામ પક્ષ અને સામાન્ય લોકોનું સાંભળવામાં આવતું હતું પરંતુ આજે સંભળાવવામાં આવે છે.
इसमें कोई शक नहीं है कि तृणमूल कांग्रेस बहुत बड़े बहुमत के साथ सत्ता में वापस आएगी। बंगाल से पूरे देश में एक संदेश जाना चाहिए कि जो कुछ मोदी और शाह दिल्ली से चला रहे हैं, अब देश उसको बर्दाश्त नहीं करेगा: यशवंत सिन्हा, टीएमसी pic.twitter.com/m3mWmCIosi
— ANI_HindiNews (@AHindinews) March 13, 2021
'અટલ જી અને આજની ભાજપમાં ખૂબ મોટો ફરક છે'
યશવંત સિંહા (Yashwant Sinha) એ કહ્યું કે અટલજીના સમયને જોઇએ તો તે સમયે કર્ણાટકમાં જનતા દળ એસ, કશ્મીરમાં પીડીપી, બંગાળમાં ટીએમસી, પંજાબમાં અકાદળી દળ , બિહારમાં જેડીયૂ, મહારાષ્ટ્રમાં શિવસેના સહિત દેશની તમામ મોટી પાર્ટીઓ સાથે ભાજપનો તાલમેલ કર્યો. તેમણે કહ્યું કે અટલજીની ઇચ્છા ક્યારેય કોઇને દબાવવાની રહી નથી. તે બધાને સાથે લઇને ચાલતા હતા પરંતુ આજે કોઇપણ તેમની સાથે નથી. ત્યાં સુધી કે હવે અકાળી દળ પણ તેમનો સાથ છોડી ગયું છે.
ચૂંટણીમાં ટીએમસીનું સમર્થન કરવાની અપીલ કરી
યશવંત સિંહા (83 વર્ષીય) એ ભાજપ વિરૂદ્ધ લડાઇમાં પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીનું સમર્થન કરવાની શપથ લીધી. આ અવસર પર તૃણમૂલ કોંગ્રેસના લોકસભામાં નેતા સુદીપ બંદોપાધ્યાયે કહ્યું કે 'અમે અમારી પાર્ટીમાં યશવંત સિંહાનું સ્વાગત કરીએ છીએ. તેમની ભાગીદારીથી ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ અમારી લડાઇ વધુ મજબૂત બનશે.
ચંદ્રશેખરની સરકારમાં નાણામંત્રી પણ રહ્યા
તમને જણાવી દઇએ કે યશવંત સિંહાએ વર્ષ 1990 માં ચંદ્રશેખરની સરકારમાં નાણામંત્રીની જવાબદારી ભજવી હતી. ત્યારબાદ વાજપેયી મંત્રીમંડળમાં પણ આ મંત્રાલયનો કાર્યભાર મળ્યો. તેમણે વાજપેયી સરકારમાં વિદેશમંત્રીની જવાબદારી ભજવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે