ધુમ્મસ, કરા અને વરસાદ...આગામી પાંચ દિવસ માટે હવામાન કેવું રહેશે, IMD આપી મહત્વની જાણકારી
હવામાન વિભાગ પ્રમાણે પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર જેમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંત તથા મેદાની ક્ષેત્રો પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશમાં ચાર-પાંચ દિવસ ઓલાવૃષ્ટિની સંભાવના છે.
Trending Photos
નવી દિલ્હીઃ આગામી ચાર ફેબ્રુઆરી સુધી હવામાન કેવું રહેશે, તેને લઈને આઈએમડીએ ચેતવણી જાહેર કરી છે. હવામાન વિભાગ પ્રમાણે પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર જેમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને તેની નજીકના મેદાની ક્ષેત્રો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાનમાં આવનાર ચારથી પાંચ દિવસ સુધી હળવાથી મધ્ય વરસાદ અને ઓલાવૃષ્ટિની સંભાવના છે. આ સિવાય પહાડો પર હિમવર્ષા થવાની પણ સંભાવના છે. તેની તીવ્રતા 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ તેની ટોચ પર હશે. આ સમયગાળા દરમિયાન અહીંના લોકોને ઠંડીના પ્રકોપનો સામનો કરવો પડી શકે છે.
હવામાન વિભાગની ચેતવણી પ્રમાણે કાશ્મીર ઘાટી, હિમાચલ પ્રદેશમાં 31 જાન્યુઆરી તથા 1 ફેબ્રુઆરીએ અને ઉત્તરાખંડમાં 31 જાન્યુઆરીએ ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય આ તારીખોમાં જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડમાં ઓલાવૃષ્ટિની પણ સંભાવના છે. અરૂણાચલ પ્રદેશમાં 2 ફેબ્રુઆરીએ છુટાછવાયા વરસાદ અને બર્ફવર્ષાની સંભાવના છે. આ સિવાય ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 31 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીએ ઓલાવૃષ્ટિની સંભાવના છે.
31 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીની સવારના કલાકોમાં પંજાબ, હરિયાણા-ચંદીગઢ-દિલ્હીના વિવિધ ભાગોમાં ખૂબ ગાઢ ધુમ્મસની સંભાવના છે. 3 ફેબ્રુઆરીએ પણ વિવિધ ભાગોમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીના રોજ પૂર્વી ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગોમાં અને 31 જાન્યુઆરીએ સવારના સમયે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ગાઢથી ખૂબ ગાઢ ધુમ્મસની શક્યતા છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો પંજાબ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગ અને ઉત્તરી રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ જોવા મળી હતી. પૂર્વી ઉત્તર પ્રદેશના અલગ-અલગ ભાગમાં કોલ્ડ દિવસથી લઈને ગંભીર કોલ્ડ દિવસની સ્થિતિ બનેલી રહી. સિક્કિમ (ગંગટોક) માં છુટીછવાઈ ઓલાવૃષ્ટિ જોવા મળી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે