વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ! રેમલ રફેદફે, હવે હીટવેવ હટ્યો, ચોમાસું ચાલુ...

Monsoon Update: નિર્ધારિત તારીખથી 2 દિવસ પહેલાં મળી વરસાદ અંગેની ખુશખબર..દેશના વિવિધ રાજ્યોને હવે ઘેરવા લાગ્યા છે વરસાદી વાદળો. જલદી આવશે ગુજરાતનો વારો...

વીજળીના કડાકા ભડાકા સાથે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ! રેમલ રફેદફે, હવે હીટવેવ હટ્યો, ચોમાસું ચાલુ...

ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશને ઘેરવા ચોમાસાના વાદળો તૈયાર...હીટવેવ હટતા હવે વરસાદ શરૂ થશે...હવામાન વિભાગના વૈજ્ઞાનિકે બુધવારે કહ્યું હતું કે દેશનાં કેટલાંક રાજ્યોમાં હીટ વેવ જેવી સ્થિતિમાંથી ગુરુવારે રાહત મળવા લાગશે. પશ્ચિમી હિમાલય વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં 4 દિવસ સતત તાપમાન ઘટશે. હવામાન વિભાગની આગાહી હતી કે કાળઝાળ ગરમી અને હીટ વેવ વચ્ચે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 30 મેએ કેરળમાં પ્રવેશ કરશે. એ આગાહી અનુસાર આજે કેરળમાં ચોમાસું પહોંચ્યું છે. આ વખતે ચોમાસું કેરળની સાથેસાથે ઉત્તર-પૂર્વ દિશાએથી પણ એકસાથે આગમન ક્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે કેરળ ઉપર ચોમાસાના આગમન માટે અનુકૂળ વાતાવરણ સર્જાતા આજથી દેશમાં ચોમાસાનો પ્રારંભ થઈ રહ્યો છે.

બીજી તરફ છેલ્લાં બે સપ્તાહથી ભારે વરસાદ પડી રહ્યો છે. માર્ચથી મે વચ્ચે 465 મિમી એટલે કે 39% કરતાં વધુ વરસાદ પડી ગયો છે. તેમાંથી 90% વરસાદ મેમાં પડ્યો છે. દરમિયાન દેશનું સૌથી વધુ તાપમાન નોંધાવાના 2 કલાક પછી દિલ્હીમાં સારો વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બિહાર, ઝારખંડ, બંગાળ અને ઓડિશામાં આગામી 5 દિવસમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. નિર્ધારિત તારીખથી 2 દિવસ પહેલાં મળી વરસાદ અંગેની ખુશખબર..દેશના વિવિધ રાજ્યોને હવે ઘેરવા લાગ્યા છે વરસાદી વાદળો. જલદી આવશે ગુજરાતનો વારો...

હવામાન વિભાગે ગુજરાત માટે ચોમાસાની ટાઇમલાઇન જારી કરીઃ
ઉત્તર-મધ્ય ગુજરાતમાં 15 થી 20 જૂન સુધીમાં ચોમાસાનો પ્રવેશ થશે. 20 જૂનથી લગભગ ગુજરાતભરમાં રાબેતા મુજબ ચોમાસુ બેસી જશે અને સર્વત્ર વરસાદ શરૂ થઈ જશે. ઉલ્લેખનીય છેકે, ગત વર્ષે ચોમાસા પહેલાં જ ગુજરાતમાં 60 ટકા વરસાદ વરસી ગયો હતો.

આ વખતે દેશભરમાં ભરપૂર વરસાદનું અનુમાનઃ
હવામાન વિભાગે 15 મેએ કેરળમાં ચોમાસાના આગમાનની તારીખ માટે 31 મેની આગાહી કરી હતી. ચોમાસાને બંગાળની ખાડી તરફ આગળ વધવામાં રેમલ વાવાઝોડાએ ભરપૂર મદદ કરી છે. તેને પગલે દેશમાં નિર્ધારિત તારીખ પહેલાં ચોમાસું પ્રવેશી રહ્યું છે. આમ તો ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. આઈએમડીએ આ વખતે ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર દરમિયાન સામાન્ય કરતાં વધુ 106 ટકા વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આસામ સુધી 5 જૂન સુધીમાં ચોમાસું પહોંચવાની શક્યતા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news