Weather Update: માત્ર ગણતરીના દિવસોમાં મોસમ કરવટ બદલશે! હવે ગાજવીજ સાથે વરસાદ, આંધી-તોફાન-વંટોળ માટે તૈયાર રહો!

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના અમુક રાજ્યો જેવા કે યૂપી, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં મોસમ કરવટ બદલવાની આશા સેવી છે.

Weather Update: માત્ર ગણતરીના દિવસોમાં મોસમ કરવટ બદલશે! હવે ગાજવીજ સાથે વરસાદ, આંધી-તોફાન-વંટોળ માટે તૈયાર રહો!

IMD Weather Forecast today: હવામાન વિભાગ દ્વારા એક ખુશખબરી આપવામાં આવી છે. દેશમાં કાળઝાળ ગરમીના કારણે અનેક રાજ્યોમાં લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. દેશના અમુક રાજ્યોમાં સૌથી વધુ 51 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે ઓછામાં ઓછું 48 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દેશના અમુક રાજ્યો જેવા કે યૂપી, ઉત્તરાખંડ, હરિયાણા, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં મોસમ કરવટ બદલવાની આશા સેવી છે.

બીજી બાજુ દક્ષિણ પશ્ચિમ ચોમાસું આ વર્ષે જલ્દી દસ્તક આપે તેવા એંધાણ આપ્યા છે અને લોકોને ગરમીથી રાહત મળશે. IMD એ શુક્રવારે જાહેરાત કરી હતી કે બહુપ્રતીક્ષિત દક્ષિણ- પશ્ચિમ ચોમાસું કેરળમાં 27 મેના રોજ દસ્તક આપી શકે છે. તમને જણાવી દઈએ કે સામાન્ય રીતે કેરળમાં 1 જૂનની આસપાસ દસ્તક આપે છે.

— India Meteorological Department (@Indiametdept) May 14, 2022

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, પહાડી રાજ્યોથી લઈને યૂપી સુધી ઘણા રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડું ત્રાટકવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 16 અને 17 મેના રોજ ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવાની સંભાવના અને વાવાઝોડાની આગાહી કરી છે. ઉત્તર પંજાબ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં પણ 16 અને 17 મેના રોજ સામાન્ય વરસાદની સંભાવના દર્શાવી છે. હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં 16 મેના રોજ આંધી-તોફાનની સંભાવના છે. જ્યારે, ઉત્તરી રાજસ્થાન અને ઘણા વિસ્તારોમાં 14 અને 15 મેના રોજ 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ઘૂળની ડમરીઓ ઉડવાનું અનુમાન લગાવ્યું છે.

જાણો હાલ શહેરોની સ્થિતિ
15 મે એટલે કે આજે મોસમની વાત કરીએ તો દિલ્હી સાથે જોડાયેલા પશ્ચિમી યૂપીના ગાજિયાબાદમાં આજે ન્યૂનતમ પારો 30 ડિગ્રી અને સૌથી વધુ તાપમાન 44 ડિગ્રી રહેવાનું અનુમાન લગાવ્યં છે. આ રીતે પહાડોની રાણી શિમલામાં આજે ન્યૂનતમ તાપમાન 16 ડિગ્રી અને સૌથી વધુ તાપમાન 26 ડિગ્રી તો મનાલીમાં ન્યૂનત તાપમાન 14 અને અધિકત્તમ 27 ડિગ્રી રહેવાની સંભાવના છે.

ચોમાસું ક્યાં દસ્તક આપી શકે?
ચોમાસું પ્રથમ દક્ષિણ આંદામાન સમુદ્રમાં દસ્તક આપશે અને ચોમાસાના પવનો પછી બંગાળની ખાડીમાં ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે. એવું માનવામાં આવે છે કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 22 મેની આસપાસ આંદામાન સમુદ્રમાં આવી શકે છે. IMD એ જણાવ્યું કે ભૂમધ્ય પવનો તીવ્ર થવાની સાથે દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ દક્ષિણ આંદામાન સમુદ્ર, નિકોબાર ટાપુઓ અને દક્ષિણપૂર્વ બંગાળની ખાડીના ભાગોમાં 15 મેની આસપાસ થવાની સંભાવના છે.

હવામાન વિભાગે શું કહ્યું?
જોકે, આઈએમડીએ જણાવ્યું છે કે ગત વર્ષના આંકડાઓથી ખબર પડે છે કે અંડમાન સાગરમાં વરસાદ આવવાની તારીખનું કેરળના મોનસૂનની શરૂઆત સાથે કોઈ લેવા દેવા નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news