UP Heavy Rain Alert: ફરી જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! 28 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ

Gujarat Weather Forecast: ચોમાસુ ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો હતો જો કે હવે હવામાન વિભાગે દેશના અનેક સ્થળો પર ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં તો વરસાદના કારણે હાલ પરિસ્થિતિ ખરાબ છે. આ ઉપરાંત ગુજરાત માટે પણ શું આગાહી કરી છે તે ખાસ જાણી લેજો. 

UP Heavy Rain Alert: ફરી જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! 28 જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ

ચોમાસુ ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસથી અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો હતો જો કે હવે હવામાન વિભાગે દેશના અનેક સ્થળો પર ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશમાં તો વરસાદના કારણે હાલ પરિસ્થિતિ ખરાબ છે. અનેક જિલ્લાઓમાં હવામાન ખાતાએ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત ગુજરાત માટે પણ શું આગાહી કરી છે તે ખાસ જાણી લેજો. 

28 જિલ્લાઓ માટે એલર્ટ
યુપીના 28 જિલ્લાઓ માટે હવામાન વિભાગે વરસાદનું એલર્ટ જાહેર કરેલું છે. આંબેડકરનગર, અમેઠી, ઓરૈયા, અયોધ્યા, બહરાઈચ, બાંદા, બરેલી, બારાબંકી, ચિત્રકૂટ, ઈટાવા, ફરુખાબાદ, ગોંડા, હમીરપુર, જાલૌન, ઝાંસી, કન્નૌજ, કાનપુર, લખીમપુર ખીરી, લલિતપુર, લખનઉ, મહોબા, મૈનપુરી, પીલીભીત, રાયબરેલી, શાહજહાંપુર, સીતાપુર, સુલ્તાનપુર, અને ઉન્નાવમાં વરસાદનું એલર્ટ છે. 

અત્રે જણાવવાનું કે લખનઉમાં મૂશળધાર વરસાદના કારણે લોકો બેહાલ છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. એક બહુમાળી ઈમારતના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયા છે. ઠેર ઠેર પાણી ફરાયા છે. યુપીના અનેક જિલ્લાઓમાં વરસાદ બાદ સીએમ એક્શનમાં છે. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે પાણીના નીકાલ માટે વ્યવસ્થા કરવામાં આવે. નદીઓના જળસ્તરની નિગરાણી કરવામાં આવે. એડવાઈઝરી બહાર પાડીને જનતાને અપીલ કરી છે કે બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું. જિલ્લા વહીવટીતંત્રએ 12માં ધોરણ સુધીની તમામ શાળાઓ પણ બંધ કરી છે.

દિલ્હી એનસીઆર સહિત 12 રાજ્યોમાં વરસાદની શક્યતા
બીજી બાજુ આજે પણ દિલ્હી-એનસીઆર સહિત દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, દિલ્હી એનસીઆર, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, સહિત પશ્ચિમથી લઈને પૂર્વ અને ઉત્તરથી લઈને દક્ષિણ ભારત સુધી આજે અનેક જગ્યાઓ પર વરસાદની શક્યતા છે. આ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ અને વીજળી પણ પડે  તેવી આશંકા છે. 

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરના જણાવ્યાં મુજબ ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, વિદર્ભ, આંધ્ર પ્રદેશ, તેલંગણા, અને કેરળના અનેક ભાગોમાં આજે ભારે વરસાદની સાથે સાથે હળવાથી મધ્યમ વરસાદની પણ શક્યતા છે. આ સાથે જ બિહાર, ઝારખંડ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, પૂર્વોત્તર ભારત, સિક્કિમ, છત્તીસગઢ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, આંતરિક તમિલનાડુ, કર્ણાટકના કાંઠા વિસ્તારો, લક્ષદ્વિપ, આંદમાન અને નિકોબાર દ્વિપ સમૂહ  સહિત અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની વકી છે. 

આ સાથે જ જમ્મુ કાશ્મીર, ઉત્તર પંજાબ, હરિયાણા, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, ઓડિશા અને રાયલસીમા તથા પૂર્વ ગુજરાતના અનેક સ્થળો પર હળવા વરસાદની શક્યતા છે. 

ગુજરાત માટે અંબાલાલની આગાહી
આગાહીકાર અંબાલાલે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તેમના જણાવ્યાં મુજબ 12 સપ્ટેમ્બરથી બંગાળાના ઉપસાગરમા સિસ્ટમ ઊભી થતા 14 સપ્ટેમ્બરથી મજબૂત બનીને ઉત્તર ઓરિસ્સા તરફ આગળ વધી મહારાષ્ટ્રના ભાગોમાં થઇને મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ લાવશે. આ ઉપરાંત આ સિસ્ટમ મજબૂત થઈને 15-16 સુધીમાં મધ્ય પ્રદેશ અને 18-19-20 માં ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવશે. મધ્ય ગુજરાતમાં વરસાદ થશે. 19-20 સપ્ટેમ્બરે ભારે વરસાદ રહેશે. 21-22-23 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા. 23-24 સપ્ટેમ્બરે મધ્ય ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે. મધ્યપ્રદેશમાં કેટલીક નદીઓમાં પુરની શક્યતા. 23-24 સપ્ટેમ્બરે વડોદરા, અમદાવાદ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા. આ સમયે અરબસાગર અને અને બંગાળાની ખાડીમાં હલચલ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news