ગુવાહાટી પહોંચ્યા બાદ પ્રથમવાર મીડિયા સામે આવ્યા શિંદે, કહ્યું- અમે જ અસલી શિવસેના

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ગુવાહાટીમાં બેસી ઠાકરે સરકાર સામે મોર્ચો ખોલનાર એકનાથ શિંદે પ્રથમવાર મીડિયા સામે આવ્યા છે. 
 

ગુવાહાટી પહોંચ્યા બાદ પ્રથમવાર મીડિયા સામે આવ્યા શિંદે, કહ્યું- અમે જ અસલી શિવસેના

ગુવાહાટીઃ મહારાષ્ટ્રની રાજનીતિનું કેન્દ્ર ગુવાહાટી બનેલું છે. બળવાખોર નેતા એકનાથ શિંદે 40થી વધુ ધારાસભ્યો સાથે અસમની રાજધાનીમાં છે. મંગળવારે એકનાથ શિંહે ગુવાહાટી પહોંચ્યા બાદ પ્રથમવાર મીડિયાની સામે આવ્યા. આ દરમિયાન તેમણે જલદી મુંબઈ પરત આવવાના સંકેત આપ્યા છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું- અમે શિવસેનાની સાથે છીએ. અમે આ શિવસેનાને આગળ લઈ જઈ રહ્યાં છીએ. તેમાં કોઈ શંકા નથી. અમારૂ સ્ટેન્ડ સ્પષ્ટ છે, અમે જલદી મુંબઈ જશું. સાથે સમાચાર મળ્યા છે કે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચી ગયા છે. 

હોટલમાંથી બહાર આવી શું બોલ્યા શિંદે
એકનાથ શિંદેએ આજે રેડિસન બ્લૂ હોટલના મેન ગેટ પર આવી મીડિયા સાથે વાત કરી. તેમણે કહ્યું કે અમે શિવસેનામાં છીએ અને અલગ પાર્ટી બનાવવા જઈ રહ્યાં નથી. શિંદેએ કહ્યુ કે તે લોકો બાલા સાહેબના હિન્દુત્વને આગળ લઈને જઈ રહ્યાં છે. તેમણે કહ્યું કે દીપક કેસરકર તે લોકોના પ્રવક્તા છે. 

શિંદેએ કહ્યુ કે તે લોકોનું આગામી પગલું શું હશે, જેની જલદી જાણકારી આપવામાં આવશે. તેમણે કહ્યું કે અમે જલદી મુંબઈ જશું. એકનાથ શિંદેએ દાવો કર્યો કે તેમની સાથે કુલ 48 ધારાસભ્યો છે. 

આગામી બે દિવસમાં ઠાકરે સરકાર વિરુદ્ધ આવી શકે છે અવિશ્વાસનો પ્રસ્તાવ
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય જંગ વચ્ચે સૂત્રો પાસેથી જાણકારી મળી છે કે 30 જૂને પ્રહાર પાર્ટીના બે ધારાસભ્યો મહા વિકાસ અઘાડી સરકાર વિરુદ્ધ આગામી બે દિવસમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવી શકે છે. પ્રાપ્ત વિગત અનુસાર પ્રહાર પાર્ટી આ બાબતે રાજભવન પાસે સમય માંગવાના પ્રયાસમાં છે. બંને ધારાસભ્યો હાલ શિંદે જૂથ સાથે ગુવાહાટીમાં છે. 

ભાજપ-શિંદે જૂથ બનાવી શકે છે સરકાર
ભાજપની સાથે મળી સરકાર બનાવવાની સ્થિતિમાં એકનાથ શિંદે, ઉદય સામંત, દાદા ભુસે, ગુલાબરાવ પાટિલ અને દીપક કેસરકરને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે. તે પણ કહેવામાં આવી રહ્યું છે કે શિંદે જૂથ તરફથી ડેપ્યુટી સીએમના પદને લઈને પણ દબાવ બનાવવામાં આવી રહ્યો છે. પરંતુ તેને લઈને સહમતિ બની શકી નથી. ચર્ચાઓ છે કે ભાજપ અને એકનાથ શિંદે જૂથ તરફથી જલદી વિશ્વાસ મત પ્રસ્તાવની માંગ રાજ્યપાલ પાસે કરવામાં આવી શકે છે. હકીકતમાં સુપ્રીમ કોર્ટે સોમવારે આદેશ આપ્યો હતો કે 15 બળવાખોરને વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર તરફથી અયોગ્ય ઠેરવવા પર જે નોટિસ મળી છે, તે તેના પર 12 જુલાઈ સુધી જવાબ આપી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news