આનંદ મહિન્દ્રાએ શેર કર્યો નાનકડી બાળકીનો ફોટો, લોકોએ પૂછ્યું- તમે કેટલું ભણ્યા છો? મળ્યો આવો જવાબ

આનંદ મહિન્દ્રાની ટ્વિટર પોસ્ટ ઘણી વખત સોશિયલ મીડિયા પર લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. તેઓ પોતાના ફોલોઅર્સની સાથે મઝાકિયા અંદાજમાં વન લાઈનર્સ અને ઈમ્પોટેંટ લાઈફ લેસન શેર કરતા રહે છે. પરંતુ સોમવારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક યૂઝર્સને જવાબ આપ્યો, જેમાં તેમની યોગ્યતા વિશે પુછવામાં આવ્યું હતું અને તે પોસ્ટ હવે વાયરલ થઈ ગઈ છે.

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો નાનકડી બાળકીનો ફોટો, લોકોએ પૂછ્યું- તમે કેટલું ભણ્યા છો? મળ્યો આવો જવાબ

નવી દિલ્હી: ભારતના અગ્રણી બિઝનેસમેન આનંદ મહિન્દ્રાની ટ્વિટર પોસ્ટ ઘણી વખત સોશિયલ મીડિયા પર લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે. તેઓ પોતાના ફોલોઅર્સની સાથે મઝાકિયા અંદાજમાં વન લાઈનર્સ અને ઈમ્પોટેંટ લાઈફ લેસન શેર કરતા રહે છે. પરંતુ સોમવારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ એક યૂઝર્સને જવાબ આપ્યો, જેમાં તેમની યોગ્યતા વિશે પુછવામાં આવ્યું હતું અને તે પોસ્ટ હવે વાયરલ થઈ ગઈ છે.

આનંદ મહિન્દ્રાએ એક બાળકીની તસવીર શેયર કરી
આનંદ મહિન્દ્રાએ સોમવારે પહાડી વિસ્તાર પાસે બેઠેલી પુસ્તકમાં અભ્યાસ કરતી એક છોકરીની તસવીર પર ટિપ્પણી કરી હતી. આ ફોટો ટ્વિટર યુઝર અભિષેક દુબેએ શેર કર્યો છે. તેમણે લખ્યું, 'આજે હું હિમાચલના સ્ટૌન વિસ્તારની ટ્રીપ પર હતો, આ નાની છોકરીને એકલી બેસીને નોટ્સ લખતી જોઈને હું આશ્ચર્યચકિત થઈ ગયો, પુસ્તકોમાં તેની એકાગ્રતા જોઈને મને કેટલું આશ્ચર્ય થયું તે હું વ્યક્ત કરી શકતો નથી. ખૂબ જ અદ્ભુત'

— anand mahindra (@anandmahindra) June 27, 2022

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ 
છોકરીના સમર્પણથી બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પ્રભાવિત થયા અને તેમની પોસ્ટમાં કહ્યું, 'સુંદર તસવીર, અભિષેક. આ મારું #MondayMotivation છે.' તેમની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ, લોકોએ આ તસવીરને પ્રેરણાદાયક હોવાની વાત કરી, પરંતુ એક યુઝરે મહિન્દ્રા પર સવાલ ઉઠાવ્યો. વિભવ એસડી નામના યુઝરે આનંદ મહિન્દ્રાને પૂછ્યું કે સર, શું હું તમારી લાયકાત જાણી શકું?

— anand mahindra (@anandmahindra) June 27, 2022

લોકોએ આપ્યા આવા ગજબના રિએક્શન
67 વર્ષીય આનંદ મહિન્દ્રાએ આ યૂઝર્સને એવો જવાબ આપ્યો કે ઈન્ટરનેટ પર જાણે જીત હાંસલ કરી લીધી હોય. તેમણે જવાબમાં લખ્યું, 'સાચું કહું તો મારી ઉંમરે કોઈપણ લાયકાતની એકમાત્ર લાયકાત અનુભવ છે.' શેર કરવામાં આવી ત્યારથી મિસ્ટર મહિન્દ્રાની પોસ્ટને 5000 થી વધુ લાઈક્સ મળી છે અને 100 થી વધુ વખત રીટ્વીટ કરવામાં આવી છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, 'અનુભવ કોઈપણ ડિગ્રી કરતા મોટો હોય છે.' અન્ય યુઝરે લખ્યું, 'અનુભવ અમૂલ્ય છે! ડિગ્રી જેવી નથી જે આજકાલ એક વસ્તુ બની ગઈ છે!'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news