ખરાબ સ્થિતિમાં પણ યુક્રેનથી અમે 22500થી વધુ વિદ્યાર્થીઓને ભારત લાવ્યા, સંસદમાં બોલ્યા વિદેશમંત્રી

વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યુ કે, ભારતીય દૂતાવાસે 15 ફેબ્રુઆરી, 20 અને 22 ફેબ્રુઆરીએ એડવાઇઝરી જાહેર કરી વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોને યુક્રેન છોડવા માટે કહ્યું હતું. 

ખરાબ સ્થિતિમાં પણ યુક્રેનથી અમે 22500થી વધુ વિદ્યાર્થીઓને ભારત લાવ્યા, સંસદમાં બોલ્યા વિદેશમંત્રી

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે સતત 20 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ વચ્ચે યુક્રેનથી ભારતીયોની વાપસીને લઈને વિદેશ મંત્રી એસ જયશંકરે રાજ્યસભામાં નિવેદન આપ્યું છે. એસ જયશંકરે કહ્યુ કે, મુશ્કેલ સ્થિતિમાં અમે આપણા 22500થી વધુ વિદ્યાર્થીઓને ભારત પરત લાવ્યા છીએ. વિદેશ મંત્રીએ કહ્યુ કે, અમે સતત આંતરરાષ્ટ્રીય સ્તર પર ચર્ચા કરી રહ્યા હતા પરંતુ અમારી સામે પડકાર હતો કે અમારા નાગરિકોને સંપૂર્ણ રીતે સુરક્ષિત રાખી શકાય. 

વિદેશમંત્રીએ રાજ્યસભામાં કહ્યું, 'તેને ધ્યાનમાં રાખતા ભારત સરકારે ઓપરેશન ગંગાની શરૂઆત કરી હતી. આ મુશ્કેલ સ્થિતિમાં અંજામ અપાનાર એક મોટુ ઓપરેશન હતું.'

એસ જયશંકરે કહ્યુ, 'ભારતીય દૂતાવાસે 15 ફેબ્રુઆરી, 20 અને 22 ફેબ્રુઆરીએ એડવાઇઝરી જાહેર કરી વિદ્યાર્થીઓ અને ભારતીય નાગરિકોને યુક્રેન છોડવા માટે કહ્યુ હતું. સતત જારી થઈ રહેલી એડવાઇઝરી છતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ત્યાંથી નિકળ્યા નહીં. તેમને ડર હતો કે અભ્યાસ અધુરો ન રહી જાય.'

— ANI (@ANI) March 15, 2022

વિદેશમંત્રીએ કહ્યું- જ્યારે સ્થિતિ વધુ ખરાબ થઈ તો 18 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હતા અને તેને ધ્યાનમાં રાખતા ભારત સહિત યુક્રેન દૂતાવાસમાં પણ કોલ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યા હતા. ખરાબ માહોલને કારણે એર સ્પેસ બંધ થઈ ગયું હતું, જેથી વિદ્યાર્થીઓને લૂકેન્સ એચક્યૂ પાડોશી દેશોની સરહદથી કાઢવાનો પ્રયાસ કર્યો અને તે માટે મોટી સંખ્યામાં અધિકારીઓને પાડોશી દેશોની સરહદો પર મોકલવામાં આવ્યા હતા. 

વિદેશ મંત્રીએ સંસદમાં કહ્યુ કે, આ દરમિયાન ઓપરેશન ચાલી રહ્યુ હતું અને પ્રધાનમંત્રી મોદી તેને લઈને સતત સમીક્ષા બેઠક કરી રહ્યા હતા. આ દરમિયાન અન્ય મંત્રાલયોનો પણ સપોર્ટ મળ્યો હતો. જ્યારે ત્યાં સ્થિતિ ખરાબ થઈ તો જાન્યુઆરી 2022થી ભારતીય દૂતાવાસે ત્યાં પર ભારતીયોનું રજીસ્ટ્રેશન કરવાનું શરૂ કરી દીધું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news