West Bengal Election: કોરોના સંકટ વચ્ચે PM મોદીની રેલીને લઈને થયો મોટો ફેરફાર, 23 એપ્રિલે છે 4 રેલીઓ
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા સંક્રમણને જોતા પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલી વિધાનસભા ચૂંટણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીઓના સ્વરૂપમાં મોટો ફેરફાર કરવામાં આવશે. બિહારની જેમ પીએમ મોદી 23 એપ્રિલના રોજ પશ્ચિમ બંગાળમાં વચ્યુઅલ રેલીઓને સંબોધિત કરશે.
દરેક વિધાનસભામાં લગાવવામાં આવશે મોટી મોટી સ્ક્રિન
પીએમ મોદીની બંગાળમાં 23 એપ્રિલના રોજ માલદા, મુર્શિદાબાદ, સિવલી અને દક્ષિણ કોલકાતામાં 4 રેલીઓ થવાની છે. હવે રેલીમાં સમગ્ર જિલ્લાના લોકોએ એક જગ્યાએ આવવાની જરૂર નહીં પડે અને દરેક વિધાનસભામાં પ્રધાનમંત્રીના ભાષણને સાંભળવા માટે મોટી મોટી સ્ક્રિન લગાવવામાં આવશે. ત્યારબાદ રેલી સ્થળ પર ઓછા લોકો પહોંચશે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે.
મમતા બેનર્જી અને રાહુલ ગાંધીએ પણ કરી છે આવી જાહેરાત
આ અગાઉ પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર નહીં કરવાની જાહેરાત કરી હતી. મમતા બેનર્જી હવે કોલકાતામાં પ્રચાર નહીં કરે. તેઓ પ્રતિકાત્મક રીતે શહેરમાં પ્રચારના છેલ્લા દિવસે ફક્ત એક બેઠક યોજશે. આ સાથે જ જ્યાં પહેલેથી ચૂંટણી રેલીની તારીખ નિર્ધારિત છે ત્યાં પણ સમય ઘટાડીને ફક્ત 30 મિનિટ કરાયો છે. રાહુલ ગાંધીએ પણ પશ્ચિમ બંગાળમાં થનારી પોતાની ચૂંટણી રેલીઓ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે તેમણે અન્ય રાજનેતાઓને પણ અપીલ કરીને કહ્યું હતું કે તેઓ કોરોનાના વધતા કેસ જોતા પોત પોતાની ચૂંટણી રેલીઓ રદ કરવા પર વિચાર કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે