Happy New Year 2020: ભારત સહિત દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણીના 7 ધમાકેદાર VIDEO જુઓ 

નવા વર્ષની ઉજવણી દુનિયાભરમાં થઈ રહી છે. અલગ અલગ દેશોમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન સજાવટ, આતિશબાજીએ લોકોને તસવીરો લેવા માટે મજબુર કરી દીધા. જેવા ઘડીના કાંટા 12 પર પહોંચ્યા કે આકાશ ઝાકમઝોળ થઈ ગયું. ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ ખુબસુરત તસવીરો સામે આવી. અલગ અલગ દેશોમાંથી આવેલા વીડિઓએ તો લોકોને મજા પાડી દીધી. 

Happy New Year 2020: ભારત સહિત દુનિયાભરમાં નવા વર્ષની ઉજવણીના 7 ધમાકેદાર VIDEO જુઓ 

નવી દિલ્હી: નવા વર્ષની ઉજવણી (Happy New Year 2020) દુનિયાભરમાં થઈ રહી છે. અલગ અલગ દેશોમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન સજાવટ, આતિશબાજીએ લોકોને તસવીરો લેવા માટે મજબુર કરી દીધા. જેવા ઘડીના કાંટા 12 પર પહોંચ્યા કે આકાશ ઝાકમઝોળ થઈ ગયું. ભારતના અલગ અલગ રાજ્યોમાંથી પણ ખુબસુરત તસવીરો સામે આવી. અલગ અલગ દેશોમાંથી આવેલા વીડિઓએ તો લોકોને મજા પાડી દીધી. 

ભારતના અલગ અલગ ભાગોમાં નવા વર્ષની શાનદાર ઉજવણી થઈ. મુંબઈમાં ગેટવે ઓફ ઈન્ડિયા, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ રેલવે સ્ટેશન, ઓડિશામાં જગન્નાથપુરીનું મંદિર, હિમાચલ મોલ રોડ સહિત સમગ્ર ભારત રોશનીથી ઝળહળી ઉઠ્યું. લોકોએ નાચીને, ગાઈને નવા વર્ષની શરૂઆત કરી. 

ભારતમાં ગેટવે ઈન્ડિયા પર નવા વર્ષની ઉજવણી

— ANI (@ANI) December 31, 2019

ફ્રાન્સમાં ઉજવણી
ફ્રાન્સમાં નવા વર્ષના અવસરે પેરિસ સ્થિત આર્ક ડી ટ્રાયંફમાં જોરદાર આતિશબાજી થઈ. આકાશ ઝળહળી ઉઠ્યું. લોકો પોતાનો મોબાઈલ કાઢીને વીડિયો બનાવવામાં લાગી ગયા હતાં. 

— ANI (@ANI) December 31, 2019

ગ્રીસમાં જશ્ન
ગ્રીસમાં આવેલા એક્રોપોલિસ ઓફ એથેન્સમાં પણ જોરદાર આતિશબાજીનો નજારો જોવા મળ્યો. 12 વાગતા જ આકાશ અલગ અલગ રંગોથી ભરાઈ ગયું હતું. 

— ANI (@ANI) December 31, 2019

તુર્કીમાં આકાશમાં રંગબિરંગી રોશની
તુર્કીમાં નવા વર્ષની ઉજવણી ભવ્ય રીતે કરાઈ. સમુદ્ર વચ્ચે આકાશ તરફ જતી રંગબિરંગી રોશનીને જોઈને લોકો રોમાંચિત થઈ ગયાં. ઈસ્તંબુલના બોસ્ફોરસ સ્ટ્રેટમાં થયેલી આ આતિશબાજીને પણ લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી. 

— ANI (@ANI) December 31, 2019

દુબઈનું બુર્જ ખલીફા સજાવાયું
સંયુક્ત આરબ અમીરાતમાં નવા વર્ષની ઉજવણી ભવ્ય રીતે કરાઈ. નવા વર્ષના જશ્ન માટે દુબઈના બુર્જ ખલીફાને ખાસ રીતે સજાવવામાં આવ્યું. 12 વાગતા જ બુર્જ ખલીફા રોશનીની ચાદરથી લપેટાઈ ગયું. 

— ANI (@ANI) December 31, 2019

થાઈલેન્ડમાં ધમાકેદાર સ્વાગત
થાઈલેન્ડમાં પણ નવા વર્ષની ઉજવણી ધમાકેદાર રીતે કરવામાં આવી. તારીખ બદલાઈ, વર્ષ  બદલાયું અને આકાશમાં લીલા-નીલા-પીળા રંગોની રોશની છવાઈ ગઈ. ચાઓ ફ્રાયા નદી પર થયેલી આતિશબાજીએ લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું. 

— ANI (@ANI) December 31, 2019

હોંગકોંગમાં પણ થયું નવા વર્ષનું ભવ્ય સ્વાગત
હોંગકોંગમાં નવા વર્ષની સાથે જ વિક્ટોરિયા હાર્બરમાં જોરદાર આતિશબાજી થઈ. અહીં આકાશમાં ક્યારેક લાલ રોશની તો  ક્યારેક પીળી, નીલી રોશનીએ સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતાં. 

— ANI (@ANI) December 31, 2019

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news