VVIP હેલિકોપ્ટર ડીલ: મિશેલના પત્રથી મોટો ખુલાસો, કોંગ્રેસે મનમોહન સિંહ પર સર્જ્યુ હતું દબાણ 

ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ કેસમાં કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલનો એક સનસનાટી મચાવતો પત્ર સામે આવ્યો છે.

VVIP હેલિકોપ્ટર ડીલ: મિશેલના પત્રથી મોટો ખુલાસો, કોંગ્રેસે મનમોહન સિંહ પર સર્જ્યુ હતું દબાણ 

નવી દિલ્હી: ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ કેસમાં કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલનો એક સનસનાટી મચાવતો પત્ર સામે આવ્યો છે. જે અનેક તથ્યોને ઉજાગર કરે છે. આ પત્ર ફિનમેકેનિકા કંપનીના સીઈઓ જુગેપી ઓરસીને લખવામાં આવ્યો હતો. પત્રમાં ક્રિશ્ચિયન મિશેલે જણાવ્યું છે કે કોંગ્રેસના ટોચના નેતૃત્વએ તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ  પર દબાણ સર્જ્યુ હતું. આ ઉપરાંત આ પત્રથી એવા પણ સંકેતો મળે છે કે મિશેલને આ ડીલ સંબંધિત તમામ જાણકારીઓ સંબંધિત મંત્રાલયોથી મળી રહી હતી. 

29 ઓગસ્ટ 2009ના રોજ લખાયેલા આ પત્ર મુજબ મિશેલને ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલ સંબંધીત તમામ જાણકારીઓ પીએમઓ, રક્ષા મંત્રાલય સહિત સરકારના વરિષ્ઠ અધિકારીઓ પાસેથી મળી રહી હતી. એટલું જ નહીં તેને તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહ તથા તત્કાલિન અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનની મુલાકાત અને તેમના વચ્ચે થયેલી વાતચીત અંગે પણ જાણ હતી. ઓરસીને લખાયેલા આ પત્રમાં મિશેલે દાવો કર્યો હતો કે આ મુદ્દે સુરક્ષા મામલાઓની કેબિનેટ કમિટીની જે બેઠક થનાર હતી તે અંગે પણ તેને જાણકારી છે. 

22 ડિસેમ્બરના રોજ ઈડીએ 3600 કરોડ રૂપિયના ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ડીલ મામલાના કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલની ધરપકડ કરી હતી. મિશેલને ખાસ જજ અરવિંદ કુમાર સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો જ્યાં ઈડીએ તેની પૂછપરછ માટે 15 દિવસની કસ્ટડી માંગી. કોર્ટે ઈડીને બ્રિટિશ નાગરિક મિશેલની કોર્ટ કક્ષમાં 15 મિનિટ  પૂછપરછ કરવાની મંજૂરી આપી. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી. 

ઈડીએ મની લોન્ડરિંગના એક કેસમાં મિશેલની અલગથી ધરપકડ  કરવાની મંજૂરી માંગી હતી. ઈડીએ કહ્યું હતું કે સીબીઆઈ અને તેના દ્વારા ધનની હેરફેરની તપાસ કરવામાં આવી રહી છે પરંતુ ધનના પ્રમાણને લઈને બંને એજન્સીઓમાં અંતર છે. 

ઈડીએ કહ્યું કે અમે બે અલગ અલગ એજન્સીઓ છીએ. કાયદાના દાયરામાં રહીને સયુંક્ત તપાસ અસંભવ છે. અમારે જાતે આ સમગ્ર મામલે ધ્યાન આપવું પડશે. એજન્સીએ કહ્યું કે તેણે અપરાધ સંલગ્ન ઘટનાક્રમ અને તે ધનથી ખરીદ કરાયેલી સંપત્તિના મની લોન્ડરિંગવાળા પહેલુ પર તપાસ કરવાની છે. ઈડીએ કહ્યું કે અમને 3 કરોડ યુરોની તપાસ અંગે જાણકારી છે. સીબીઆઈની તપાસ 3.7 કરોડ યુરોથી વધુની છે. અમારે આ અંતર દૂર કરવાનું છે. 

એજન્સીએ કહ્યું કે અપરાધના ધનથી બે સંપત્તિઓ ખરીદાઈ અને આથી આ સંપૂર્ણ રીતે મની લોન્ડરિંગ હેઠળ આવે છે. એજન્સીએ કહ્યું કે ધનનો ઉપયોગ થયો અને આ ધન હવાલા દ્વારા આવ્યું. તે અધિકૃત રસ્તે આવ્યું નથી. તેની તપાસ થવી જોઈએ અને તે સંબંધે પૂછપરછ કરવાની છે. સહઆરોપીઓ સાથે સામનો કરાવવો પડશે. તેને યુએઈમાં ધરપકડ  કરાયો હતો અને પ્રત્યાર્પણ કરવા 4 ડિસેમ્બરના રોજ ભારત લાવવામાં આવ્યો હતો. બીજા દિવસે તેને કોર્ટ સમક્ષ હાજર કરાયો જ્યાં કોર્ટે તેને પાંચ દિવસ માટે સીબીઆઈની કસ્ટડીમાં મોકલી દીધો. તેની કસ્ટડીની સમય મર્યાદા પાંચ દિવસ વધારી દેવાઈ. ત્યારબાદ ચાર દિવસ માટે તેની કસ્ટડી વધુ વધારાઈ. 

કોર્ટે મિશેલની જામીન અરજી પર ચુકાદો 19 ડિસેમ્બરના રોજ અનામત રાખ્યો હતો. તેને 28 ડિસેમ્બર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો. મિશેલના વકીલ અલ્ઝોના જોસેફે તેની 15 દિવસની કસ્ટડીનો વિરોધ કરતા કહ્યું કે સીબીઆઈ  દ્વારા તેને લાંબો સમય કસ્ટડીમાં રખાયો અને હવે તેને ઈડીની કસ્ટડીમાં રાખવાની તેના મૌલિક અધિકાર પ્રભાવિત થશે. મિશેલ આ મામલે સામેલ 3 વચેટિયાઓમાનો એક છે. ઈડી અને સીબીઆઈ તેની સંડોવણીના સંદર્ભમાં તપાસ કરી રહી છે. બે અન્ય વચેટિયાઓ ગુઈદો હાશ્ખે અને કાર્લો ગેરોસા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news