#IndiaKaDNA- કાશ્મીરમાં પહેલાં પૂછવામાં આવતું હતું કે શું ઇન્ડીયાથી આવ્યા છો: વીકે સિંહ

31 ઓક્ટોબરના રોજ જમ્મૂ કાશ્મીરના બે કેંદ્વશાસિત પ્રદેશો જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત થયાની પૃષ્ઠભૂમિમાં ZEE NEWS ના #IndiaKaDNA કોન્કવેલમાં જનરલ (રિટાયર્ડ) વીકે સિંહે પોતાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું કે જ્યારે હું પહેલીવાર કાશ્મીર ગયો ત્યારે 10 વર્ષનો હતો. કાશ્મીરમાં લોકો પૂછતાં હતા કે શું તમે ભારતથી આવ્યા છો?

#IndiaKaDNA- કાશ્મીરમાં પહેલાં પૂછવામાં આવતું હતું કે શું ઇન્ડીયાથી આવ્યા છો: વીકે સિંહ

નવી દિલ્હી: 31 ઓક્ટોબરના રોજ જમ્મૂ કાશ્મીરના બે કેંદ્વશાસિત પ્રદેશો જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં વિભાજીત થયાની પૃષ્ઠભૂમિમાં ZEE NEWS ના #IndiaKaDNA કોન્કવેલમાં જનરલ (રિટાયર્ડ) વીકે સિંહે પોતાનો એક કિસ્સો સંભળાવતાં કહ્યું કે જ્યારે હું પહેલીવાર કાશ્મીર ગયો ત્યારે 10 વર્ષનો હતો. કાશ્મીરમાં લોકો પૂછતાં હતા કે શું તમે ભારતથી આવ્યા છો? આ સંબંધમાં જ્યારે પિતાને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે જોકે આર્ટિકલ 370 લાગૂ હોવાથી અહીંના લોકોમાં આ પ્રકારની ભાવના પેદા થઇ ગઇ છે. આ સંદર્ભમાં કહ્યું કે આર્ટિકલ 370 ખતમ થવી ખૂબ જરૂરી છે. 

આ આર્ટિકલના લીધે કાશ્મીરના લોકો પોતાને ભારત સાથે જોડતા નથી. હવે આ આર્ટિકલનો મુદ્દો ખતમ થતાં તેમણે કહ્યું કે કોઇ દેશપ્રેમી 370નો વિરોધ કરશે નહી. કેટલાક લોકો પોતાની પાર્ટીના સ્વાર્થને જોતાં પાકિસ્તાન માટે કાશ્મીર મોટો મુદ્દો છે. 

કાશ્મીરમાં અભિપ્રાયના સંદર્ભમાં કિસ્સો સંભળાવતાં કેંદ્વીય મંત્રી વીકે સિંહે કહ્યું કે એકવાર પંડિત નેહરૂએ શેખ અબ્દુલાની સામે આ શબ્દોનો ઉલ્લેખે કર્યો તો તેમણે કહ્યું કે કાશ્મીર તો ભારતનો ભાગ છે અને અમે તેના જનપ્રતિનિધિ છીએ. એવામાં જો અમે કહી રહ્યા છીએ કે અમે ભારતના રહેવાસી છીએ તો અભિપ્રાયની કોઇ જરૂર નથી. પરંતુ તેમછતાં પંડિત નહેરૂએ શ્રીનગરના લાલ ચોકમાં પોતાના ભાષણમાં તેનો ઉલ્લેખ કર્યો. જ્યારે તે આમ કરી રહ્યા હતા તો શેખ અબ્દુલાએ પાછળથી તેમના કોટને પકડી લીધો પરંતુ નહેરૂ અટક્યા નહી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રમાં પણ તેનો ઉલ્લેખ કરી દીધો. વીકે સિંહે કહ્યું કે આ પ્રકારની ભૂલોના લીધે 70 વર્ષ સુધી આર્ટિકલ 370 નામની અસ્થાઇ વ્યવસ્થા ચાલુ રહી અને કાશ્મીર સમસ્યાનું સમાધાન થયું નહી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news